Ahmedabad: એસપી રિંગ-રોડ પર ઓવરબ્રિજનું કામ શરૂ થતાં જ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા

શહેરની બહાર એકના સૌથી મહત્વનો 200 ફૂટનો સરદાર પટેલ રિંગ રોડ બનાવવામાં આવ્યો છે. જેના પરથી લાખો વાહનોની અવરજવર થતી રહે છે. આ વચ્ચે હાલમાં એક સાથે ચાર સર્કલ પર ઓવરબ્રિજ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે.જેના કારણે એસ.પી રિંગરોડ પર જ્યાં સરળતાથી ટ્રાફિકની અવરજવર થતી હોય છે ત્યાં લાંબા ટ્રાફિકજામ જોવા મળી રહ્યા છે. જેમાં પણ સાંજના સમયે પીક અવર્સમાં લાંબી કતારો વાહનોની લાગતી જોવા મળે છે. તેમજ ઘણી વખત ટ્રાફિક પોઈન્ટ પર ટીઆરબી જવાન કે ટ્રાફિક પોલીસ ન રહેતા રાહદારીઓને ભારે અગવડ ભોગવવી પડી રહી છે. શહેરની હદ વિસ્તરણ બાદ નવા ડેવલોપ થતાં વિસ્તારોમાં પણ વસ્તીનો વસવાટ થવા લાગ્યો છે. જેના કારણે હાલનો એસ.પી રિંગ રોડ પણ સાંકડો પડી રહ્યો છે. જેના કારણે લોકોને સરળતાથી અવરજવર કરવા માટે ટ્રાફિક જંકશનો પર ઓવર બ્રિજ બનાવવાનો મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રૂ.800 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જેમાં રિંગરોડના હાથીજણ સર્કલ, રામોલ-વિંઝોલ ચોકડી, નિકોલ સર્કલ અને વસ્ત્રાલ સર્કલ પર ઓવર બ્રિજ માટેની કામગીરી છેલ્લા એક અઠવાડિયાથી શરૂ કરવામાં આવી છે. આ સાથે જ લોકોની અગવડ પણ ઊભી થઈ રહી છે. હાલમાં એસ.પી રિંગરોડ પર ઓવર બ્રિજ પહેલા અવરજવર માટે સર્વિસ રોડ પર આરસીસી રોડ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કારણે રિંગ રોડ પર દરરોજ 10થી વધુ કિલોમીટર લાંબી કતારો વાહનોની લાગી રહી છે. ટ્રાફિકજામમાં ઈમરજન્સી સેવાના વાહનો પણ ફસાઈ રહ્યા છે. તેમજ સાંજના સમયે ટ્રાફિક પોલીસ કે ટીઆરબી જવાન હાજર ન રહેવાના કારણે વાહનચાલકો માટે ભારે પરેશાની ઉભી થઈ રહી છે. વાહનચાલકોનું કહેવું છે કે, બ્રિજ બને તેની સામે વાંધો નથી, પરંતુ તેનું કામ ચાલે ત્યાં સુધી લોકોને હાલાકી ન પડે તે જોવાની ફરજ પણ તંત્રની છે.

Ahmedabad: એસપી રિંગ-રોડ પર ઓવરબ્રિજનું કામ શરૂ થતાં જ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરની બહાર એકના સૌથી મહત્વનો 200 ફૂટનો સરદાર પટેલ રિંગ રોડ બનાવવામાં આવ્યો છે. જેના પરથી લાખો વાહનોની અવરજવર થતી રહે છે. આ વચ્ચે હાલમાં એક સાથે ચાર સર્કલ પર ઓવરબ્રિજ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે.

જેના કારણે એસ.પી રિંગરોડ પર જ્યાં સરળતાથી ટ્રાફિકની અવરજવર થતી હોય છે ત્યાં લાંબા ટ્રાફિકજામ જોવા મળી રહ્યા છે. જેમાં પણ સાંજના સમયે પીક અવર્સમાં લાંબી કતારો વાહનોની લાગતી જોવા મળે છે. તેમજ ઘણી વખત ટ્રાફિક પોઈન્ટ પર ટીઆરબી જવાન કે ટ્રાફિક પોલીસ ન રહેતા રાહદારીઓને ભારે અગવડ ભોગવવી પડી રહી છે.

શહેરની હદ વિસ્તરણ બાદ નવા ડેવલોપ થતાં વિસ્તારોમાં પણ વસ્તીનો વસવાટ થવા લાગ્યો છે. જેના કારણે હાલનો એસ.પી રિંગ રોડ પણ સાંકડો પડી રહ્યો છે. જેના કારણે લોકોને સરળતાથી અવરજવર કરવા માટે ટ્રાફિક જંકશનો પર ઓવર બ્રિજ બનાવવાનો મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રૂ.800 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જેમાં રિંગરોડના હાથીજણ સર્કલ, રામોલ-વિંઝોલ ચોકડી, નિકોલ સર્કલ અને વસ્ત્રાલ સર્કલ પર ઓવર બ્રિજ માટેની કામગીરી છેલ્લા એક અઠવાડિયાથી શરૂ કરવામાં આવી છે. આ સાથે જ લોકોની અગવડ પણ ઊભી થઈ રહી છે.

હાલમાં એસ.પી રિંગરોડ પર ઓવર બ્રિજ પહેલા અવરજવર માટે સર્વિસ રોડ પર આરસીસી રોડ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કારણે રિંગ રોડ પર દરરોજ 10થી વધુ કિલોમીટર લાંબી કતારો વાહનોની લાગી રહી છે. ટ્રાફિકજામમાં ઈમરજન્સી સેવાના વાહનો પણ ફસાઈ રહ્યા છે. તેમજ સાંજના સમયે ટ્રાફિક પોલીસ કે ટીઆરબી જવાન હાજર ન રહેવાના કારણે વાહનચાલકો માટે ભારે પરેશાની ઉભી થઈ રહી છે. વાહનચાલકોનું કહેવું છે કે, બ્રિજ બને તેની સામે વાંધો નથી, પરંતુ તેનું કામ ચાલે ત્યાં સુધી લોકોને હાલાકી ન પડે તે જોવાની ફરજ પણ તંત્રની છે.