Surat: હીરા વેપારીએ લેબગ્રોન ડાયમંડમાંથી બનાવી ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિ
સુરતના એક હીરા વેપારીએ એક અદ્ભુત હીરો બનાવ્યો છે, જેના પર અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ચહેરો કોતરેલો છે. આ હીરાને કાપવામાં 60 દિવસની મહેનત લાગી છે અને 5 કુશળ કારીગરોએ આ કામગીરી કરી છે. ત્યારે આ હીરાની કિંમત લાખોમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.હીરાને કોતરીને તેને આકાર આપવો એ ખૂબ જ મુશ્કેલ કામ મળતી માહિતી મુજબ સુરતના હીરા વેપારીની કંપનીએ આ અનોખો હીરો તૈયાર કર્યો છે. આ હીરો લેબગ્રોન ડાયમંડ છે, જેને ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાના આકારમાં કોતરવામાં આવ્યો છે. હીરાને કોતરીને તેને આકાર આપવો એ ખૂબ જ મુશ્કેલ કામ છે. તેમાં ખૂબ ધ્યાન અને સાવધાની જરૂરી છે. એટલા માટે તેમની કંપનીના 5 કારીગરોએ આ એક હીરાને કોતરવામાં સખત મહેનત કરી અને લગભગ 60 દિવસ પછી આ પરિણામ સામે આવ્યું છે. આ હીરાની કિંમત હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં 10,000 અમેરિકી ડોલર હોવાનું કહેવાય છે. હીરો ગ્રીનલેબ ડાયમંડમાં તૈયાર કરવામાં આવ્યો જ્યારે ભારતીય બજારમાં તેની વાત કરીએ તો તેની કિંમત લગભગ 8.5 લાખ રૂપિયા છે. આ ખાસ હીરો ગ્રીનલેબ ડાયમંડમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ હીરાને એ જ આકારમાં કોતરવામાં આવ્યો છે જે ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાને બાજુથી જોવામાં આવે ત્યારે બને છે. હીરાના રિફ્લેક્શનને જાળવી રાખવા માટે તેને નીચેથી સામાન્ય હીરાની જેમ કોતરવામાં આવ્યો છે, જે બાજુથી જોવામાં સામાન્ય હીરા જેવું લાગે છે. આ હીરાના ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણા એકાઉન્ટ્સ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યા છે. હીરાના વેપારીઓ પીએમ મોદીના નજીકના માનવામાં આવે છે ગ્રીનલેબ ડાયમંડના માલિક લાંબા સમયથી પીએમ મોદીના નજીકના માનવામાં આવે છે. અગાઉ, જ્યારે પીએમ નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને અમેરિકાના પ્રથમ મહિલા જીલ બાઈડેનને 7.5 કેરેટનો હીરો ભેટમાં આપ્યો હતો. તે સમયે આ હીરાની કિંમત લગભગ 20 હજાર યુએસ ડોલર હોવાનું કહેવાય છે. આ હીરા હવે રાષ્ટ્રીય આર્કાઇવ્સને સોંપવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના એક હીરા વેપારીએ એક અદ્ભુત હીરો બનાવ્યો છે, જેના પર અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ચહેરો કોતરેલો છે. આ હીરાને કાપવામાં 60 દિવસની મહેનત લાગી છે અને 5 કુશળ કારીગરોએ આ કામગીરી કરી છે. ત્યારે આ હીરાની કિંમત લાખોમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
હીરાને કોતરીને તેને આકાર આપવો એ ખૂબ જ મુશ્કેલ કામ
મળતી માહિતી મુજબ સુરતના હીરા વેપારીની કંપનીએ આ અનોખો હીરો તૈયાર કર્યો છે. આ હીરો લેબગ્રોન ડાયમંડ છે, જેને ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાના આકારમાં કોતરવામાં આવ્યો છે. હીરાને કોતરીને તેને આકાર આપવો એ ખૂબ જ મુશ્કેલ કામ છે. તેમાં ખૂબ ધ્યાન અને સાવધાની જરૂરી છે. એટલા માટે તેમની કંપનીના 5 કારીગરોએ આ એક હીરાને કોતરવામાં સખત મહેનત કરી અને લગભગ 60 દિવસ પછી આ પરિણામ સામે આવ્યું છે. આ હીરાની કિંમત હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં 10,000 અમેરિકી ડોલર હોવાનું કહેવાય છે.
હીરો ગ્રીનલેબ ડાયમંડમાં તૈયાર કરવામાં આવ્યો
જ્યારે ભારતીય બજારમાં તેની વાત કરીએ તો તેની કિંમત લગભગ 8.5 લાખ રૂપિયા છે. આ ખાસ હીરો ગ્રીનલેબ ડાયમંડમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ હીરાને એ જ આકારમાં કોતરવામાં આવ્યો છે જે ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાને બાજુથી જોવામાં આવે ત્યારે બને છે. હીરાના રિફ્લેક્શનને જાળવી રાખવા માટે તેને નીચેથી સામાન્ય હીરાની જેમ કોતરવામાં આવ્યો છે, જે બાજુથી જોવામાં સામાન્ય હીરા જેવું લાગે છે. આ હીરાના ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણા એકાઉન્ટ્સ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યા છે.
હીરાના વેપારીઓ પીએમ મોદીના નજીકના માનવામાં આવે છે
ગ્રીનલેબ ડાયમંડના માલિક લાંબા સમયથી પીએમ મોદીના નજીકના માનવામાં આવે છે. અગાઉ, જ્યારે પીએમ નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને અમેરિકાના પ્રથમ મહિલા જીલ બાઈડેનને 7.5 કેરેટનો હીરો ભેટમાં આપ્યો હતો. તે સમયે આ હીરાની કિંમત લગભગ 20 હજાર યુએસ ડોલર હોવાનું કહેવાય છે. આ હીરા હવે રાષ્ટ્રીય આર્કાઇવ્સને સોંપવામાં આવશે.