GST વિભાગના રાજ્યમાં 36 સ્થળોએ દરોડા, 7.49 કરોડની કરચોરી ઝડપાઈ

ટ્યુશન ક્લાસીસ સંચાલકોને ત્યાં GSTના રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે અને GST વિભાગ દ્વારા ટ્યુશન ક્લાસીસ સંચાલકોને ત્યાં મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, રાજકોટ, જૂનાગઢ, મહેસાણા, પાલનપુર, સુરેન્દ્રનગર, સુરત સહિતના શહેરમાં 36 સ્થળોએ GST વિભાગે દરોડા પાડ્યા છે.10 દિવસથી અલગ અલગ ટીમો દ્વારા કાર્યવાહી ચાલી રહી છે ત્યારે રાજ્યના કુલ 36 સ્થળે મળીને 11 કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ પર દરોડા અને જપ્તીની કાર્યવાહી પણ GST વિભાગ દ્વારા કરવામાં આવી છે. SGST વિભાગે કોચિંગ ક્લાસિસમાં દરોડા દરમિયાન 7.49 કરોડની કરચોરી ઝડપી છે. આ સાથે જ હજુ તપાસ દરમિયાન કરચોરીનો આંકડો વધે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વેરાના દરનું ખોટું અવલોકન અને વેરા શાખનો ખોટો દાવો તેમજ બિનહિસાબી વેચાણ જેવી અનિયમિતતા પણ તપાસમાં સામે આવી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 10 દિવસથી અલગ અલગ ટીમો દ્વારા કાર્યવાહી ચાલી રહી હતી. ગઈકાલે પણ અમદાવાદમાં પાન મસાલા, તમાકુના ડીલરો પર SGST વિભાગે દરોડા પાડ્યા હતા તમને જણાવી દઈએ કે રાજ્યમાં કરચોરી કરનારા વેપારીઓ ઉપર ગઈકાલે SGST વિભાગે રેડ કરી હતી અને કરચોરી કરનારા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદમાં પણ 10 સ્થળોએ SGST વિભાગે દરોડા પાડ્યા હતા. પાન મસાલા, તમાકુના ડીલરો પર SGST વિભાગે દરોડા પાડ્યા અને કરોડો રૂપિયાના બિનહિસાબી રોકડના વ્યવહારો મળી આવ્યા હતા. SGST વિભાગે ચાંગોદર, S.G.હાઈવે સહિત શહેરના અલગ અલગ 10 સ્થળોએ દરોડા પાડ્યા હતા અને SGST વિભાગના આ દરોડામાં રૂપિયા 9.22 કરોડની કરચોરી મળી આવી હતી. તપાસ દરમિયાન કરોડો રૂપિયાના બિનહિસાબી રોકડના પણ વ્યવહારો દ્વારા વેચાણ મળી આવ્યા હતા. SGST વિભાગ દ્વારા તમામ જગ્યાઓ પર અલગ અલગ રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી.

GST વિભાગના રાજ્યમાં 36 સ્થળોએ દરોડા, 7.49 કરોડની કરચોરી ઝડપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ટ્યુશન ક્લાસીસ સંચાલકોને ત્યાં GSTના રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે અને GST વિભાગ દ્વારા ટ્યુશન ક્લાસીસ સંચાલકોને ત્યાં મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, રાજકોટ, જૂનાગઢ, મહેસાણા, પાલનપુર, સુરેન્દ્રનગર, સુરત સહિતના શહેરમાં 36 સ્થળોએ GST વિભાગે દરોડા પાડ્યા છે.

10 દિવસથી અલગ અલગ ટીમો દ્વારા કાર્યવાહી ચાલી રહી છે

ત્યારે રાજ્યના કુલ 36 સ્થળે મળીને 11 કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ પર દરોડા અને જપ્તીની કાર્યવાહી પણ GST વિભાગ દ્વારા કરવામાં આવી છે. SGST વિભાગે કોચિંગ ક્લાસિસમાં દરોડા દરમિયાન 7.49 કરોડની કરચોરી ઝડપી છે. આ સાથે જ હજુ તપાસ દરમિયાન કરચોરીનો આંકડો વધે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વેરાના દરનું ખોટું અવલોકન અને વેરા શાખનો ખોટો દાવો તેમજ બિનહિસાબી વેચાણ જેવી અનિયમિતતા પણ તપાસમાં સામે આવી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 10 દિવસથી અલગ અલગ ટીમો દ્વારા કાર્યવાહી ચાલી રહી હતી.

ગઈકાલે પણ અમદાવાદમાં પાન મસાલા, તમાકુના ડીલરો પર SGST વિભાગે દરોડા પાડ્યા હતા

તમને જણાવી દઈએ કે રાજ્યમાં કરચોરી કરનારા વેપારીઓ ઉપર ગઈકાલે SGST વિભાગે રેડ કરી હતી અને કરચોરી કરનારા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદમાં પણ 10 સ્થળોએ SGST વિભાગે દરોડા પાડ્યા હતા. પાન મસાલા, તમાકુના ડીલરો પર SGST વિભાગે દરોડા પાડ્યા અને કરોડો રૂપિયાના બિનહિસાબી રોકડના વ્યવહારો મળી આવ્યા હતા. SGST વિભાગે ચાંગોદર, S.G.હાઈવે સહિત શહેરના અલગ અલગ 10 સ્થળોએ દરોડા પાડ્યા હતા અને SGST વિભાગના આ દરોડામાં રૂપિયા 9.22 કરોડની કરચોરી મળી આવી હતી. તપાસ દરમિયાન કરોડો રૂપિયાના બિનહિસાબી રોકડના પણ વ્યવહારો દ્વારા વેચાણ મળી આવ્યા હતા. SGST વિભાગ દ્વારા તમામ જગ્યાઓ પર અલગ અલગ રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી.