Ahmedabad: અમરાઈવાડીની શિવમ વિદ્યાલયની છત પર મોબાઇલ ટાવર લગાવાતા DEOની નોટિસ
અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારની શિવમ વિદ્યાલના મકાન પણ મોબાઈલ ટાવર લગાવવામાં આવ્યો હોવાથી શહેર ડીઈઓ દ્વારા નોટિસ ફટકારાઈ છે. સ્કૂલના મકાન પર ગેરકાયદે ટવાર લગાવાયો હોવાની વાલીઓ દ્વારા ડીઈઓ કચેરીમાં ફરિયાદ કરાતાં કાર્યવાહી હાથ ધરાઈ છે.ડીઈઓ દ્વારા સ્કૂલને તાકીદ કરવામાં આવી છે કે, ટાવર હટાવવામાં નહીં આવે તો શાળાની માન્યતા રદ સુધીની પણ કાર્યવાહી થઈ શકે છે.અમરાઈવાડીમાં આવેલી શિવમ વિદ્યાલયના મકાન પર મોબાઇલ ટાવર લગાવાયો હોવાની થોડા સમય પહેલી શહેર ડીઈઓ કચેરીમાં ફરિયાદ મળી હતી, આથી ડીઈઓ દ્વારા વર્ગ-2ના અધિકારી મારફતે સ્કૂલને રૂબરૂ હાજર રહેવાની જાણ કરવામાં આવી હતી. પરંતુ સંચાલકોએ રૂબરૂ ઉપસ્થિત રહેવાની તસદી લીધી નહોતી. જોકે હવે ડીઈઓ દ્વારા સ્કૂલને નોટિસ ફટકારી જણાવ્યુ છે કે, સ્કૂલ દ્વારા મકાન પર લગાવેલો ટાવર વિદ્યાર્થીઓ માટે જોખમી છે અને તેનાથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને નુકસાન જવાની પણ શક્યતા રહેલી છે. શાળાના મકાન પર લાગેલા ટાવર કોની મંજૂરીથી લગાવેલ છે તે અંગે પણ સ્કૂલ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેથી શાળાના મકાન પર લાગેલા ટાવર તાત્કાલિક અસરથી હટાવવામાં આવે અને જો નહી હટાવાય તો શાળાની માન્યતા રદ કરવા અંગેની પ્રક્રિયા કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારની શિવમ વિદ્યાલના મકાન પણ મોબાઈલ ટાવર લગાવવામાં આવ્યો હોવાથી શહેર ડીઈઓ દ્વારા નોટિસ ફટકારાઈ છે. સ્કૂલના મકાન પર ગેરકાયદે ટવાર લગાવાયો હોવાની વાલીઓ દ્વારા ડીઈઓ કચેરીમાં ફરિયાદ કરાતાં કાર્યવાહી હાથ ધરાઈ છે.
ડીઈઓ દ્વારા સ્કૂલને તાકીદ કરવામાં આવી છે કે, ટાવર હટાવવામાં નહીં આવે તો શાળાની માન્યતા રદ સુધીની પણ કાર્યવાહી થઈ શકે છે.અમરાઈવાડીમાં આવેલી શિવમ વિદ્યાલયના મકાન પર મોબાઇલ ટાવર લગાવાયો હોવાની થોડા સમય પહેલી શહેર ડીઈઓ કચેરીમાં ફરિયાદ મળી હતી, આથી ડીઈઓ દ્વારા વર્ગ-2ના અધિકારી મારફતે સ્કૂલને રૂબરૂ હાજર રહેવાની જાણ કરવામાં આવી હતી. પરંતુ સંચાલકોએ રૂબરૂ ઉપસ્થિત રહેવાની તસદી લીધી નહોતી. જોકે હવે ડીઈઓ દ્વારા સ્કૂલને નોટિસ ફટકારી જણાવ્યુ છે કે, સ્કૂલ દ્વારા મકાન પર લગાવેલો ટાવર વિદ્યાર્થીઓ માટે જોખમી છે અને તેનાથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને નુકસાન જવાની પણ શક્યતા રહેલી છે. શાળાના મકાન પર લાગેલા ટાવર કોની મંજૂરીથી લગાવેલ છે તે અંગે પણ સ્કૂલ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેથી શાળાના મકાન પર લાગેલા ટાવર તાત્કાલિક અસરથી હટાવવામાં આવે અને જો નહી હટાવાય તો શાળાની માન્યતા રદ કરવા અંગેની પ્રક્રિયા કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.