Suratમાં લોકોની વચ્ચે રોફ જમાવી કાર ચાલકે હવામાં કર્યુ ફાયરિંગ, સ્થાનિકો ભાગ્યા
સુરતના સરથાણા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે જેમાં કાર ચાલકે કાર ઉભી રાખીને હવામાં ફાયરિંગ કર્યુ હતુ,સરથાણાના વ્રજ રેસિડેન્સીમાં આ ઘટના બની હતી જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો,આ સમગ્ર ઘટનામાં પોલીસે કારના નંબરના આધારે વધુ તપાસ કરી છે.આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસ દોડતી થઈ સુરતના સરથાણા વિસ્તારમાં કાર ચાલકે ફલેટની વચ્ચે કાર ઉભી રાખીને હવામાં ફાયરિંગ કર્યું હોવાની વાત સામે આવી છે.કાર ચાલક અચાનક ફલેટમાં આવે છે અને ફલેટની વચ્ચે તે કાર ઉભી રાખે છે,ત્યારે આસપાસના લોકોને એમ કે કોઈ કામથી કાર ઉભી રાખી હશે પરંતુ થોડીક જ મિનિટો પછી કારનો કાચ ખોલીને હવામાં ફાયરિંગ થતા આસપાસના લોકો ત્યાંથી ભાગી જાય છે,કાર ચાલક કારમાં બેસીને કાચ ખોલીને ફાયરિંગ કરી રહ્યો છે. વ્રજરાજ રેસિડન્સીમાં ફાયરિંગની ઘટના સરથાણાના વ્રજરાજ રેસિડન્ડસીમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે,આસપાસના સ્થાનિકોએ પોલીસને જાણ કરીને આ સમગ્ર ઘટનાને લઈ વાત કરી હતી,ત્યારે પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને કારના નંબરના આધારે વધુ તપાસ હાથધરી હતી.ત્યારે પોલીસની તપાસમાં શું વધુ ખુલાસા થાય છે તે જોવું રહ્યું.અજાણ્યા આરોપી સામે હાલ પોલીસે ગુનો નોંધીને તેને ઝડપવાની કાર્યવાહી હાથધરી છે. આરોપી કયાંનો છે તેની કોઈ માહિતી હાલ નહી સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ હાથધરી છે,આરોપી પાસે જે પિસ્તલ છે તે લાયસન્સ વાળી છે કે લાયસન્સ વિનાની છે તેને લઈ તપાસ ચાલી રહી છે.આવી રીતે લોકોમાં રોફ જમાવીને અને લોકોને ડરાવીને ફાયરિંગ કરવું એ કોઈ સારી વાત નથી,પરંતુ આવુ થયા બાદ પોલીસ તેને જેલ હવાલે મોકલશે તે પણ નક્કી છે,અગામી સમયમાં શું વધુ ખુલાસા થાય છે અને આરોપી કોણ છે તે જોવાનું રહ્યું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના સરથાણા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે જેમાં કાર ચાલકે કાર ઉભી રાખીને હવામાં ફાયરિંગ કર્યુ હતુ,સરથાણાના વ્રજ રેસિડેન્સીમાં આ ઘટના બની હતી જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો,આ સમગ્ર ઘટનામાં પોલીસે કારના નંબરના આધારે વધુ તપાસ કરી છે.આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
પોલીસ દોડતી થઈ
સુરતના સરથાણા વિસ્તારમાં કાર ચાલકે ફલેટની વચ્ચે કાર ઉભી રાખીને હવામાં ફાયરિંગ કર્યું હોવાની વાત સામે આવી છે.કાર ચાલક અચાનક ફલેટમાં આવે છે અને ફલેટની વચ્ચે તે કાર ઉભી રાખે છે,ત્યારે આસપાસના લોકોને એમ કે કોઈ કામથી કાર ઉભી રાખી હશે પરંતુ થોડીક જ મિનિટો પછી કારનો કાચ ખોલીને હવામાં ફાયરિંગ થતા આસપાસના લોકો ત્યાંથી ભાગી જાય છે,કાર ચાલક કારમાં બેસીને કાચ ખોલીને ફાયરિંગ કરી રહ્યો છે.
વ્રજરાજ રેસિડન્સીમાં ફાયરિંગની ઘટના
સરથાણાના વ્રજરાજ રેસિડન્ડસીમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે,આસપાસના સ્થાનિકોએ પોલીસને જાણ કરીને આ સમગ્ર ઘટનાને લઈ વાત કરી હતી,ત્યારે પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને કારના નંબરના આધારે વધુ તપાસ હાથધરી હતી.ત્યારે પોલીસની તપાસમાં શું વધુ ખુલાસા થાય છે તે જોવું રહ્યું.અજાણ્યા આરોપી સામે હાલ પોલીસે ગુનો નોંધીને તેને ઝડપવાની કાર્યવાહી હાથધરી છે.
આરોપી કયાંનો છે તેની કોઈ માહિતી હાલ નહી
સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ હાથધરી છે,આરોપી પાસે જે પિસ્તલ છે તે લાયસન્સ વાળી છે કે લાયસન્સ વિનાની છે તેને લઈ તપાસ ચાલી રહી છે.આવી રીતે લોકોમાં રોફ જમાવીને અને લોકોને ડરાવીને ફાયરિંગ કરવું એ કોઈ સારી વાત નથી,પરંતુ આવુ થયા બાદ પોલીસ તેને જેલ હવાલે મોકલશે તે પણ નક્કી છે,અગામી સમયમાં શું વધુ ખુલાસા થાય છે અને આરોપી કોણ છે તે જોવાનું રહ્યું.