રાજ્યના 33,000થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે ઘઉં વેચવા કરાવ્યું રજિસ્ટ્રેશન
ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી 'રવિ માર્કેટીંગ સીઝન 2025-26' અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 2,425 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે 13 જાન્યુઆરી 2025ની સ્થિતિએ રાજ્યભરમાંથી 33,863 ખેડૂતોએ નોંધણી કરાવી છે. હાલમાં પણ ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા કાર્યરત છે.214 ખરીદ કેન્દ્રો ઉભા કરવામાં આવશે રવિ માર્કેટીંગ સીઝન 2025-26 અંતર્ગત આગામી 1 માર્ચ 2025થી ઘઉંની ખરીદી કરવામાં આવશે. જેને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા 194 ખરીદ કેન્દ્રો અને જે જિલ્લાઓમાં વધારે નોંધણી થઈ હોય અને ગોડાઉન ખાતે પૂરતી સંગ્રહશક્તિ ઉપલબ્ધ ન હોય તેવા જિલ્લાઓમાં તાલુકા કક્ષાએ APMC ખાતે 20 નવા ખરીદ કેન્દ્રો એમ કુલ 214 ખરીદ કેન્દ્રો ઉભા કરવામાં આવશે. ખેડૂતોએ આ વાતનું રાખવું ખાસ ધ્યાન આ ઓનલાઈન નોંધણી માટે ખેડૂતની આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો 7/12, 8-અની નકલ, ગામ નમૂના 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ જેવા જરૂરી પુરાવા સાથે રાખવાના રહેશે. રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા હોય તો આ માટે ઓનલાઇન નોંધણી કરવી ફરજિયાત છે. 2017થી અત્યાર સુધી 2.58 લાખ ખેડૂતોને SMS મારફતે જાણ કરવામાં આવી વધુમાં, ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ-ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે. નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટસ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ-કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવી. ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો તેવા કિસ્સામાં ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ પણ નહીં કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017થી નિગમના FPP પોર્ટલ ઉપર નોંધણી કરાયેલા 2.58 લાખથી વધુના ખેડૂતોને ટેકાના ભાવે ઘઉંની ખરીદી અંગેની માહિતી SMS મારફતે કરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી 'રવિ માર્કેટીંગ સીઝન 2025-26' અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 2,425 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે 13 જાન્યુઆરી 2025ની સ્થિતિએ રાજ્યભરમાંથી 33,863 ખેડૂતોએ નોંધણી કરાવી છે. હાલમાં પણ ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા કાર્યરત છે.
214 ખરીદ કેન્દ્રો ઉભા કરવામાં આવશે
રવિ માર્કેટીંગ સીઝન 2025-26 અંતર્ગત આગામી 1 માર્ચ 2025થી ઘઉંની ખરીદી કરવામાં આવશે. જેને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા 194 ખરીદ કેન્દ્રો અને જે જિલ્લાઓમાં વધારે નોંધણી થઈ હોય અને ગોડાઉન ખાતે પૂરતી સંગ્રહશક્તિ ઉપલબ્ધ ન હોય તેવા જિલ્લાઓમાં તાલુકા કક્ષાએ APMC ખાતે 20 નવા ખરીદ કેન્દ્રો એમ કુલ 214 ખરીદ કેન્દ્રો ઉભા કરવામાં આવશે.
ખેડૂતોએ આ વાતનું રાખવું ખાસ ધ્યાન
આ ઓનલાઈન નોંધણી માટે ખેડૂતની આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો 7/12, 8-અની નકલ, ગામ નમૂના 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ જેવા જરૂરી પુરાવા સાથે રાખવાના રહેશે. રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા હોય તો આ માટે ઓનલાઇન નોંધણી કરવી ફરજિયાત છે.
2017થી અત્યાર સુધી 2.58 લાખ ખેડૂતોને SMS મારફતે જાણ કરવામાં આવી
વધુમાં, ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ-ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે. નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટસ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ-કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવી. ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો તેવા કિસ્સામાં ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ પણ નહીં કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017થી નિગમના FPP પોર્ટલ ઉપર નોંધણી કરાયેલા 2.58 લાખથી વધુના ખેડૂતોને ટેકાના ભાવે ઘઉંની ખરીદી અંગેની માહિતી SMS મારફતે કરવામાં આવી છે.