Vadodaraમાં બુટલેગરોએ SMCની ટીમ પર કર્યો પથ્થરમારો, PIએ 2 રાઉન્ડ કર્યુ ફાયરિંગ

Dec 28, 2024 - 11:00
Vadodaraમાં બુટલેગરોએ SMCની ટીમ પર કર્યો પથ્થરમારો, PIએ 2 રાઉન્ડ કર્યુ ફાયરિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરામાં દરજીપુરા હાઈવે પર સ્ટેટ મોનિટરીંગની સેલની ટીમ દારૂ પકડવા માટે ગઈ હતી તે દરમિયાન ત્રણ બુટલેગરોએ ભેગા મળીને એસએમસીની ટીમ પર પથ્થરમારો કર્યો હતો તો એસએમસી ટીમના પીઆઈએ સ્વ બચાવ માટે બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ જેમાં ગોળી ટ્રકના કાચના આગળના ભાગે ઘુસી ગઈ હતી,એસએમસીની ટીમે 3 આરોપીની ધરપકડ કરી છે.

બુટલેગરનો SMCની ટીમ પર હુમલો

બુટલેગરો એટલા બેફામ બની ગયા છે કે તેઓ ગુજરાતમાં દારૂ ઘુસાડવામા માટે કંઈ પણ કરે છે આવી જ એક ઘટના વડોદરા જિલ્લામાં બની છે જેમાં દરોડા પાડવા ગયેલી SMCની ટીમ પર પથ્થરમારો બુટલેગરોએ કર્યો છે,કન્ટેનરમાં દારૂ ભરીને આવતો હતો તેવી માહિતી ટીમ પાસે હતી જેના કારણે દરોડા પાડવાના હતા દારૂના કટીંગ વખતે પહોંચી હતી SMCની ટીમ અને હાઇવે પર ટ્રાન્સપોર્ટના ગોડાઉનની બાજુમાં રેડ કરવા પહોંચી તે દરમિયાન આ ઘટના બની હતી,દારૂ ઘુસાડવાનો પ્રયાસ SMCએ બનાવ્યો નિષ્ફળ.

હરણી પોલીસ કરી રહી છે તપાસ

આ ઘટનામાં સ્ટેટ મોનિટરિંગ સેલે ત્રણ બટલેગરની ધરપકડ કરી છે. સાથે જ એક ફોર્ચ્યુનર કાર, એક કન્ટેનર અને અંદાજીત 22 લાખના દારૂ સહિત 60 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આ ઘટનામાં કુખ્યાત બુટલેગર ઝુબેર શફી મેમણ સહિત અન્ય પાંચને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. હાલ તમામ આરોપીઓ અને મુદ્દામાલને હરણી પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે. આગળની તપાસ હરણી પોલીસે હાથધરી છે.

દારૂ અને બિયર ભરેલું કન્ટેનર સાથે કાર જપ્ત

હરણી પોલીસ મથકની હદમાં આ બનાવ બન્યો છે જેના કારણે હરણી પોલીસ સ્ટેશનના પીઆઈ પણ સસ્પેન્ડ થઈ શકે છે,સ્ટેટ મોનેટરિંગ સેલ દ્વારા દરજીપુરા હાઇવે પર બાતમીને આધારે માર્યો હતો છાપો તો સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ આર જી ખાંટ એ સ્વ બચાવવા માટે ફાયરિંગ કરવાની ફરજ પડી હતી,ફાયરિંગ દરમિયાન કોઈ જાનહાની નથી થઈ અને ફાયરિંગની ઘટનાને લઇ એફએસએલની પણ મદદ લેવામાં આવી છે.હરણી પોલીસ મથકે ડીસીપી અભિષેક ગુપ્તા અને પીસીબી પીઆઇ દોડી આવ્યા હતા અને અંદાજે લાખો રૂપિયાનો દારૂ અને બિયરનો મુદ્દામાલ ઝડપાતા બુટલેગરમાં ફાફડાટ જોવા મળ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0