Lakhtarના તલસાણા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં અધૂરાં કામથી વિવાદ
ગ્રામજનોએ MLAને જાણ કરતા અધિકારી અને કોન્ટ્રાક્ટર એકબીજાને ખો દેતા હોવાનું સામે આવ્યુ9 માસમાં કામ પૂરુ થવાનું હતું, 11 માસનું એક્સટેન્શન મળ્યું છતાં કામગીરી પૂર્ણ થઈ નથી ! વર્ષ 2022માં ખાતમુહૂર્ત બાદ હજુ પણ કામ પુરૂ ન થતા કર્મીઓને અન્યત્ર બેસવુ પડી રહ્યુ છે લખતર તાલુકાના તલસાણા ગામે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવાઈ રહ્યુ છે. વર્ષ 2022માં ખાતમુહૂર્ત બાદ હજુ પણ કામ પુરૂ ન થતા કર્મીઓને અન્યત્ર બેસવુ પડી રહ્યુ છે. તેમજ ગ્રામ્ય પ્રજાને પણ નાની મોટી બિમારી ટાણે હાલાકી વેઠવી પડી રહી છે. લખતર તાલુકાના તલસાણા ગામે આવેલ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર બિસ્માર બનતા નવુ આરોગ્ય કેન્દ્ર મંજૂર થયુ હતુ. રૂપિયા 83,94,211ના ખર્ચે બનનાર આ પીએચસીનું ખાતમુહૂર્ત ગત તા. 2-6-2022ના રોજ પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીના હસ્તે કરાયુ હતુ. ખાતમુહૂર્ત બાદ 9 માસમાં કામ પુરૂ કરવાનું હતુ. પરંતુ 9 માસમાં કામ પુરૂ ન થતા કોન્ટ્રાકટરને ગાંધીનગરથી એકસટેન્શન મળ્યુ હતુ. 11 માસના એકસટેન્શનનો પુરો થવાનો સમય પણ તા. 25-2-24 વીતિ ગયો છે. તેમ છતાં હજુ પીએચસીનું કામ અધુરૂ રહ્યુ છે. આથી કર્મીઓને કવાર્ટર્સમાં અને આયુષ વિભાગમાં ફરજ બજાવવી પડે છે. આ અંગે ગ્રામજનો દ્વારા ધારાસભ્ય પી.કે.પરમારને રજૂઆત કરવામાં આવતા તેઓએ પીઆઈયુના અધિકારી ધર્મેશ હળપતિ અને કોન્ટ્રાકટર સાથે વાત કરી હતી. જેમાં બન્ને એકબીજાને ખો આપતા જોવા મળ્યા હતા. કોન્ટ્રાકટરે બાકી બિલ ચૂકવાતા ન હોવાના લીધે કામ અટકયુ હોવાનું જણાવ્યુ હતુ. બીજી તરફ પીએચસીનું ખાતમુહૂર્ત કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીએ કર્યુ હોવાથી હાલ આ પીએચસી રાજકીય રંગે રંગાતા કામ અટકયુ હોવાનું પણ ચર્ચાય છે. આમ સરકારે તો લાખોના ખર્ચે પીએચસી સેન્ટર મંજૂર કરી બનાવી પણ દીધુ. પરંતુ તંત્રની આડોડાઇના કારણે લોકોને મુશ્કેલી ભોગવવી પડતી હોવાથી તાત્કાલિક કામ પુર્ણ કરી લોકોને નવા સેન્ટરમાં સેવા મળે એવી માંગ કરી રહયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ગ્રામજનોએ MLAને જાણ કરતા અધિકારી અને કોન્ટ્રાક્ટર એકબીજાને ખો દેતા હોવાનું સામે આવ્યુ
- 9 માસમાં કામ પૂરુ થવાનું હતું, 11 માસનું એક્સટેન્શન મળ્યું છતાં કામગીરી પૂર્ણ થઈ નથી !
- વર્ષ 2022માં ખાતમુહૂર્ત બાદ હજુ પણ કામ પુરૂ ન થતા કર્મીઓને અન્યત્ર બેસવુ પડી રહ્યુ છે
લખતર તાલુકાના તલસાણા ગામે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવાઈ રહ્યુ છે. વર્ષ 2022માં ખાતમુહૂર્ત બાદ હજુ પણ કામ પુરૂ ન થતા કર્મીઓને અન્યત્ર બેસવુ પડી રહ્યુ છે. તેમજ ગ્રામ્ય પ્રજાને પણ નાની મોટી બિમારી ટાણે હાલાકી વેઠવી પડી રહી છે.
લખતર તાલુકાના તલસાણા ગામે આવેલ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર બિસ્માર બનતા નવુ આરોગ્ય કેન્દ્ર મંજૂર થયુ હતુ. રૂપિયા 83,94,211ના ખર્ચે બનનાર આ પીએચસીનું ખાતમુહૂર્ત ગત તા. 2-6-2022ના રોજ પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીના હસ્તે કરાયુ હતુ. ખાતમુહૂર્ત બાદ 9 માસમાં કામ પુરૂ કરવાનું હતુ. પરંતુ 9 માસમાં કામ પુરૂ ન થતા કોન્ટ્રાકટરને ગાંધીનગરથી એકસટેન્શન મળ્યુ હતુ. 11 માસના એકસટેન્શનનો પુરો થવાનો સમય પણ તા. 25-2-24 વીતિ ગયો છે. તેમ છતાં હજુ પીએચસીનું કામ અધુરૂ રહ્યુ છે. આથી કર્મીઓને કવાર્ટર્સમાં અને આયુષ વિભાગમાં ફરજ બજાવવી પડે છે. આ અંગે ગ્રામજનો દ્વારા ધારાસભ્ય પી.કે.પરમારને રજૂઆત કરવામાં આવતા તેઓએ પીઆઈયુના અધિકારી ધર્મેશ હળપતિ અને કોન્ટ્રાકટર સાથે વાત કરી હતી. જેમાં બન્ને એકબીજાને ખો આપતા જોવા મળ્યા હતા. કોન્ટ્રાકટરે બાકી બિલ ચૂકવાતા ન હોવાના લીધે કામ અટકયુ હોવાનું જણાવ્યુ હતુ. બીજી તરફ પીએચસીનું ખાતમુહૂર્ત કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીએ કર્યુ હોવાથી હાલ આ પીએચસી રાજકીય રંગે રંગાતા કામ અટકયુ હોવાનું પણ ચર્ચાય છે. આમ સરકારે તો લાખોના ખર્ચે પીએચસી સેન્ટર મંજૂર કરી બનાવી પણ દીધુ. પરંતુ તંત્રની આડોડાઇના કારણે લોકોને મુશ્કેલી ભોગવવી પડતી હોવાથી તાત્કાલિક કામ પુર્ણ કરી લોકોને નવા સેન્ટરમાં સેવા મળે એવી માંગ કરી રહયા છે.