ગુજરાતમાં વાવાઝોડાની આફતના એંધાણ, અરબ સાગર અને બંગાળની ખાડીની સિસ્ટમ ભેગી
Heavy Rains To Continue Due to Deep Depression : આજે 29 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છમાં 45 થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાનાર પવન વધુ તેજ બનતાં 65 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવવાના અણસાર છે. હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છ પર બનનાર ડીપ ડિપ્રેશન ગત છ કલાક દરમિયાન લગભગ એક જ જગ્યાએ સર્જાયું છે. થોડા દિવસ અગાઉ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું હતું તે આગળ વધીને વેલમાર્ક લો પ્રેશરમાં તબદીલ થયું હતું, જે હવે લો પ્રેશર ડિપ્રેશનમાં તબદીલ થયા બાદ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ડીપ ડિપ્રેશન નબળું પડવાને બદલે વધુ મજબૂત બનતા 30 ઓગસ્ટ સુધીમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. ગઇકાલે (28 ઓગસ્ટ) ના રોજ ભારતીય સમયાનુસાર 23:30 વાગે તે એજ વિસ્તારમાં કેન્દ્રીત રહ્યું, જ્યાં ગુજરાતના ભૂજથી 50 કિમી ઉત્તર-ઉત્તર-પશ્ચિમ, નલિયાથી 100 કિમી પૂર્વ-ઉત્તર-પૂર્વ અને પાકિસ્તાનના કરાંચીથી 290 કિમી પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં છે.આ પણ વાંચો : સાવચેતી રાખજો! સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહીઆ સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં ધીમે ધીમે પશ્વિમ-દક્ષિણ-પશ્વિમ તરફ વધશે ને આજે 29 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છ અને પાકિસ્તાનના તટીય આસપાસના વિસ્તારો સુધી પહોંચી જશે. આ પશ્વિમ-દક્ષિણ-પશ્વિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને 30 ઓગસ્ટ સવાર સુધી કચ્છ અને આસપાસના સૌરાષ્ટ્ર અને પાકિસ્તાનના તટોથી દૂર ઉત્તર-પૂર્વ અરબ સાગરમાં ઉદભવશે.આ પણ વાંચો : Ground Report : જામનગરમાં પૂરના પાણી ઓસરવાનું શરૂ, તારાજીના દ્રશ્યો જોઇ હચમચી ઉઠશોહવામાન વિભાગે પોતાને અપડેટમાં કહ્યું કે આ ભારતીય તટથી દૂર ઉત્તર-પૂર્વ-અરબ સાગર ઉપર પશ્વિમ-દક્ષિણ-પશ્વિમ તરફ આગળ વધતાં, 30 ઓગસ્ટના રોજ ઉત્તર-પૂર્વ અરબ સાગરમાં પોતાનું વિકારળ સ્વરૂપ બતાવશે. વાવાઝોડાની ગતિવિધના લીધે ભારે વરસાદના અણસારડીપ ડિપ્રેશનના લીધે આજે 29 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ, કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. ત્યારે 30 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. ભારે પવન ફૂંકાવવાની આગાહીહવામાન વિભાગે પોતાના તાજા અપડેટમાં કહ્યું કે આજે 29 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં 45 થી 55 કિમી પ્રતિ કલાકની ગતિએ ફૂંકાનાર પવન વધુ ગતિ પકડતાં 65 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવવાની આગાહી છે. તો બીજી તરફ 30 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે અને પાકિસ્તાનના તટ અને પૂર્વોત્તર તથા તેની આસપાસના પૂર્વ મધ્ય અરબ સાગરના વિસ્તારોમાં 55 થી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાવવાની આશંકા છે. આજે ઉત્તર મહારાષ્ટ્રના તટ અને તેને અડીને આવેલા તટીય વિસ્તારોમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની હડપે ફૂંકાનાર પવન વધુ તેજ બનતાં 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાના અણસાર છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Heavy Rains To Continue Due to Deep Depression : આજે 29 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છમાં 45 થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાનાર પવન વધુ તેજ બનતાં 65 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવવાના અણસાર છે. હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છ પર બનનાર ડીપ ડિપ્રેશન ગત છ કલાક દરમિયાન લગભગ એક જ જગ્યાએ સર્જાયું છે. થોડા દિવસ અગાઉ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું હતું તે આગળ વધીને વેલમાર્ક લો પ્રેશરમાં તબદીલ થયું હતું, જે હવે લો પ્રેશર ડિપ્રેશનમાં તબદીલ થયા બાદ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ડીપ ડિપ્રેશન નબળું પડવાને બદલે વધુ મજબૂત બનતા 30 ઓગસ્ટ સુધીમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે.
ગઇકાલે (28 ઓગસ્ટ) ના રોજ ભારતીય સમયાનુસાર 23:30 વાગે તે એજ વિસ્તારમાં કેન્દ્રીત રહ્યું, જ્યાં ગુજરાતના ભૂજથી 50 કિમી ઉત્તર-ઉત્તર-પશ્ચિમ, નલિયાથી 100 કિમી પૂર્વ-ઉત્તર-પૂર્વ અને પાકિસ્તાનના કરાંચીથી 290 કિમી પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં છે.
આ પણ વાંચો : સાવચેતી રાખજો! સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી
આ સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં ધીમે ધીમે પશ્વિમ-દક્ષિણ-પશ્વિમ તરફ વધશે ને આજે 29 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છ અને પાકિસ્તાનના તટીય આસપાસના વિસ્તારો સુધી પહોંચી જશે. આ પશ્વિમ-દક્ષિણ-પશ્વિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને 30 ઓગસ્ટ સવાર સુધી કચ્છ અને આસપાસના સૌરાષ્ટ્ર અને પાકિસ્તાનના તટોથી દૂર ઉત્તર-પૂર્વ અરબ સાગરમાં ઉદભવશે.
આ પણ વાંચો : Ground Report : જામનગરમાં પૂરના પાણી ઓસરવાનું શરૂ, તારાજીના દ્રશ્યો જોઇ હચમચી ઉઠશો
હવામાન વિભાગે પોતાને અપડેટમાં કહ્યું કે આ ભારતીય તટથી દૂર ઉત્તર-પૂર્વ-અરબ સાગર ઉપર પશ્વિમ-દક્ષિણ-પશ્વિમ તરફ આગળ વધતાં, 30 ઓગસ્ટના રોજ ઉત્તર-પૂર્વ અરબ સાગરમાં પોતાનું વિકારળ સ્વરૂપ બતાવશે.
વાવાઝોડાની ગતિવિધના લીધે ભારે વરસાદના અણસાર
ડીપ ડિપ્રેશનના લીધે આજે 29 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ, કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. ત્યારે 30 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.
ભારે પવન ફૂંકાવવાની આગાહી
હવામાન વિભાગે પોતાના તાજા અપડેટમાં કહ્યું કે આજે 29 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં 45 થી 55 કિમી પ્રતિ કલાકની ગતિએ ફૂંકાનાર પવન વધુ ગતિ પકડતાં 65 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવવાની આગાહી છે.
તો બીજી તરફ 30 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે અને પાકિસ્તાનના તટ અને પૂર્વોત્તર તથા તેની આસપાસના પૂર્વ મધ્ય અરબ સાગરના વિસ્તારોમાં 55 થી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાવવાની આશંકા છે. આજે ઉત્તર મહારાષ્ટ્રના તટ અને તેને અડીને આવેલા તટીય વિસ્તારોમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની હડપે ફૂંકાનાર પવન વધુ તેજ બનતાં 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાના અણસાર છે.