Bharuch ના તવરા ખાતેની SBI બૅંકની કામગીરી 6 દિવસથી બંધ.

ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આવેલ એસબીઆઈ બેન્કમાં છેલ્લા 6 દિવસથી બેંકની કામગીરી બંધ હાલતમાં હોય અને હજુ વધુ 15 દિવસ બંધ હોવાનું જાણવા મળતા બેન્કના ખાતાધારકો હેરાન પરેશાન થઈ ગયા છે. આ બાબતે બેંક કર્મચારીઓ સાથે વાતચીત કરતા તેઓ ઉડાઉ જવાબ આપી રહ્યા હોવાનો આક્ષેપ ખાતાધારકો દ્વારા કરાયો હતો.આ બાબતે બેંક કર્મચારીઓએ જણાવ્યુ હતુ કે, બીએસએનએલની લાઈટ કટ થવાથી સર્વરનો પ્રોબ્લેમ રહેવાથી બેંકની તમામ કામગીરી બંધ છે, અને હજી આવનાર 15 દિવસ સુધી કામગીરી બંધ રહેશે.બેંકમાં ખાતાધારકો મોટા ભાગે ખેડૂત અને નોકરિયાત વર્ગના લોકો છે, છેલ્લા 6 દિવસથી આ બેંકની કામગીરી સંપુર્ણ પણે બંધ હોવાથી આજે તવરા ગામના બેંક ખાતા ધારકોએ બેંકમાં રજુઆતો કરી હતી હાલ તો મહિનાની આખરી તારીખો ચાલી રહી છે. ત્યારે આવનાર દિવસોમાં બેંકની કામગીરી વહેલી તકે શરૂ થાય તેવી ગ્રામજનોની માંગ છે.

Bharuch ના તવરા ખાતેની SBI બૅંકની કામગીરી 6 દિવસથી બંધ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આવેલ એસબીઆઈ બેન્કમાં છેલ્લા 6 દિવસથી બેંકની કામગીરી બંધ હાલતમાં હોય અને હજુ વધુ 15 દિવસ બંધ હોવાનું જાણવા મળતા બેન્કના ખાતાધારકો હેરાન પરેશાન થઈ ગયા છે. આ બાબતે બેંક કર્મચારીઓ સાથે વાતચીત કરતા તેઓ ઉડાઉ જવાબ આપી રહ્યા હોવાનો આક્ષેપ ખાતાધારકો દ્વારા કરાયો હતો.

આ બાબતે બેંક કર્મચારીઓએ જણાવ્યુ હતુ કે, બીએસએનએલની લાઈટ કટ થવાથી સર્વરનો પ્રોબ્લેમ રહેવાથી બેંકની તમામ કામગીરી બંધ છે, અને હજી આવનાર 15 દિવસ સુધી કામગીરી બંધ રહેશે.બેંકમાં ખાતાધારકો મોટા ભાગે ખેડૂત અને નોકરિયાત વર્ગના લોકો છે, છેલ્લા 6 દિવસથી આ બેંકની કામગીરી સંપુર્ણ પણે બંધ હોવાથી આજે તવરા ગામના બેંક ખાતા ધારકોએ બેંકમાં રજુઆતો કરી હતી હાલ તો મહિનાની આખરી તારીખો ચાલી રહી છે. ત્યારે આવનાર દિવસોમાં બેંકની કામગીરી વહેલી તકે શરૂ થાય તેવી ગ્રામજનોની માંગ છે.