Ahmedabadમાં તાંત્રિકે પૈસા ડબલ કરવાની લાલચ આપી ફેક્ટરી માલિકની હત્યાનો કર્યો પ્રયાસ

અમદાવાદમાં તાંત્રિકે એક કા ચાર કરી આપવાનું કહીને ષડ્યંત્ર રચ્યું અને ફેકટરીના માલિકને તાંત્રિક વિધિના નામે સોડિયમ નાઈટ્રેટ નેનો 3 પીવડાવીને હત્યાનો પ્રયાસ કર્યો છે. ક્રાઈમ પેટ્રોલ શો જોઈને ભુવાએ કાવતરું ઘડ્યું છે. સરખેજ પોલીસે તાંત્રિકને ઝડપીને ફેકટરીના માલિકનો જીવ બચાવ્યો છે.ફરિયાદી ચાંગોદરમાં ફેક્ટરી ધરાવે છે તાંત્રિક વિધિ કરીને લોકોને મૂર્ખ બનાવતો આ આરોપી નવલસિંહ ચાવડા છે. ખુદને મહાણી મેલડી માતાનો ભુવો કહેતા આ આરોપીએ ફેકટરીના માલિકને તાંત્રિક વિધિના નામે લૂંટ વીથ હત્યાનો પ્રયાસ કર્યો છે. ઘટનાની વાત કરીએ તો સરખેજ વિસ્તારમાં રહેતા અને ચાંગોદરમાં એ.બી.આર કોસ્મેટિક ટ્રેડિંગ ફેકટરીના માલિક અભીજીતસિંહ રાજપુતને ભૂવા નવલસિંહ ચાવડાએ તાંત્રિક વિદ્યા જાણતા હોવાથી એકના ચાર ગણા રૂપિયા કરી આપવાની લાલચ આપીને ઠગાઈ કરી છે. આરોપીએ સોડિયમ નાઈટ્રેટ નેનો નામનું પ્રવાહી પીવડાવ્યું આરોપીએ છેતરપિંડી સાથે લૂંટ વિથ હત્યાનું પણ કાવતરું રચ્યું હતું. ફેકટરીના માલિકને 1 ડિસેમ્બરે બપોરે 3 વાગ્યે સનાથલ ખાતે રૂપિયા લઈને બોલાવ્યો હતો. ત્યારબાદ તાંત્રિક વિધિના નામે ફેકટરીના માલિકને પાણી કે દારૂમાં ઝેરી પદાર્થ ભેળવીને વિધિના બહાને પીવડાવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ સોડિયમ નાઈટ્રેટ નેનો નામનું પ્રવાહી પીવડાવતા અકસ્માત કે હાર્ટ એટેકથી માણસનું મૃત્યુ થઈ જાય છે. જેથી ભૂવાને આપેલા રૂપિયા પરત ના આપવા પડે અને યુવકનું મૃત્યુ થઈ જાય તેવું ષડયંત્ર રચ્યું હતું, પરંતુ સરખેજ પોલીસને ભુવા અંગે બાતમી મળતા તેમને એક યુવાનનો જીવ બચાવ્યો હતો અને તાંત્રિકની કરતૂતોનો પર્દાફાશ કરી ધરપકડ કરી છે. આરોપી ખુદને મેલડી માતાનો ભૂવો કહે છે પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી નવલસિંહ ચાવડા મૂળ વઢવાણનો રહેવાસી છે અને થોડા દિવસ પહેલા અમદાવાદના વેજલપુરમાં રહેવા આવ્યો છે. આરોપી વઢવાણમાં મ્હાણી મેલડી માતાનું મઢ આવેલું છે, ત્યાં ભુવાજી તરીકે તાંત્રિક વિધિ કરતો હતો. એટલું જ નહીં આ ભુવાજીની યુ-ટ્યુબ પર મોજે મસાણી નામની ચેનલ બનાવી છે. જેમાં તાંત્રિક વિદ્યા કરતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે. આરોપી ખુદને મેલડી માતાનો ભૂવો કહીને તાંત્રિક વિધિના નામે એક રૂપિયાના ચાર ગણા કરી આપવાનો વિશ્વાસ કેળવતો હતો. ભુવાના ચુંગાલમાં ફસાયેલો ફેકટરીનો માલિક તેના કૌટુંબિક સંબંધી થાય છે. સરખેજ પોલીસે આરોપીની ધરપકડ કરી આરોપીએ આ પ્રકારે અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. ખાસ કરી આ ભુવાજી ક્રાઈમ પેટ્રોલ શો વધારે જોતો હતો અને તેનાથી પ્રેરણા મેળવીને આરોપી નવલસિંહ ચાવડાએ સોડિયમ નાઈટ્રેટ નેનો ઉપયોગ કર્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ સોડિયમ નાઈટ્રેટ કોઈ બહારની લેબમાંથી ખરીદ્યું હતું. સરખેજ પોલીસે આરોપીની ધરપકડ કરીને સોડિયમ નાઈટ્રેટ પાવડર કબજે કરી FSLની મદદ લઈ તપાસ કરી રહી છે. 15 લાખના રોકાણ પર 45 લાખ કરવાની લાલચ આપી મહત્વનું છે કે આરોપી નવલસિંહે ફેકટરીના માલિક અભીજીતસિંહને 15 લાખના રોકાણ પર 45 કે 90 લાખ કરવાની લાલચ આપી હતી. પરંતુ ફરિયાદી પાસે ચારથી પાંચ લાખ રૂપિયા હતા. જેથી ભુવાજીએ ત્રણ ગણા પૈસા વિધિ બાદ આપવાનું કહ્યું હતુ, પરંતુ તે પહેલા પોલીસે ભુવાજીને ઝડપી લીધો. આ ભુવાજીએ તાંત્રિક વિધિથી અનેક લોકોનો ભોગ લીધો હોવાની આશંકા છે, જેને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

Ahmedabadમાં તાંત્રિકે પૈસા ડબલ કરવાની લાલચ આપી ફેક્ટરી માલિકની હત્યાનો કર્યો પ્રયાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં તાંત્રિકે એક કા ચાર કરી આપવાનું કહીને ષડ્યંત્ર રચ્યું અને ફેકટરીના માલિકને તાંત્રિક વિધિના નામે સોડિયમ નાઈટ્રેટ નેનો 3 પીવડાવીને હત્યાનો પ્રયાસ કર્યો છે. ક્રાઈમ પેટ્રોલ શો જોઈને ભુવાએ કાવતરું ઘડ્યું છે. સરખેજ પોલીસે તાંત્રિકને ઝડપીને ફેકટરીના માલિકનો જીવ બચાવ્યો છે.

ફરિયાદી ચાંગોદરમાં ફેક્ટરી ધરાવે છે

તાંત્રિક વિધિ કરીને લોકોને મૂર્ખ બનાવતો આ આરોપી નવલસિંહ ચાવડા છે. ખુદને મહાણી મેલડી માતાનો ભુવો કહેતા આ આરોપીએ ફેકટરીના માલિકને તાંત્રિક વિધિના નામે લૂંટ વીથ હત્યાનો પ્રયાસ કર્યો છે. ઘટનાની વાત કરીએ તો સરખેજ વિસ્તારમાં રહેતા અને ચાંગોદરમાં એ.બી.આર કોસ્મેટિક ટ્રેડિંગ ફેકટરીના માલિક અભીજીતસિંહ રાજપુતને ભૂવા નવલસિંહ ચાવડાએ તાંત્રિક વિદ્યા જાણતા હોવાથી એકના ચાર ગણા રૂપિયા કરી આપવાની લાલચ આપીને ઠગાઈ કરી છે.

આરોપીએ સોડિયમ નાઈટ્રેટ નેનો નામનું પ્રવાહી પીવડાવ્યું

આરોપીએ છેતરપિંડી સાથે લૂંટ વિથ હત્યાનું પણ કાવતરું રચ્યું હતું. ફેકટરીના માલિકને 1 ડિસેમ્બરે બપોરે 3 વાગ્યે સનાથલ ખાતે રૂપિયા લઈને બોલાવ્યો હતો. ત્યારબાદ તાંત્રિક વિધિના નામે ફેકટરીના માલિકને પાણી કે દારૂમાં ઝેરી પદાર્થ ભેળવીને વિધિના બહાને પીવડાવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ સોડિયમ નાઈટ્રેટ નેનો નામનું પ્રવાહી પીવડાવતા અકસ્માત કે હાર્ટ એટેકથી માણસનું મૃત્યુ થઈ જાય છે. જેથી ભૂવાને આપેલા રૂપિયા પરત ના આપવા પડે અને યુવકનું મૃત્યુ થઈ જાય તેવું ષડયંત્ર રચ્યું હતું, પરંતુ સરખેજ પોલીસને ભુવા અંગે બાતમી મળતા તેમને એક યુવાનનો જીવ બચાવ્યો હતો અને તાંત્રિકની કરતૂતોનો પર્દાફાશ કરી ધરપકડ કરી છે.

આરોપી ખુદને મેલડી માતાનો ભૂવો કહે છે

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી નવલસિંહ ચાવડા મૂળ વઢવાણનો રહેવાસી છે અને થોડા દિવસ પહેલા અમદાવાદના વેજલપુરમાં રહેવા આવ્યો છે. આરોપી વઢવાણમાં મ્હાણી મેલડી માતાનું મઢ આવેલું છે, ત્યાં ભુવાજી તરીકે તાંત્રિક વિધિ કરતો હતો. એટલું જ નહીં આ ભુવાજીની યુ-ટ્યુબ પર મોજે મસાણી નામની ચેનલ બનાવી છે. જેમાં તાંત્રિક વિદ્યા કરતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે. આરોપી ખુદને મેલડી માતાનો ભૂવો કહીને તાંત્રિક વિધિના નામે એક રૂપિયાના ચાર ગણા કરી આપવાનો વિશ્વાસ કેળવતો હતો. ભુવાના ચુંગાલમાં ફસાયેલો ફેકટરીનો માલિક તેના કૌટુંબિક સંબંધી થાય છે.

સરખેજ પોલીસે આરોપીની ધરપકડ કરી

આરોપીએ આ પ્રકારે અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. ખાસ કરી આ ભુવાજી ક્રાઈમ પેટ્રોલ શો વધારે જોતો હતો અને તેનાથી પ્રેરણા મેળવીને આરોપી નવલસિંહ ચાવડાએ સોડિયમ નાઈટ્રેટ નેનો ઉપયોગ કર્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ સોડિયમ નાઈટ્રેટ કોઈ બહારની લેબમાંથી ખરીદ્યું હતું. સરખેજ પોલીસે આરોપીની ધરપકડ કરીને સોડિયમ નાઈટ્રેટ પાવડર કબજે કરી FSLની મદદ લઈ તપાસ કરી રહી છે.

15 લાખના રોકાણ પર 45 લાખ કરવાની લાલચ આપી

મહત્વનું છે કે આરોપી નવલસિંહે ફેકટરીના માલિક અભીજીતસિંહને 15 લાખના રોકાણ પર 45 કે 90 લાખ કરવાની લાલચ આપી હતી. પરંતુ ફરિયાદી પાસે ચારથી પાંચ લાખ રૂપિયા હતા. જેથી ભુવાજીએ ત્રણ ગણા પૈસા વિધિ બાદ આપવાનું કહ્યું હતુ, પરંતુ તે પહેલા પોલીસે ભુવાજીને ઝડપી લીધો. આ ભુવાજીએ તાંત્રિક વિધિથી અનેક લોકોનો ભોગ લીધો હોવાની આશંકા છે, જેને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે.