AMC શહેરમાં વધુ15 રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્લોટ હરાજીથી વેચશે

99 વર્ષના લીઝના બદલે વેચાણથી આપવાની નીતિનો અમલઈ-ઓક્શનમાં બાકી રહેલા 3 અને 12 પ્લોટ વેચવા સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી આ હેતુસર ટુંક સમયમાં રીટેન્ડરિંગની પ્રોસેસ હાથ ધરાશે AMC દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ હેતુ માટેના પ્લોટ વેચવાની કવાયત હાથ ધરવામાં આવી છે. AMC દ્વારા કરોડોની કિંમતના 12 પ્લોટ હરાજીથી વેચવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે અને જૂન મહિનામાં હરાજીથી નહીં વેચાયેલા 12 પ્લોટ તેમજ અન્ય ત્રણ પ્લોટ તેમજ T P કમિટી દ્વારા હરાજીથી વેચવા માટે ભલામણ કરવામાં આવી હોય તે સહિતના રહેણાંક અને કોમર્શિયલ પ્લોટોની હરાજી કરવામાં આવશે. આ હેતુસર ટુંક સમયમાં રીટેન્ડરિંગની પ્રોસેસ હાથ ધરાશે અને આ હેતુસર અગ્રણી અખબારોમાં જાહેરખબર પ્રસિદ્ધ કરવામાં આવશે. આમ, AMC દ્વારા આગામી સમયમાં રેસિડેન્સિયલ અને કોમર્શિયલ હેતુ માટેના પ્લોટ હરાજીથી વેચીને કરોડો રૂપિયા એકત્રિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત જૂનમાં 10 પ્લોટની હરાજી થઈ હતી અને તે પૈકી એક પ્લોટમાં ફક્ત કબજાનો ઈસ્યુ છે અને બાકીના 3 પ્લોટની હરાજી થઈ નહોતી. આમ, બાકી રહેલા 3 પ્લોટની પણ નવેસરથી હરાજી કરાશે.  ઉલ્લેખનયી છે કે, જૂન મહિનામાં AMC સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરીને કુલ 22 પ્લોટ માટે ઈ- ઓક્શન કરાયું હતું અને તે પૈકી 10 પ્લોટ હરાજીથી વેચવામાં આવ્યા હતા અને 12 પ્લોટ માટે ઓફરદાર આવ્યા ન હોવાથી તેની હરાજી કરી શકાઈ નહોતી. AMC દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારોમાં અમલમાં મુકાતી TP સ્કીમમાં 40 ટકા કપાતમાં મળતાં રિઝર્વ પ્લોટ પૈકી સેલ ફોર રેસિડન્સ અને કોમર્શિયલ હેતુ માટેના પ્લોટ 99 વર્ષનાં ભાડાપટ્ટેથી આપવાને બદલે વેચાણથી આપવામાં આવશે. આ હેતુસર વર્ષો જૂના નિયમમાં સુધારો કરીને સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરીને હવેથી 99 વર્ષના લીઝથી પ્લોટ આપવાને બદલે વેચાણથી નિકાલ કરવા અને આપવા માટેનો નીતિવિષયક નિર્ણય લેવામાં આવ્યો હતો. જૂનમાં થયેલી હરાજીમાં AMCને ધારણા કરતાં વધુ રૂ. 93 કરોડની આવક જૂન મહિનામાં AMCની માલિકીના 22 પ્લોટઈ-ઓક્શન મારફતે 10 પ્લોટનું વેચાણ કરવામાં આવ્યું જે પૈકી રૂ. 997 કરોડની આવક ઊભી કરી હતી. AMCને રૂ. 904 કરોડની આવક થવાની ધારણા હતી તેની સરખામણીએ લગભગ રૂ. 93 કરોડ જેટલી વધુ આવક થઈ હતી.

AMC શહેરમાં વધુ15 રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્લોટ હરાજીથી વેચશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 99 વર્ષના લીઝના બદલે વેચાણથી આપવાની નીતિનો અમલ
  • ઈ-ઓક્શનમાં બાકી રહેલા 3 અને 12 પ્લોટ વેચવા સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી
  • આ હેતુસર ટુંક સમયમાં રીટેન્ડરિંગની પ્રોસેસ હાથ ધરાશે

AMC દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ હેતુ માટેના પ્લોટ વેચવાની કવાયત હાથ ધરવામાં આવી છે. AMC દ્વારા કરોડોની કિંમતના 12 પ્લોટ હરાજીથી વેચવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે અને જૂન મહિનામાં હરાજીથી નહીં વેચાયેલા 12 પ્લોટ તેમજ અન્ય ત્રણ પ્લોટ તેમજ T P કમિટી દ્વારા હરાજીથી વેચવા માટે ભલામણ કરવામાં આવી હોય તે સહિતના રહેણાંક અને કોમર્શિયલ પ્લોટોની હરાજી કરવામાં આવશે.

આ હેતુસર ટુંક સમયમાં રીટેન્ડરિંગની પ્રોસેસ હાથ ધરાશે અને આ હેતુસર અગ્રણી અખબારોમાં જાહેરખબર પ્રસિદ્ધ કરવામાં આવશે. આમ, AMC દ્વારા આગામી સમયમાં રેસિડેન્સિયલ અને કોમર્શિયલ હેતુ માટેના પ્લોટ હરાજીથી વેચીને કરોડો રૂપિયા એકત્રિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત જૂનમાં 10 પ્લોટની હરાજી થઈ હતી અને તે પૈકી એક પ્લોટમાં ફક્ત કબજાનો ઈસ્યુ છે અને બાકીના 3 પ્લોટની હરાજી થઈ નહોતી. આમ, બાકી રહેલા 3 પ્લોટની પણ નવેસરથી હરાજી કરાશે.

 ઉલ્લેખનયી છે કે, જૂન મહિનામાં AMC સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરીને કુલ 22 પ્લોટ માટે ઈ- ઓક્શન કરાયું હતું અને તે પૈકી 10 પ્લોટ હરાજીથી વેચવામાં આવ્યા હતા અને 12 પ્લોટ માટે ઓફરદાર આવ્યા ન હોવાથી તેની હરાજી કરી શકાઈ નહોતી. AMC દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારોમાં અમલમાં મુકાતી TP સ્કીમમાં 40 ટકા કપાતમાં મળતાં રિઝર્વ પ્લોટ પૈકી સેલ ફોર રેસિડન્સ અને કોમર્શિયલ હેતુ માટેના પ્લોટ 99 વર્ષનાં ભાડાપટ્ટેથી આપવાને બદલે વેચાણથી આપવામાં આવશે. આ હેતુસર વર્ષો જૂના નિયમમાં સુધારો કરીને સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરીને હવેથી 99 વર્ષના લીઝથી પ્લોટ આપવાને બદલે વેચાણથી નિકાલ કરવા અને આપવા માટેનો નીતિવિષયક નિર્ણય લેવામાં આવ્યો હતો.

જૂનમાં થયેલી હરાજીમાં AMCને ધારણા કરતાં વધુ રૂ. 93 કરોડની આવક

જૂન મહિનામાં AMCની માલિકીના 22 પ્લોટઈ-ઓક્શન મારફતે 10 પ્લોટનું વેચાણ કરવામાં આવ્યું જે પૈકી રૂ. 997 કરોડની આવક ઊભી કરી હતી. AMCને રૂ. 904 કરોડની આવક થવાની ધારણા હતી તેની સરખામણીએ લગભગ રૂ. 93 કરોડ જેટલી વધુ આવક થઈ હતી.