Bharuch: માત્ર ભરૂચમાં ખત્રી સમાજ દ્વારા સૈકાઓથી ઉજવાતી કાજરા ચોથ
ખત્રી સમાજે કબીરપુરા વિસ્તારમાં આવેલ હિંગળાજ માતાના મંદિરેથી શોભાયાત્રા કાઢી હતી.ખત્રી સમાજ દ્વારા ઉલ્લાસભર્યા વાતાવરણમાં ઉજવણી કરાઈ ભરૂચ સિંધવાઈ માતાજીના મંદિર ખાતેથી નીકળેલી શોભાયાત્રાને નિહાળવા માટે માર્ગ પર લોકો ઉમટી પડયા હતા ભરૂચમાં વસતા ક્ષત્રિય એટલે કે ખત્રી સમાજે કબીરપુરા વિસ્તારમાં આવેલ હિંગળાજ માતાના મંદિરે કાજરા નચાવી શહેરના માર્ગો પર શોભાયાત્રા કાઢી હતી. આ શોભાયાત્રા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. ભરૂચ શહેરમાં ક્ષત્રિય એટલે કે ખત્રી સમાજ દ્વારા સૈકાઓથી ઉજવાતા કાજરા ચોથનાં તહેવારની ઉમંગ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં ઉજવણી કરાઈ હતી. ભરૂચ સિંધવાઈ માતાજીના મંદિર ખાતેથી નીકળેલી શોભાયાત્રાને નિહાળવા માટે માર્ગ પર લોકો ઉમટી પડયા હતા. અત્રે નોંધવુ રહ્યુ કે, સમગ્ર દેશ અને રાજયમાં માત્ર અને માત્ર ભરૂચ ખાતે જ કાજરા ચોથનો ઉત્સવ ઉજવાય છે. ક્ષત્રિય સમાજ દ્વારા ઉજવવામાં આવતા કાજરા ચોથના ઉત્સવ અંગે પ્રાચીન ધાર્મિક કથાવર્તાનો ઉલ્લેખ જોવા મળે છે. જેની વિગત જોતા પિતાના મૃત્યુનો બદલો લેવા પરશુરામ ભગવાન પૃથ્વી પરથી ક્ષત્રિયોનો નાશ કરવા આવ્યા હતા જેથી ક્ષત્રિયો એટલે કે ખત્રીઓના અસ્તિત્વનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો તે સમયે ક્ષત્રિયો પોતાની જાત તેમજ જ્ઞાતિને બચાવવા હિંગળાજ માતાની શરણે આવ્યા હતા. ચૈત્રવદ અમાસના દિવસે તેમણે હાલા પર્વતમાં હિંગળાજ માતાજીનું સ્થાપન કર્યુ હતુ. માતાએ ભગવાન પરશુરામને ગુસ્સો શાંત કરવા વિનંતી કરી હતી, ત્યારે ભગવાને ક્ષત્રિયો પાસે શસ્ત્રો મુકાવવા જણાવતા ક્ષત્રિયોએે શસ્ત્રો મુકી દીધા હતા. હવે આજીવકા માટે કોઈ સાધન રહ્યુ ન હતુ. ગુજરાન ચલાવવા કોઈ સાધન ન હોવાથી માતાને પ્રાર્થના કરી આજીવીકા ચલાવવા માર્ગદર્શન બતાવવા કહ્યુ હતુ. મા એ પોતાના સંતાનો ઉપર દયા દાખવી અને તેમને હાથવણાટની કળા બતાવી હતી. ક્ષત્રિયો દ્વારા સૌથી પહેલા નવ દિવસની મહેનત બાદ એક ચુંદડી બનાવાઈ હતી, જે ચુંદડી શ્રાવણ વદ ચોથના દીવસે સમાજના આગેવાન લોકો દ્વારા માતાજીને ઓઢાડવામાં આવી હતી. ત્યારથી ભરૂચમાં વસતો ક્ષત્રિય એટલે કે ખત્રી સમાજ કાજરા ચોથના નામે આ ઉત્સવની ઉજવણી કરે છે. આ ઉત્સવમાં ખત્રી સમાજની બહેનો ઉપવાસ કરે છે તેમજ ચોથના દિવસે સમાજની તમામ પરિણિત મહિલાઓ એક સમય ઉપવાસ કરીને તહેવારની રંગે ચંગે ઉજવણી કરે છે. તેમજ શ્રાવણ સુદ અગિયારસના દિવસથી ખત્રી સમાજના દરેક ઘરમાં માતાજીના જ્વારાની સ્થાપના કરવામાં આવે છે. શ્રાવણ વદ ચોથના દિવસે એક બાજઠ ઉપર માતાજીને બેસાડી તેમને ચુંદડી ઓઢાડવામાં આવે છે. ચોથના દિવસે કાજરાનું પ્રતિક લઈને સૌ જ્ઞાતિજનો ભરૂચ નગરના સિંધવાઈ માતાના મંદિરે યાત્રા સ્વરૂપે જાય છે. જયાં ધાર્મિક હોમ, હવન અને પૂજા કરાય છે. જે બાદ કાજરાના પ્રતિક અને વરઘોડાને લઈ કબીરપુરા, ખત્રીવાડ તરફ ક્ષત્રિય સમાજના લોકો ફરી છેલ્લે બરાનપુરા ખત્રીવાડમાં આવેલા હિંગળાજ માતાના મંદિરે કાજરાને વિદાય આપી નર્મદા નદીમાં વિસર્જન કરાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ખત્રી સમાજે કબીરપુરા વિસ્તારમાં આવેલ હિંગળાજ માતાના મંદિરેથી શોભાયાત્રા કાઢી હતી.
- ખત્રી સમાજ દ્વારા ઉલ્લાસભર્યા વાતાવરણમાં ઉજવણી કરાઈ
- ભરૂચ સિંધવાઈ માતાજીના મંદિર ખાતેથી નીકળેલી શોભાયાત્રાને નિહાળવા માટે માર્ગ પર લોકો ઉમટી પડયા હતા
ભરૂચમાં વસતા ક્ષત્રિય એટલે કે ખત્રી સમાજે કબીરપુરા વિસ્તારમાં આવેલ હિંગળાજ માતાના મંદિરે કાજરા નચાવી શહેરના માર્ગો પર શોભાયાત્રા કાઢી હતી. આ શોભાયાત્રા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. ભરૂચ શહેરમાં ક્ષત્રિય એટલે કે ખત્રી સમાજ દ્વારા સૈકાઓથી ઉજવાતા કાજરા ચોથનાં તહેવારની ઉમંગ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં ઉજવણી કરાઈ હતી.
ભરૂચ સિંધવાઈ માતાજીના મંદિર ખાતેથી નીકળેલી શોભાયાત્રાને નિહાળવા માટે માર્ગ પર લોકો ઉમટી પડયા હતા. અત્રે નોંધવુ રહ્યુ કે, સમગ્ર દેશ અને રાજયમાં માત્ર અને માત્ર ભરૂચ ખાતે જ કાજરા ચોથનો ઉત્સવ ઉજવાય છે. ક્ષત્રિય સમાજ દ્વારા ઉજવવામાં આવતા કાજરા ચોથના ઉત્સવ અંગે પ્રાચીન ધાર્મિક કથાવર્તાનો ઉલ્લેખ જોવા મળે છે.
જેની વિગત જોતા પિતાના મૃત્યુનો બદલો લેવા પરશુરામ ભગવાન પૃથ્વી પરથી ક્ષત્રિયોનો નાશ કરવા આવ્યા હતા જેથી ક્ષત્રિયો એટલે કે ખત્રીઓના અસ્તિત્વનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો તે સમયે ક્ષત્રિયો પોતાની જાત તેમજ જ્ઞાતિને બચાવવા હિંગળાજ માતાની શરણે આવ્યા હતા. ચૈત્રવદ અમાસના દિવસે તેમણે હાલા પર્વતમાં હિંગળાજ માતાજીનું સ્થાપન કર્યુ હતુ. માતાએ ભગવાન પરશુરામને ગુસ્સો શાંત કરવા વિનંતી કરી હતી, ત્યારે ભગવાને ક્ષત્રિયો પાસે શસ્ત્રો મુકાવવા જણાવતા ક્ષત્રિયોએે શસ્ત્રો મુકી દીધા હતા. હવે આજીવકા માટે કોઈ સાધન રહ્યુ ન હતુ. ગુજરાન ચલાવવા કોઈ સાધન ન હોવાથી માતાને પ્રાર્થના કરી આજીવીકા ચલાવવા માર્ગદર્શન બતાવવા કહ્યુ હતુ. મા એ પોતાના સંતાનો ઉપર દયા દાખવી અને તેમને હાથવણાટની કળા બતાવી હતી.
ક્ષત્રિયો દ્વારા સૌથી પહેલા નવ દિવસની મહેનત બાદ એક ચુંદડી બનાવાઈ હતી, જે ચુંદડી શ્રાવણ વદ ચોથના દીવસે સમાજના આગેવાન લોકો દ્વારા માતાજીને ઓઢાડવામાં આવી હતી. ત્યારથી ભરૂચમાં વસતો ક્ષત્રિય એટલે કે ખત્રી સમાજ કાજરા ચોથના નામે આ ઉત્સવની ઉજવણી કરે છે. આ ઉત્સવમાં ખત્રી સમાજની બહેનો ઉપવાસ કરે છે તેમજ ચોથના દિવસે સમાજની તમામ પરિણિત મહિલાઓ એક સમય ઉપવાસ કરીને તહેવારની રંગે ચંગે ઉજવણી કરે છે. તેમજ શ્રાવણ સુદ અગિયારસના દિવસથી ખત્રી સમાજના દરેક ઘરમાં માતાજીના જ્વારાની સ્થાપના કરવામાં આવે છે. શ્રાવણ વદ ચોથના દિવસે એક બાજઠ ઉપર માતાજીને બેસાડી તેમને ચુંદડી ઓઢાડવામાં આવે છે.
ચોથના દિવસે કાજરાનું પ્રતિક લઈને સૌ જ્ઞાતિજનો ભરૂચ નગરના સિંધવાઈ માતાના મંદિરે યાત્રા સ્વરૂપે જાય છે. જયાં ધાર્મિક હોમ, હવન અને પૂજા કરાય છે. જે બાદ કાજરાના પ્રતિક અને વરઘોડાને લઈ કબીરપુરા, ખત્રીવાડ તરફ ક્ષત્રિય સમાજના લોકો ફરી છેલ્લે બરાનપુરા ખત્રીવાડમાં આવેલા હિંગળાજ માતાના મંદિરે કાજરાને વિદાય આપી નર્મદા નદીમાં વિસર્જન કરાય છે.