Narmada: રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની તૈયારીઓને અપાયો આખરી ઓપ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરે કેવડિયા આવવાના છે અને વીઆઈપી સર્કિટ હાઉસમાં રોકાવા છે. ત્યારે સર્કિટ હાઉસમાં પદ્મશ્રી એવોર્ડ વિજેતા પરેશ રાઠવા પીઠોરા હાલમાં ચિત્રો બનાવી રહ્યા છે અને તેઓ વડાપ્રધાનનું સ્વાગત કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ પિઠોરા ચિત્રો ખૂબ જ પસંદ પીઠોરા ભીતચિત્રોએ આદિવાસીઓ માટે તેમના ભગવાનની પૂજા અને પ્રકૃતિના રક્ષણ માટેનો સંદેશો હોય છે. વર્ષોથી આ પિઠોરા ભીત ચિત્રો આદિવાસીઓ તેમના ઘરમાં કરતા હોય છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ પિઠોરા ચિત્રો ખૂબ જ પસંદ છે અને તેને જ કારણે આગામી 30 અને 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા નગર ખાતે આવવાના છે અને નરેન્દ્ર મોદી રાત્રિ રોકાણ વી વી આઈ પી સર્કિટ હાઉસ ખાતે કરવાના છે. પદ્મશ્રીથી સન્માનિત પરેશ રાઠવા વડાપ્રધાનનું કરશે સ્વાગત ત્યારે સર્કિટ હાઉસ ખાતે છોટાઉદેપુર કવાંટના રહેવાસી અને પદ્મશ્રીથી સન્માનિત પરેશ રાઠવા દ્વારા પીઠોરા ચિત્ર દોરવામાં આવી રહ્યા છે. છેલ્લા 30 વર્ષથી પરેશ રાઠવા આ ચિત્ર દોરીને દેશ વિદેશના લોકોને આદિવાસી સંસ્કૃતિનો સંદેશો આપે છે. જોકે એકતા નગર ખાતે વી વી આઈ પી સર્કિટ હાઉસ ખાતે 4 વર્ષથી વડાપ્રધાનના પ્રિય પીઠોરા ચિત્રકલા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. એકતાનગરમાં તડામાર તૈયારીઓ શરૂ ઉલ્લેખનીય છે કે એકતા નગર કેવડીયા ખાતે હાલમાં રાષ્ટ્રીય એકતા દિવસની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને જેમાં ખાસ રાષ્ટ્રીય એક્તા પરેડ સૌથી મોટું આકર્ષણ છે. કારણ કે આ રાષ્ટ્રીય એકતા પરેડમાં BSF, NSG કમાન્ડો, CRPF, CHETAK કમાન્ડો, એરફોર્સ, NCC સહિતની સુરક્ષા ફોર્સ પોતાના વિવિધ કરતબો રજૂ કરશે. જે અંગેની પ્રેક્ટિસ હાલમાં ત્યાં ચાલી રહી છે. સવારથી સાંજ સુધી એકતા પરેડ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ ચાલી રહી છે. 

Narmada: રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની તૈયારીઓને અપાયો આખરી ઓપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરે કેવડિયા આવવાના છે અને વીઆઈપી સર્કિટ હાઉસમાં રોકાવા છે. ત્યારે સર્કિટ હાઉસમાં પદ્મશ્રી એવોર્ડ વિજેતા પરેશ રાઠવા પીઠોરા હાલમાં ચિત્રો બનાવી રહ્યા છે અને તેઓ વડાપ્રધાનનું સ્વાગત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ પિઠોરા ચિત્રો ખૂબ જ પસંદ

પીઠોરા ભીતચિત્રોએ આદિવાસીઓ માટે તેમના ભગવાનની પૂજા અને પ્રકૃતિના રક્ષણ માટેનો સંદેશો હોય છે. વર્ષોથી આ પિઠોરા ભીત ચિત્રો આદિવાસીઓ તેમના ઘરમાં કરતા હોય છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ પિઠોરા ચિત્રો ખૂબ જ પસંદ છે અને તેને જ કારણે આગામી 30 અને 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા નગર ખાતે આવવાના છે અને નરેન્દ્ર મોદી રાત્રિ રોકાણ વી વી આઈ પી સર્કિટ હાઉસ ખાતે કરવાના છે.

પદ્મશ્રીથી સન્માનિત પરેશ રાઠવા વડાપ્રધાનનું કરશે સ્વાગત

ત્યારે સર્કિટ હાઉસ ખાતે છોટાઉદેપુર કવાંટના રહેવાસી અને પદ્મશ્રીથી સન્માનિત પરેશ રાઠવા દ્વારા પીઠોરા ચિત્ર દોરવામાં આવી રહ્યા છે. છેલ્લા 30 વર્ષથી પરેશ રાઠવા આ ચિત્ર દોરીને દેશ વિદેશના લોકોને આદિવાસી સંસ્કૃતિનો સંદેશો આપે છે. જોકે એકતા નગર ખાતે વી વી આઈ પી સર્કિટ હાઉસ ખાતે 4 વર્ષથી વડાપ્રધાનના પ્રિય પીઠોરા ચિત્રકલા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે.

એકતાનગરમાં તડામાર તૈયારીઓ શરૂ

ઉલ્લેખનીય છે કે એકતા નગર કેવડીયા ખાતે હાલમાં રાષ્ટ્રીય એકતા દિવસની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને જેમાં ખાસ રાષ્ટ્રીય એક્તા પરેડ સૌથી મોટું આકર્ષણ છે. કારણ કે આ રાષ્ટ્રીય એકતા પરેડમાં BSF, NSG કમાન્ડો, CRPF, CHETAK કમાન્ડો, એરફોર્સ, NCC સહિતની સુરક્ષા ફોર્સ પોતાના વિવિધ કરતબો રજૂ કરશે. જે અંગેની પ્રેક્ટિસ હાલમાં ત્યાં ચાલી રહી છે. સવારથી સાંજ સુધી એકતા પરેડ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ ચાલી રહી છે.