Bhavnagar: શેરબજારમાં રોકાણ કરી લાખો કમાવાના ચક્કરમાં વેપારીએ રૂ.66 લાખ ગુમાવ્યા

ભાવનગરમાં શેરબજારમાં રોકાણ કરવાની લાલચે ઠગાઇ સાયબર ગઠિયાઓએ વેપારી પાસેથી 66 લાખ પડાવ્યા વેપારીએ સગા સંબંધીઓ પાસેથી ઉછીના પૈસા લીધા ભાવનગરમાં શેરબજારમાં રોકાણ કરવાની લાલચે ઠગાઇ કરવામાં આવી છે. જેમાં સાયબર ગઠિયાઓએ વેપારી પાસેથી રૂપિયા 66 લાખ પડાવ્યા છે. શેરબજારમાં સારું વળતર મળશેની લાલચમાં વેપારી છેતરાયો છે. તેમાં વેપારીએ સગા સંબંધીઓ પાસેથી ઉછીના પૈસા લીધા હતા. જેમાં લોભામણી લાલચમાં વેપારીએ રૂપિયા 66 લાખ ગુમાવ્યા છે. વેપારીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી વેપારીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. ભાવનગર શહેરના એમજી રોડ પર દુકાન ધરાવતા વેપારી સાથે રૂપિયા 66 લાખની છેતરપિંડી થઇ છે. જેમાં શેરબજારમાં રોકાણ કરાવવાની લાલચ આપી સાયબર ગઠીયાઓએ છેતરપિંડી કરી છે. સાયબર ગઠિયાઓએ સારા આઇપીઓ લાગશે તેવી લાલચ આપી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી છેતરપિંડી કરી છે. જેમાં વેપારીએ શેરબજારમાં રોકાણ માટે સગા સંબંધીઓ પાસેથી લાખોની રકમ ઉછીની લઈ રોકાણ કર્યું હતુ. જેમાં શેરબજારમાં સારું વળતર મળશેની લાલચમાં આવી વેપારીએ રૂપિયા 66 લાખથી વધુની રકમ ગુમાવી છે.  રૂપિયા 1.43 લાખ ફોન પે મારફતે ભરાવી ઓન લાઇન ઠગાઇ અગાઉ લુણાવાડામાં બાલાજી ટ્રેડર્સ નામે બોગસ બ્રોકરેજ કંપની ખોલી શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપી દેશભરના લોકો પાસેથી છેતરપિંડી કરી દેશવ્યાપી કૌભાંડ આચરનાર મુખ્ય ભેજાબાજ સહિત ત્રણ શખ્સોને ઇંદોર ખાતેથી મહીસાગર પોલીસે ઝડપી પાડયા હતા. બાલાજી ટ્રેડર્સ નામની બોગસ બ્રોકરેજ કંપની બનાવીને શેરબજારમાં ઉંચું વળતર આપવાની લાલચ આપી ઠગાઇ કરનાર ધર્મેન્દ્ર ચૌહાણ (રહે.ઇન્દોર)ની સામે કોઠંબા પોલીસ મથકે ફરિયાદ નોધાઇ હતી અને તેને ઝડપી પાડવા એસઓજી દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી. ધર્મેન્દ્ર ચૌહાણ નામના ઠગે બાલાજી ટ્રેડર્સ નામની બોગસ બ્રોકરેજ કંપની ખોલી જેની ખોટી એંડ્રોઇડ એપ તેમજ વેબસાઇટ તૈયાર કરી નફો કરવાની લોભામણી લાલચો આપી બાલાજી ટ્રેડર્સના બેંક ખાતામાં અલગ અલગ તારીખ અને સમયે રૂપિયા 1.43 લાખ ફોન પે મારફતે ભરાવી ઓન લાઇન ઠગાઇ કરી હતી.

Bhavnagar: શેરબજારમાં રોકાણ કરી લાખો કમાવાના ચક્કરમાં વેપારીએ રૂ.66 લાખ ગુમાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાવનગરમાં શેરબજારમાં રોકાણ કરવાની લાલચે ઠગાઇ
  • સાયબર ગઠિયાઓએ વેપારી પાસેથી 66 લાખ પડાવ્યા
  • વેપારીએ સગા સંબંધીઓ પાસેથી ઉછીના પૈસા લીધા

ભાવનગરમાં શેરબજારમાં રોકાણ કરવાની લાલચે ઠગાઇ કરવામાં આવી છે. જેમાં સાયબર ગઠિયાઓએ વેપારી પાસેથી રૂપિયા 66 લાખ પડાવ્યા છે. શેરબજારમાં સારું વળતર મળશેની લાલચમાં વેપારી છેતરાયો છે. તેમાં વેપારીએ સગા સંબંધીઓ પાસેથી ઉછીના પૈસા લીધા હતા. જેમાં લોભામણી લાલચમાં વેપારીએ રૂપિયા 66 લાખ ગુમાવ્યા છે.

વેપારીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી

વેપારીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. ભાવનગર શહેરના એમજી રોડ પર દુકાન ધરાવતા વેપારી સાથે રૂપિયા 66 લાખની છેતરપિંડી થઇ છે. જેમાં શેરબજારમાં રોકાણ કરાવવાની લાલચ આપી સાયબર ગઠીયાઓએ છેતરપિંડી કરી છે. સાયબર ગઠિયાઓએ સારા આઇપીઓ લાગશે તેવી લાલચ આપી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી છેતરપિંડી કરી છે. જેમાં વેપારીએ શેરબજારમાં રોકાણ માટે સગા સંબંધીઓ પાસેથી લાખોની રકમ ઉછીની લઈ રોકાણ કર્યું હતુ. જેમાં શેરબજારમાં સારું વળતર મળશેની લાલચમાં આવી વેપારીએ રૂપિયા 66 લાખથી વધુની રકમ ગુમાવી છે.

 રૂપિયા 1.43 લાખ ફોન પે મારફતે ભરાવી ઓન લાઇન ઠગાઇ

અગાઉ લુણાવાડામાં બાલાજી ટ્રેડર્સ નામે બોગસ બ્રોકરેજ કંપની ખોલી શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપી દેશભરના લોકો પાસેથી છેતરપિંડી કરી દેશવ્યાપી કૌભાંડ આચરનાર મુખ્ય ભેજાબાજ સહિત ત્રણ શખ્સોને ઇંદોર ખાતેથી મહીસાગર પોલીસે ઝડપી પાડયા હતા. બાલાજી ટ્રેડર્સ નામની બોગસ બ્રોકરેજ કંપની બનાવીને શેરબજારમાં ઉંચું વળતર આપવાની લાલચ આપી ઠગાઇ કરનાર ધર્મેન્દ્ર ચૌહાણ (રહે.ઇન્દોર)ની સામે કોઠંબા પોલીસ મથકે ફરિયાદ નોધાઇ હતી અને તેને ઝડપી પાડવા એસઓજી દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી. ધર્મેન્દ્ર ચૌહાણ નામના ઠગે બાલાજી ટ્રેડર્સ નામની બોગસ બ્રોકરેજ કંપની ખોલી જેની ખોટી એંડ્રોઇડ એપ તેમજ વેબસાઇટ તૈયાર કરી નફો કરવાની લોભામણી લાલચો આપી બાલાજી ટ્રેડર્સના બેંક ખાતામાં અલગ અલગ તારીખ અને સમયે રૂપિયા 1.43 લાખ ફોન પે મારફતે ભરાવી ઓન લાઇન ઠગાઇ કરી હતી.