Dahod: આશ્રમ શાળામાં શિક્ષક ભરતીમાં ભ્રષ્ટાચારનો વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજાએ કર્યો આક્ષેપ

આશ્રમ શાળામાં શિક્ષક ભરતીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ ભાઠીવાડા કેદારનાથ આશ્રમ શાળામાં શિક્ષક ભરતીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજાએ આ આક્ષેપ કર્યો છે.દાહોદની કેદારનાથ આશ્રમશાળામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજાએ દાહોદની કેદારનાથ આશ્રમશાળા પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. આ શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક માટે જગ્યા બહાર પાડવામાં આવેલી હતી, જેમાં ધારાધોરણ પ્રમાણે ઉમેદવારો પસંદગી પણ પામ્યા હતા અને ત્યારબાદ નિમણુંક આપવા માટે ઉમેદવાર પાસેથી રૂપિયા 17 લાખ જેટલા નાણાંની માગણી કરવામાં આવી હતી. ધારાસભ્યના પિતાએ નાણાં લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટી બચુભાઈ કિશોરીએ પૈસાની માગણી કર્યાનો આક્ષેપ MLA કનેયાલાલ કિશોરીના પિતાએ નાણાં લીધાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આશ્રમશાળાના ટ્રસ્ટી પ્રમુખ બચુભાઈ એન.કિશોરી દ્વારા પૈસાની માગણી કરવામાં આવી હતી. જે હાલમાં દાહોદ વિધાનસભાનાં ચૂંટાયેલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના પિતા છે. કેદારનાથ આશ્રમ શાળામાં નોકરી માટે નાણાં લીધા હોવાનો આક્ષેપ કરાયો છે. જ્યારે આશ્રમ શાળા ઉપર તમામ વિગતોની સત્યતા તપાસતા હતા, ત્યારે MLAના બોર્ડ સાથેની ગાડી પણ હાજર હતી. પુરાવા આપ્યા છતાં કોઈ કાર્યવાહી નહીં તમને જણાવી દઈએ કે અગાઉ પણ યુવરાજ સિંહે જણાવ્યું હતું કે આશ્રમ શાળામાં વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની ભરતીમાં સંચાલકોએ મોટો ભ્રષ્ટાચાર આચર્યો છે. અમે જિલ્લા શિક્ષણ અધિકારીને તમામ પ્રકારના આધાર પુરાવા સાથેની ફરિયાદ કરી હતી તેમ છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. આશ્રમશાળા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉલ્લેખનીય છે કે આશ્રમ શાળામાં ભરતીની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવતી નથી, તેના માટે ઓફલાઈન જ ફોર્મ સબમિટ કરવામાં આવે છે. જેના કારણે ઉમેદવાર સમય મુજબ પ્રક્રિયાને પૂર્ણ કરી ના કરતા આપમેળે જ બહાર નીકળી જાય છે અને આ સમગ્ર ગેરરીતિ મામલે દાહોદના જિલ્લા શિક્ષણ અધિકારીને પણ જાણ કરવામાં આવેલી છે અને આશ્રમશાળા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માગણી પણ કરી છે.

Dahod: આશ્રમ શાળામાં શિક્ષક ભરતીમાં ભ્રષ્ટાચારનો વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજાએ કર્યો આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આશ્રમ શાળામાં શિક્ષક ભરતીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ ભાઠીવાડા કેદારનાથ આશ્રમ શાળામાં શિક્ષક ભરતીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજાએ આ આક્ષેપ કર્યો છે.

દાહોદની કેદારનાથ આશ્રમશાળામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ

વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજાએ દાહોદની કેદારનાથ આશ્રમશાળા પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. આ શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક માટે જગ્યા બહાર પાડવામાં આવેલી હતી, જેમાં ધારાધોરણ પ્રમાણે ઉમેદવારો પસંદગી પણ પામ્યા હતા અને ત્યારબાદ નિમણુંક આપવા માટે ઉમેદવાર પાસેથી રૂપિયા 17 લાખ જેટલા નાણાંની માગણી કરવામાં આવી હતી. ધારાસભ્યના પિતાએ નાણાં લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ટ્રસ્ટી બચુભાઈ કિશોરીએ પૈસાની માગણી કર્યાનો આક્ષેપ

MLA કનેયાલાલ કિશોરીના પિતાએ નાણાં લીધાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આશ્રમશાળાના ટ્રસ્ટી પ્રમુખ બચુભાઈ એન.કિશોરી દ્વારા પૈસાની માગણી કરવામાં આવી હતી. જે હાલમાં દાહોદ વિધાનસભાનાં ચૂંટાયેલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના પિતા છે. કેદારનાથ આશ્રમ શાળામાં નોકરી માટે નાણાં લીધા હોવાનો આક્ષેપ કરાયો છે. જ્યારે આશ્રમ શાળા ઉપર તમામ વિગતોની સત્યતા તપાસતા હતા, ત્યારે MLAના બોર્ડ સાથેની ગાડી પણ હાજર હતી.

પુરાવા આપ્યા છતાં કોઈ કાર્યવાહી નહીં

તમને જણાવી દઈએ કે અગાઉ પણ યુવરાજ સિંહે જણાવ્યું હતું કે આશ્રમ શાળામાં વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની ભરતીમાં સંચાલકોએ મોટો ભ્રષ્ટાચાર આચર્યો છે. અમે જિલ્લા શિક્ષણ અધિકારીને તમામ પ્રકારના આધાર પુરાવા સાથેની ફરિયાદ કરી હતી તેમ છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.

આશ્રમશાળા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માગ

ઉલ્લેખનીય છે કે આશ્રમ શાળામાં ભરતીની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવતી નથી, તેના માટે ઓફલાઈન જ ફોર્મ સબમિટ કરવામાં આવે છે. જેના કારણે ઉમેદવાર સમય મુજબ પ્રક્રિયાને પૂર્ણ કરી ના કરતા આપમેળે જ બહાર નીકળી જાય છે અને આ સમગ્ર ગેરરીતિ મામલે દાહોદના જિલ્લા શિક્ષણ અધિકારીને પણ જાણ કરવામાં આવેલી છે અને આશ્રમશાળા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માગણી પણ કરી છે.