Gujarat : આવતીકાલે યોજાનારી કંડકટરની પરીક્ષામાં SC-STના ઉમેદવારો એસટી બસમાં વિનામૂલ્યે જશે

કંડકટરની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્રો ઉપર પહોચાડવા રાજ્ય સરકાર તેમજ ST બસ નિગમ સજ્જ છે. આવતીકાલે રાજ્યના વિવિધ કેન્દ્રો ઉપર કંડકટર કક્ષાની OMR આધારિત લેખિત પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષામાં ભાગ લેનાર અનુસૂચિત જનજાતિ-ST અને અનુસૂચિત જાતિ- SCના ઉમેદવારોને એસ. ટી. નિગમ દ્વારા વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્ર સુધી લાવવા લઇ જવાની સુવિધા આપવામાં આવશે.ઉમેદવારો માટે સારી સુવિધા એસ. ટી. નિગમની યાદીમાં જણાવ્યા અનુસાર, પરીક્ષા આપવા માટે ઉમેદવારો પોતાના પરીક્ષા કેન્દ્રો સુધી સમયસર પહોંચી શકે અને પરીક્ષા આપ્યા બાદ ઘરે પરત ફરી શકે તેના માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે નિગમ દ્વારા પોતાના તાબા હેઠળનાં તમામ વિભાગો, ડેપો અને સંચાલનમાં રહેલ સ્ટાફને પરીક્ષાના દિવસે ઉમેદવારોને કોઈ અગવડતા કે મુશ્કેલીઓ ન વેઠવી પડે તે બાબતને ધ્યાને લઇ તમામ વિભાગોને સુચના પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ વિશેષ સુવિધાનો મહત્તમ લાભ લેવા રાજ્યભરના પરીક્ષાર્થીઓને ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.મહત્વપૂર્ણ જાહેરાત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસટી નિગમ) દ્વારા આગામી પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. નિગમના તાબા હેઠળના તમામ વિભાગો, ડેપો અને સંચાલન સ્ટાફને સૂચના આપવામાં આવી છે કે પરીક્ષાના દિવસે કોઈપણ ઉમેદવારને કોઈ પણ પ્રકારની અગવડતા કે મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને કોઈ ફરિયાદ ઉભી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે. ઉમેદવારોને પહોંચાડાશે સ્થળ પર ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ૩ અને એસટી નિગમ દ્વારા કંડક્ટરની પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને એસટી નિગમે પરીક્ષા કેન્દ્રોની તૈયારીની સાથે સાથે ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચી શકે તે માટેની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરી છે. આ પહેલનો હેતુ પરીક્ષાર્થીઓને કોઈપણ જાતની પરેશાની વિના પરીક્ષા સ્થળ સુધી પહોંચવામાં મદદ કરવાનો છે.

Gujarat : આવતીકાલે યોજાનારી કંડકટરની પરીક્ષામાં SC-STના ઉમેદવારો એસટી બસમાં વિનામૂલ્યે જશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કંડકટરની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્રો ઉપર પહોચાડવા રાજ્ય સરકાર તેમજ ST બસ નિગમ સજ્જ છે. આવતીકાલે રાજ્યના વિવિધ કેન્દ્રો ઉપર કંડકટર કક્ષાની OMR આધારિત લેખિત પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષામાં ભાગ લેનાર અનુસૂચિત જનજાતિ-ST અને અનુસૂચિત જાતિ- SCના ઉમેદવારોને એસ. ટી. નિગમ દ્વારા વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્ર સુધી લાવવા લઇ જવાની સુવિધા આપવામાં આવશે.

ઉમેદવારો માટે સારી સુવિધા

એસ. ટી. નિગમની યાદીમાં જણાવ્યા અનુસાર, પરીક્ષા આપવા માટે ઉમેદવારો પોતાના પરીક્ષા કેન્દ્રો સુધી સમયસર પહોંચી શકે અને પરીક્ષા આપ્યા બાદ ઘરે પરત ફરી શકે તેના માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે નિગમ દ્વારા પોતાના તાબા હેઠળનાં તમામ વિભાગો, ડેપો અને સંચાલનમાં રહેલ સ્ટાફને પરીક્ષાના દિવસે ઉમેદવારોને કોઈ અગવડતા કે મુશ્કેલીઓ ન વેઠવી પડે તે બાબતને ધ્યાને લઇ તમામ વિભાગોને સુચના પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ વિશેષ સુવિધાનો મહત્તમ લાભ લેવા રાજ્યભરના પરીક્ષાર્થીઓને ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

મહત્વપૂર્ણ જાહેરાત

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસટી નિગમ) દ્વારા આગામી પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. નિગમના તાબા હેઠળના તમામ વિભાગો, ડેપો અને સંચાલન સ્ટાફને સૂચના આપવામાં આવી છે કે પરીક્ષાના દિવસે કોઈપણ ઉમેદવારને કોઈ પણ પ્રકારની અગવડતા કે મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને કોઈ ફરિયાદ ઉભી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે.

ઉમેદવારોને પહોંચાડાશે સ્થળ પર

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ૩ અને એસટી નિગમ દ્વારા કંડક્ટરની પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને એસટી નિગમે પરીક્ષા કેન્દ્રોની તૈયારીની સાથે સાથે ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચી શકે તે માટેની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરી છે. આ પહેલનો હેતુ પરીક્ષાર્થીઓને કોઈપણ જાતની પરેશાની વિના પરીક્ષા સ્થળ સુધી પહોંચવામાં મદદ કરવાનો છે.