આર્મીની નોકરી છોડી પરત આવેલા યુવાનનો આપઘાત
જામનગરના નાઘેડીમાં પોતાનાં ઘરે ગળાફાંસો ખાધોસતત દારૃનો નશો કરી પરિવારને હેરાન-પરેશાન કરી મનમાની કરતો હોવાનું ખુલ્યું જામનગર : જામનગર નજીક નાઘેડી માં રહેતા અને ભારતીય આર્મીમાં ફરજ બજાવતા એક જવાને પોતાની નોકરી છોડીને ઘેર પરત આવી ગયા પછી દારૃની લતના કારણે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવાદોરી ટૂંકાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.જામનગર તાલુકાના લાવડીયા ગામના વતની અને આર્મીમાં ફરજ બજાવતા મહાવીરસિંહ ઉર્ફે મુન્નાભાઈ જાડેજા (ઉ.વ.૪૧) કે જેઓ જમ્મુ કાશ્મીરના આખનુર વિસ્તારમાં ભારતીય આર્મીમાં નોકરી કરતા હતા, અને એકાએક નોકરી છોડીને પરત આવી ગયા હતા, દરમિયાન તેઓ સતત દારૃનો નશો કરતા હતા, અને ઘર પરિવારના તમામ સભ્યોને હેરાન પરેશાન કરી મનમાની કરતા હોવાનું પોલીસ સમક્ષ જાણવા મળ્યું છે.પોતાની દારૃ પીવાની લતના કારણે ગઈકાલે પોતાના હાથે પંખા ના હુકમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ હરદેવસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં પંચપોથી બી ડિવિઝનના પ્રોબેશન પી.એસ.આઇ એચ. વી. રોયલા સમગ્ર મામલની તપાસ શરૃ કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગરના નાઘેડીમાં પોતાનાં ઘરે ગળાફાંસો ખાધો
સતત દારૃનો નશો કરી પરિવારને હેરાન-પરેશાન કરી મનમાની કરતો હોવાનું ખુલ્યું
જામનગર તાલુકાના લાવડીયા ગામના વતની અને આર્મીમાં ફરજ
બજાવતા મહાવીરસિંહ ઉર્ફે મુન્નાભાઈ જાડેજા (ઉ.વ.૪૧) કે જેઓ જમ્મુ કાશ્મીરના આખનુર
વિસ્તારમાં ભારતીય આર્મીમાં નોકરી કરતા હતા,
અને એકાએક નોકરી છોડીને પરત આવી ગયા હતા,
દરમિયાન તેઓ સતત દારૃનો નશો કરતા હતા,
અને ઘર પરિવારના તમામ સભ્યોને હેરાન પરેશાન કરી મનમાની કરતા હોવાનું પોલીસ
સમક્ષ જાણવા મળ્યું છે.
પોતાની દારૃ પીવાની લતના કારણે ગઈકાલે પોતાના હાથે પંખા ના હુકમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ હરદેવસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં પંચપોથી બી ડિવિઝનના પ્રોબેશન પી.એસ.આઇ એચ. વી. રોયલા સમગ્ર મામલની તપાસ શરૃ કરી છે.