Ahmedabad :માત્ર અહંકાર સંતોષવા કોઈને મારવાનો પોલીસને કોઈ અધિકાર નથીઃ હાઇકોર્ટ

સામાન્ય કેસમાં નાગરિકોને ટોર્ચર કરનાર ઘાટલોડિયા PIનો HCમાં ઉધડોઉચ્ચ અધિકારીઓને તેમના તાબાના કર્મીઓને માપમાં રાખવા ખાસ ટકોર હાઈકોર્ટે ઘાટલોડિયા પોલીસની તપાસ સામે ગંભીર સવાલ ઉઠાવ્યા સામાન્ય કેસમાં નાગરિકોને ટોર્ચર કરવા સત્તાના દુરુપયોગ બદલ શહેર ક્રાઇમ બ્રાંચ અને ઘાટલોડિયા પીઆઇનો ગુજરાત હાઈકોર્ટે ઉધડો લઇ નાંખ્યો હતો.હાઇકોર્ટે પોલીસ તંત્રના વરિષ્ઠ અધિકારીઓને ઉદ્દેશીને એક મહત્ત્વના નિર્દેશ મારફ્તે નાગિરકોને બિનજરૂરી ખખડાવી, તેઓને માર મારવામાં ખોટુ વર્ચસ્વ બતાવવાનો પ્રયાસ કરનાર તાબાના અધિકારીઓ પર દેખરેખ રાખવા કડક તાકીદ કરી હતી. હાઈકોર્ટે પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓને લઇને ટકોર કરી હતી કે, ઉચ્ચ અધિકારીઓ કદાચ વિનમ્ર હશે પરંતુ તેમના તાબાના અધિકારીઓ પર તેમણે નજર રાખવી જોઇએ કે જેઓ શહેરની આસપાસ ફરે છે અને લોકોને બિનજરૂરી ખખડાવી-મારપીટ કરી પોતાનું વર્ચસ્વ બતાવવાનો પ્રયાસ કરે છે. કોઇપણ પોલીસને માત્ર પોતાનો અહંકાર સંતોષવા કોઇપણ નાગરિકને બિનજરૂરી રીતે મારવાનો અધિકાર નથી. અજ્ઞાત સાક્ષીઓને ટાંકીને શહેર ક્રાઇમ બ્રાંચના અધિકારીની તરફેણમાં કેસ બનાવવા બદલ હાઈકોર્ટે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીઆઇ વી.ડી.મોરીની પણ ભારોભાર ટીકા કરી હતી. હાઇકોર્ટે સાફ્ શબ્દોમાં પોલીસને સંભળાવ્યું હતું કે, જો પોલીસ એમ માનતી હોય કે, તેઓ કોર્ટ સામે બહુ સ્માર્ટ રીતે રમી શકે છે, તો પછી કોર્ટ તેમને સમજાવશે કે, કોર્ટ સત્તાનો કેવી રીતે ઉપયોગ કરી શકે છે. ઘાટલોડિયા પોલીસ મથકમાં અરજદારો વિરુદ્ધ કાયદાની કલમો હેઠળ એફ્આઇઆર અને તેને આનુષંગિક કાર્યવાહી રદબાતલ ઠરાવતા ગુજરાત હાઇકોર્ટે કેસની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે પોલીસને તેની સત્તાની મર્યાદાનું ગર્ભિત ચીમકી સાથે ભાન કરાવ્યું હતું. હાઈકોર્ટે ઘાટલોડિયા પોલીસની તપાસ સામે ગંભીર સવાલ ઉઠાવતાં જણાવ્યું હતું કે, તમારા અધિકારી જે કેસની તપાસ કરી રહ્યા છે, તે ત્રિકાળ જ્ઞાની છે કે, 24 કલાકમાં તેમણે ચાર સાક્ષી શોધી કાઢયા..??

Ahmedabad :માત્ર અહંકાર સંતોષવા કોઈને મારવાનો પોલીસને કોઈ અધિકાર નથીઃ હાઇકોર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સામાન્ય કેસમાં નાગરિકોને ટોર્ચર કરનાર ઘાટલોડિયા PIનો HCમાં ઉધડો
  • ઉચ્ચ અધિકારીઓને તેમના તાબાના કર્મીઓને માપમાં રાખવા ખાસ ટકોર
  • હાઈકોર્ટે ઘાટલોડિયા પોલીસની તપાસ સામે ગંભીર સવાલ ઉઠાવ્યા

સામાન્ય કેસમાં નાગરિકોને ટોર્ચર કરવા સત્તાના દુરુપયોગ બદલ શહેર ક્રાઇમ બ્રાંચ અને ઘાટલોડિયા પીઆઇનો ગુજરાત હાઈકોર્ટે ઉધડો લઇ નાંખ્યો હતો.હાઇકોર્ટે પોલીસ તંત્રના વરિષ્ઠ અધિકારીઓને ઉદ્દેશીને એક મહત્ત્વના નિર્દેશ મારફ્તે નાગિરકોને બિનજરૂરી ખખડાવી, તેઓને માર મારવામાં ખોટુ વર્ચસ્વ બતાવવાનો પ્રયાસ કરનાર તાબાના અધિકારીઓ પર દેખરેખ રાખવા કડક તાકીદ કરી હતી.

હાઈકોર્ટે પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓને લઇને ટકોર કરી હતી કે, ઉચ્ચ અધિકારીઓ કદાચ વિનમ્ર હશે પરંતુ તેમના તાબાના અધિકારીઓ પર તેમણે નજર રાખવી જોઇએ કે જેઓ શહેરની આસપાસ ફરે છે અને લોકોને બિનજરૂરી ખખડાવી-મારપીટ કરી પોતાનું વર્ચસ્વ બતાવવાનો પ્રયાસ કરે છે. કોઇપણ પોલીસને માત્ર પોતાનો અહંકાર સંતોષવા કોઇપણ નાગરિકને બિનજરૂરી રીતે મારવાનો અધિકાર નથી. અજ્ઞાત સાક્ષીઓને ટાંકીને શહેર ક્રાઇમ બ્રાંચના અધિકારીની તરફેણમાં કેસ બનાવવા બદલ હાઈકોર્ટે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીઆઇ વી.ડી.મોરીની પણ ભારોભાર ટીકા કરી હતી. હાઇકોર્ટે સાફ્ શબ્દોમાં પોલીસને સંભળાવ્યું હતું કે, જો પોલીસ એમ માનતી હોય કે, તેઓ કોર્ટ સામે બહુ સ્માર્ટ રીતે રમી શકે છે, તો પછી કોર્ટ તેમને સમજાવશે કે, કોર્ટ સત્તાનો કેવી રીતે ઉપયોગ કરી શકે છે. ઘાટલોડિયા પોલીસ મથકમાં અરજદારો વિરુદ્ધ કાયદાની કલમો હેઠળ એફ્આઇઆર અને તેને આનુષંગિક કાર્યવાહી રદબાતલ ઠરાવતા ગુજરાત હાઇકોર્ટે કેસની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે પોલીસને તેની સત્તાની મર્યાદાનું ગર્ભિત ચીમકી સાથે ભાન કરાવ્યું હતું. હાઈકોર્ટે ઘાટલોડિયા પોલીસની તપાસ સામે ગંભીર સવાલ ઉઠાવતાં જણાવ્યું હતું કે, તમારા અધિકારી જે કેસની તપાસ કરી રહ્યા છે, તે ત્રિકાળ જ્ઞાની છે કે, 24 કલાકમાં તેમણે ચાર સાક્ષી શોધી કાઢયા..??