Surendranagar: પાંચાળ પ્રદેશના થાન અને ચોટીલામાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો
સાયલામાં 9 મિમી, લીંબડીમાં 3 મિમી વરસાદ નોંધાયોસુરેન્દ્રનગર-વઢવાણમાં ભારે બફારો, સાંજ સુધી મેઘમહેર નહીં બુધવારે જિલ્લાના 4 તાલુકામાં દિવસ દરમિયાન વરસાદની હાજરી જોવા મળી હતી સુરેન્દ્રનગર જિલ્લામાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. જેમાં બુધવારે જિલ્લાના 4 તાલુકામાં દિવસ દરમિયાન વરસાદની હાજરી જોવા મળી હતી. જિલ્લાના પાંચાળ પ્રદેશ એવા થાન અને ચોટીલામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે સાયલા અને લીંબડીમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં વર્તમાન ચોમાસુ નબળુ દેખાઈ રહ્યુ છે. અત્યાર સુધી જિલ્લામાં 38 ટકા જ વરસાદ થયો છે. ગત 2 વર્ષોની સરખામણીએ આ વરસાદ ઓછો છે. ત્યારે મેઘરાજા પણ જિલ્લામાં મન મુકીને વરસતા નથી. ત્યારે બુધવારે પણ જિલ્લામાં છુટો છવાયો વરસાદ પડયો હતો. જેમાં થાનમાં સૌથી વધુ 32 મિમી અને ચોટીલામાં 27 મિમી વરસાદ નોંધાયો છે. બીજી તરફ સાયલામાં 9 મિમી અને લીંબડીમાં 3 મિમી ઝાપટા સ્વરૂપે વરસ્યો હતો. જયારે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં દિવસભર લોકો બફારો અનુભવતા હતા. પરંતુ સાંજ સુધી વરસાદનું નામો નીશાન જોવા મળ્યુ નથી. હવામાન વિભાગે આગામી દિવસોમાં અને ખાસ કરીને સાતમ-આઠમના તહેવારો ઉપર વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે ગુરૂવારે તા. 22મીના રોજ પણ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શકયતા વર્ણવાઈ છે. ત્યારે હવામાન ખાતાની આગાહી મુજબ જિલ્લામાં વરસાદ વરસે તે તરફ સૌની નજર રહેલી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સાયલામાં 9 મિમી, લીંબડીમાં 3 મિમી વરસાદ નોંધાયો
- સુરેન્દ્રનગર-વઢવાણમાં ભારે બફારો, સાંજ સુધી મેઘમહેર નહીં
- બુધવારે જિલ્લાના 4 તાલુકામાં દિવસ દરમિયાન વરસાદની હાજરી જોવા મળી હતી
સુરેન્દ્રનગર જિલ્લામાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. જેમાં બુધવારે જિલ્લાના 4 તાલુકામાં દિવસ દરમિયાન વરસાદની હાજરી જોવા મળી હતી. જિલ્લાના પાંચાળ પ્રદેશ એવા થાન અને ચોટીલામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે સાયલા અને લીંબડીમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં વર્તમાન ચોમાસુ નબળુ દેખાઈ રહ્યુ છે. અત્યાર સુધી જિલ્લામાં 38 ટકા જ વરસાદ થયો છે. ગત 2 વર્ષોની સરખામણીએ આ વરસાદ ઓછો છે. ત્યારે મેઘરાજા પણ જિલ્લામાં મન મુકીને વરસતા નથી. ત્યારે બુધવારે પણ જિલ્લામાં છુટો છવાયો વરસાદ પડયો હતો. જેમાં થાનમાં સૌથી વધુ 32 મિમી અને ચોટીલામાં 27 મિમી વરસાદ નોંધાયો છે. બીજી તરફ સાયલામાં 9 મિમી અને લીંબડીમાં 3 મિમી ઝાપટા સ્વરૂપે વરસ્યો હતો. જયારે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં દિવસભર લોકો બફારો અનુભવતા હતા. પરંતુ સાંજ સુધી વરસાદનું નામો નીશાન જોવા મળ્યુ નથી. હવામાન વિભાગે આગામી દિવસોમાં અને ખાસ કરીને સાતમ-આઠમના તહેવારો ઉપર વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે ગુરૂવારે તા. 22મીના રોજ પણ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શકયતા વર્ણવાઈ છે. ત્યારે હવામાન ખાતાની આગાહી મુજબ જિલ્લામાં વરસાદ વરસે તે તરફ સૌની નજર રહેલી છે.