Sabarkanthaમા ઓછા વરસાદના કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ !

મધ્ય અને સૌરાષ્ટ્ર ગુજરાતના અમુક ભાગોમાં ધોધમાર વરસાદના કારણે જાનમાલને નુકસાન થયું હતુ. સાબરકાંઠામાં માત્ર 30 ટકા જેટલો વરસાદના કારણે ખેડૂતોને મોટી હાલાકી ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે સાબરકાંઠા જિલ્લામાં હાલમાં ખેડૂતો વાવણી કરી દેવામાં આવી છે અને આ વર્ષે કપાસ, મગફરી, સોયાબીન, મકાઈ, તુવેર અને શાકભાજી જેવા મુખ્યત્વે પાકની વાવણી કરાઈ છે ત્યારે જિલ્લામાં પ્રાંતિજ તાલુકા સિવાય અન્ય તાલુકામાં માત્ર 20 ઇંચ કરતા ઓછો વરસાદના કારણે ખેડૂતોને મુશ્કેલી સર્જાઈ છે. 30 ટકા કરતા ઓછો વરસાદ આ વર્ષની ચોમાસુ સિઝનનો અત્યાર સુધીનો વરસાદ માત્ર 30 ટકા કરતાં ઓછો નોંધાયો છે તેમાં સૌથી ઓછો વરસાદ પોશીના, ખેડબ્રહ્મા, વિજયનગર, બાદ વડાલી, ઈડર, હિંમતનગરના આજુબાજુ પંથકમાં ઓછા વરસાદના કારણે ખેડૂતો નિરાશ જોવા મળી રહ્યા છે તો બીજી તરફ ઓછા વરસાદના કારણે સાબરકાંઠાના મહત્વનો જળાશય ધરોઈ ડેમ પણ ખાલીખમ છે. આ મુખ્ય ડેમ આધારિત પાણી સિંચાઈ માટે અપાતું હોય છે પણ તેમાં પણ પાણી ઓછું હોવાના કારણે તે પણ પાણી મળી શકતું નથી. ડેમોમા પણ પાણી નથી તેમજ અન્ય નાના-મોટા જળાશયો ચેકડેમ નદી તળાવો ખાલીખમ છે.ગત વર્ષે વરસેલા વરસાદના કારણે ઉનાળુ તેમજ અત્યાર સુધીમાં પિયતમાં પાણી વપરાશ કરાતા હવે તે જમીનમાં રહેલું પાણીનું સ્તર પણ ઊંડા જતા રહ્યા છે.હાલમાં વાવેલા પાકમાં સમગ્ર એરિયામાં લીલોતરી દેખાઈ રહી છે પણ ભેજના કારણે હાલમાં ખેતી દિવસ વરસાદની અછતના કારણે પાક સુકારો કે નિષ્ફળ જાય તેની ચિંતા સતાવી રહી છે. ખેડૂતો બન્યા ચિંતિંત જો હવે વરસાદ ન આવે તો ખેડૂતોની કફોડી હાલત થઈ શકે તેમ છે ખેડૂતોનું કહેવું છે કે નર્મદાનું પાણી જળાશયો, તળાવો, મોટા ચેકડેમો અને નદીઓમાં ઠાલવવામાં આવે તો ખેડૂતો માટે આશીર્વાદ સમાન બની રહેશે. હાલમાં વરસાદ આવોજ રહ્યો તો ખેડૂતો સરકાર પાસે આશ રાખી રહ્યા છે કે પાણી માટે જળસ્તર ઊંચા લાવવા માટે સિંચાઈ યોજનામાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવે. વરસાદના 4 મહિનામાંથી ત્રણ મહિનાનો ઓછો વરસાદના કારણે હવે જિલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે.  

Sabarkanthaમા ઓછા વરસાદના કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ !

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મધ્ય અને સૌરાષ્ટ્ર ગુજરાતના અમુક ભાગોમાં ધોધમાર વરસાદના કારણે જાનમાલને નુકસાન થયું હતુ.
  • સાબરકાંઠામાં માત્ર 30 ટકા જેટલો વરસાદના કારણે ખેડૂતોને મોટી હાલાકી
  • ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે

સાબરકાંઠા જિલ્લામાં હાલમાં ખેડૂતો વાવણી કરી દેવામાં આવી છે અને આ વર્ષે કપાસ, મગફરી, સોયાબીન, મકાઈ, તુવેર અને શાકભાજી જેવા મુખ્યત્વે પાકની વાવણી કરાઈ છે ત્યારે જિલ્લામાં પ્રાંતિજ તાલુકા સિવાય અન્ય તાલુકામાં માત્ર 20 ઇંચ કરતા ઓછો વરસાદના કારણે ખેડૂતોને મુશ્કેલી સર્જાઈ છે.

30 ટકા કરતા ઓછો વરસાદ

આ વર્ષની ચોમાસુ સિઝનનો અત્યાર સુધીનો વરસાદ માત્ર 30 ટકા કરતાં ઓછો નોંધાયો છે તેમાં સૌથી ઓછો વરસાદ પોશીના, ખેડબ્રહ્મા, વિજયનગર, બાદ વડાલી, ઈડર, હિંમતનગરના આજુબાજુ પંથકમાં ઓછા વરસાદના કારણે ખેડૂતો નિરાશ જોવા મળી રહ્યા છે તો બીજી તરફ ઓછા વરસાદના કારણે સાબરકાંઠાના મહત્વનો જળાશય ધરોઈ ડેમ પણ ખાલીખમ છે. આ મુખ્ય ડેમ આધારિત પાણી સિંચાઈ માટે અપાતું હોય છે પણ તેમાં પણ પાણી ઓછું હોવાના કારણે તે પણ પાણી મળી શકતું નથી.


ડેમોમા પણ પાણી નથી

તેમજ અન્ય નાના-મોટા જળાશયો ચેકડેમ નદી તળાવો ખાલીખમ છે.ગત વર્ષે વરસેલા વરસાદના કારણે ઉનાળુ તેમજ અત્યાર સુધીમાં પિયતમાં પાણી વપરાશ કરાતા હવે તે જમીનમાં રહેલું પાણીનું સ્તર પણ ઊંડા જતા રહ્યા છે.હાલમાં વાવેલા પાકમાં સમગ્ર એરિયામાં લીલોતરી દેખાઈ રહી છે પણ ભેજના કારણે હાલમાં ખેતી દિવસ વરસાદની અછતના કારણે પાક સુકારો કે નિષ્ફળ જાય તેની ચિંતા સતાવી રહી છે.

ખેડૂતો બન્યા ચિંતિંત

જો હવે વરસાદ ન આવે તો ખેડૂતોની કફોડી હાલત થઈ શકે તેમ છે ખેડૂતોનું કહેવું છે કે નર્મદાનું પાણી જળાશયો, તળાવો, મોટા ચેકડેમો અને નદીઓમાં ઠાલવવામાં આવે તો ખેડૂતો માટે આશીર્વાદ સમાન બની રહેશે. હાલમાં વરસાદ આવોજ રહ્યો તો ખેડૂતો સરકાર પાસે આશ રાખી રહ્યા છે કે પાણી માટે જળસ્તર ઊંચા લાવવા માટે સિંચાઈ યોજનામાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવે. વરસાદના 4 મહિનામાંથી ત્રણ મહિનાનો ઓછો વરસાદના કારણે હવે જિલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે.