Gandhinagar: ગાંધીનગરમાં વિમેન્સ ક્રિકેટ કપ-2024નું આયોજન, ટુર્નામેન્ટમાં 8 વિમેન્સ ટીમ લેશે ભાગ

વિમેન્સ ક્રિકેટ કપ 2024નું ગાંધીનગરમાં આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ 8 ટીમ ગાંધીનગર ખાતે ક્રિકેટ રમશે. મહિલાઓ માટે પહેલી વાર આ પ્રકારે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આખી ટુર્નામેન્ટનું આયોજન ગર્લ્સ ખેલાડીઓના માતા પિતા દ્વારા કરવામાં આવે છે. ગાંધીનગર, વડોદરા, અમદાવાદની ટીમો અઠવાડિયા સુધી આ ટુર્નામેન્ટમાં રમશે. મળતી માહિતી મુજબ, ગાંધીનગરમાં પહેલી વાર મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગર અને આસપાસના શહેરોમાં મહિલાઓને ક્રિકેટ પ્રત્યે ખાસ લગાવ જોવા મળતો હોય છે. ત્યારે તેઓ પણ ટીવીમાં જ મેચ જોવાને બદલે ગ્રાઉન્ડ પર આવી મેચ રમી શકે તે માટે ગાંધીનગર મહિલા વાલી મંડળ દ્વારા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. મહિલાઓ અને યુવતીઓ ગ્રાઉન્ડ પર ઉતરી પોતાનું કૌવત બતાવી શકે તે માટે આ ખાસ આયોજન કરાયું છે.આ ક્રિકેટ ટુર્નામેન્ટ ગાંધીનગરના સેક્ટર 8 ખાતે આવેલા GSA એટલે કે ગાંધીનગર સ્પોર્ટ્સ એકેડેમી ખાતે રમાશે, સાથે અન્ય મેચો NHCA મેદાન પોર ખાતે યોજાશે. આ વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024નું સાત 7 દિવસનું આયોજન કરાયું છે. 17 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી યોજાનારા આ ટુર્નામેન્ટમાં વિવિધ શહેરોની 8 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં ગાંધીનગરની કુલ 4 ટીમો, અમદાવાદની 3 તેમજ વડોદરાની 1 ટીમ મેચ રમવા માટે આવશે. ટુર્નામેન્ટની સેમિફાઇનલ 22, 23 નવેમ્બરે યોજાશે, જ્યારે 24 નવેમ્બરે ફાઇનલ મેચ રમાશે. મહત્વનું છે કે, જે ટીમ વિજેતા બનશે તેને 15 હજાર રૂપિયા કેસ તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવશે. જ્યારે રનર-અપ ટીમને 5 હજાર અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરાશે. મેચના ટાઇમિંગ વિશે વાત કરીએ તો એક દિવસમાં બે મેચનું આયોજન કરવામાં આવશે. જેમાં પહેલી મેચ સવારે 8 કલાકે તેમજ બીજી મેચ બપોરે 1 કલાકે રમાશે.આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનથી ગાંધીનગર જ નહીં પરંતુ આસપાસના શહેરો ક્રિકેટમાં ટેલેન્ટ ધરાવતી મહિલાઓ કે યુવતીઓને આગળ આવવા માટે ઉજ્જવળ તક મળી રહેશે. હાલ તો, ગાંધીનગર પેરેન્ટ ગ્રુપ દ્વારા આયોજીત આ ટુર્નામેન્ટ હાલ ટૉક ઓફ ધ ટાઉન બની રહી છે. કારણ કે આ ટુર્નામેન્ટ થકી ગાંધીનગર તેમજ આસપાસના વિસ્તાર તેમજ શહેરોની યુવતીઓને ખાસ પ્લેટફોર્મ મળી રહેશે.

Gandhinagar: ગાંધીનગરમાં વિમેન્સ ક્રિકેટ કપ-2024નું આયોજન, ટુર્નામેન્ટમાં 8 વિમેન્સ ટીમ લેશે ભાગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વિમેન્સ ક્રિકેટ કપ 2024નું ગાંધીનગરમાં આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ 8 ટીમ ગાંધીનગર ખાતે ક્રિકેટ રમશે. મહિલાઓ માટે પહેલી વાર આ પ્રકારે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આખી ટુર્નામેન્ટનું આયોજન ગર્લ્સ ખેલાડીઓના માતા પિતા દ્વારા કરવામાં આવે છે. ગાંધીનગર, વડોદરા, અમદાવાદની ટીમો અઠવાડિયા સુધી આ ટુર્નામેન્ટમાં રમશે. 

મળતી માહિતી મુજબ, ગાંધીનગરમાં પહેલી વાર મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગર અને આસપાસના શહેરોમાં મહિલાઓને ક્રિકેટ પ્રત્યે ખાસ લગાવ જોવા મળતો હોય છે. ત્યારે તેઓ પણ ટીવીમાં જ મેચ જોવાને બદલે ગ્રાઉન્ડ પર આવી મેચ રમી શકે તે માટે ગાંધીનગર મહિલા વાલી મંડળ દ્વારા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. મહિલાઓ અને યુવતીઓ ગ્રાઉન્ડ પર ઉતરી પોતાનું કૌવત બતાવી શકે તે માટે આ ખાસ આયોજન કરાયું છે.

આ ક્રિકેટ ટુર્નામેન્ટ ગાંધીનગરના સેક્ટર 8 ખાતે આવેલા GSA એટલે કે ગાંધીનગર સ્પોર્ટ્સ એકેડેમી ખાતે રમાશે, સાથે અન્ય મેચો NHCA મેદાન પોર ખાતે યોજાશે. આ વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024નું સાત 7 દિવસનું આયોજન કરાયું છે. 17 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી યોજાનારા આ ટુર્નામેન્ટમાં વિવિધ શહેરોની 8 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં ગાંધીનગરની કુલ 4 ટીમો, અમદાવાદની 3 તેમજ વડોદરાની 1 ટીમ મેચ રમવા માટે આવશે. ટુર્નામેન્ટની સેમિફાઇનલ 22, 23 નવેમ્બરે યોજાશે, જ્યારે 24 નવેમ્બરે ફાઇનલ મેચ રમાશે. 

મહત્વનું છે કે, જે ટીમ વિજેતા બનશે તેને 15 હજાર રૂપિયા કેસ તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવશે. જ્યારે રનર-અપ ટીમને 5 હજાર અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરાશે. મેચના ટાઇમિંગ વિશે વાત કરીએ તો એક દિવસમાં બે મેચનું આયોજન કરવામાં આવશે. જેમાં પહેલી મેચ સવારે 8 કલાકે તેમજ બીજી મેચ બપોરે 1 કલાકે રમાશે.આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનથી ગાંધીનગર જ નહીં પરંતુ આસપાસના શહેરો ક્રિકેટમાં ટેલેન્ટ ધરાવતી મહિલાઓ કે યુવતીઓને આગળ આવવા માટે ઉજ્જવળ તક મળી રહેશે. હાલ તો, ગાંધીનગર પેરેન્ટ ગ્રુપ દ્વારા આયોજીત આ ટુર્નામેન્ટ હાલ ટૉક ઓફ ધ ટાઉન બની રહી છે. કારણ કે આ ટુર્નામેન્ટ થકી ગાંધીનગર તેમજ આસપાસના વિસ્તાર તેમજ શહેરોની યુવતીઓને ખાસ પ્લેટફોર્મ મળી રહેશે.