Ahmedabad:19 વર્ષથી ટલ્લે ચડેલી સ્ટ્રીટવેન્ડિંગ પોલિસીનો અમલ કરવા મુદ્દે તંત્રની ઠાગા ઠૈયા
અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને રોડસાઈડ પર ધંધો કરતા ફેરિયાના દબાણોને કારણે સર્જાતી સમસ્યા હળવી કરવાની નેમ સાથેની સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી સુધારા કરવા માટે મોકલવામાં આવેલી દરખાસ્તમાં TP કમિટીમાં કોઈ પ્રકારનો અભ્યાસ કર્યા વિના કે સુધારા સૂચવાયા વિના આ કામ બાકી રાખવામાં આવ્યું છે.સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અંગેની મિનિટ્સમાં સુધારા સૂચવવાની કાયદામાં જોગવાઈ છે કે નહીં ? તે અંગે TP કમિટી ચેરમેન પ્રિતેશ મહેતાએ અધિકારીઓને પૂછતાં AMCના એસ્ટેટ અધિકારીને પણ તે અંગે કોઈ ખબર કે જાણકારી ન હોવાનું અને તે અંગે હવે તપાસ કરશે તેવું જાણવા મળે છે. AMC દ્વારા 2005માં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી રચીને કેટલાંક સુધારા પછીયે અગમ્ય કારણોસર આ પોલિસીનો અમલ કરાયો નથી. સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીના અમલીકરણ મામલે AMC તંત્ર અને શાસક પક્ષના ઠાગા ઠૈયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આમ, લગભગ 19 વર્ષથી ટલ્લે ચડેલી સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીનો અમલ હજુયે અદ્ધરતાલ જ રહ્યો છે અને તેના કારણે શહેરમાં ઠેર ઠેર રોડ સાઈડ, ફુટપાથ પર અડ્ડો જમાવનાર ચા, ઈડલી- સંભાર, બટાકા પૌંઆ, ઓમલેટ, વગેરે જેવા ગરમ નાસ્તાની લારીઓ યથાવત જોવા મળશે. આમ, TP કમિટીમાંથી સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીની દરખાસ્ત 'ધોયેલા મૂળાની જેમ' પરત કરવામાં આવી છે. સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી મુદ્દે AMC તંત્ર અને શાસક પક્ષ વચ્ચે સંકલનનો અભાવ હોવાનું તેમજ અધિકારીઓના 'સરકારી' જવાબથી TP કમિટી ચેરમેન પણ સંતોષ માની લેતા હોવાનું માનવામાં આવે છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 12 દિવસ પહેલાં સૂચિત દરખાસ્ત મોકલવામાં આવી હોવા છતાં એસ્ટેટ વિભાગે અને શાસકો હજુયે એક બીજાના ખો આપી રહ્યા છે. TP કમિટી ચેરમેને કહ્યું કે, AMCની મંજૂરી વિના સી.જી. રોડ પર પર ખોદકામ કરના એક કંપનીને ઈજનેર વિભાગે રૂ.25 લાખનો દંડ ફટકાર્યો છે પંરતુ તે વસૂલ થયો નથી અને દંડ વસૂલવાની સત્તા ઈજનેર વિભાગની કે એસ્ટેટ વિભાગની એવો પ્રશ્ન સર્જાયો છે. ખોખરામાં લારા- ગલ્લા ઉપાડીને ફક્ત 24 કલાકમાં જ પરત આપી દેવાતાં એસ્ટેટ વિભાગની કામગીરી સામે શંકા વ્યક્ત કરાઈ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને રોડસાઈડ પર ધંધો કરતા ફેરિયાના દબાણોને કારણે સર્જાતી સમસ્યા હળવી કરવાની નેમ સાથેની સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી સુધારા કરવા માટે મોકલવામાં આવેલી દરખાસ્તમાં TP કમિટીમાં કોઈ પ્રકારનો અભ્યાસ કર્યા વિના કે સુધારા સૂચવાયા વિના આ કામ બાકી રાખવામાં આવ્યું છે.
સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અંગેની મિનિટ્સમાં સુધારા સૂચવવાની કાયદામાં જોગવાઈ છે કે નહીં ? તે અંગે TP કમિટી ચેરમેન પ્રિતેશ મહેતાએ અધિકારીઓને પૂછતાં AMCના એસ્ટેટ અધિકારીને પણ તે અંગે કોઈ ખબર કે જાણકારી ન હોવાનું અને તે અંગે હવે તપાસ કરશે તેવું જાણવા મળે છે. AMC દ્વારા 2005માં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી રચીને કેટલાંક સુધારા પછીયે અગમ્ય કારણોસર આ પોલિસીનો અમલ કરાયો નથી. સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીના અમલીકરણ મામલે AMC તંત્ર અને શાસક પક્ષના ઠાગા ઠૈયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આમ, લગભગ 19 વર્ષથી ટલ્લે ચડેલી સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીનો અમલ હજુયે અદ્ધરતાલ જ રહ્યો છે અને તેના કારણે શહેરમાં ઠેર ઠેર રોડ સાઈડ, ફુટપાથ પર અડ્ડો જમાવનાર ચા, ઈડલી- સંભાર, બટાકા પૌંઆ, ઓમલેટ, વગેરે જેવા ગરમ નાસ્તાની લારીઓ યથાવત જોવા મળશે. આમ, TP કમિટીમાંથી સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીની દરખાસ્ત 'ધોયેલા મૂળાની જેમ' પરત કરવામાં આવી છે. સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી મુદ્દે AMC તંત્ર અને શાસક પક્ષ વચ્ચે સંકલનનો અભાવ હોવાનું તેમજ અધિકારીઓના 'સરકારી' જવાબથી TP કમિટી ચેરમેન પણ સંતોષ માની લેતા હોવાનું માનવામાં આવે છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 12 દિવસ પહેલાં સૂચિત દરખાસ્ત મોકલવામાં આવી હોવા છતાં એસ્ટેટ વિભાગે અને શાસકો હજુયે એક બીજાના ખો આપી રહ્યા છે.
TP કમિટી ચેરમેને કહ્યું કે, AMCની મંજૂરી વિના સી.જી. રોડ પર પર ખોદકામ કરના એક કંપનીને ઈજનેર વિભાગે રૂ.25 લાખનો દંડ ફટકાર્યો છે પંરતુ તે વસૂલ થયો નથી અને દંડ વસૂલવાની સત્તા ઈજનેર વિભાગની કે એસ્ટેટ વિભાગની એવો પ્રશ્ન સર્જાયો છે. ખોખરામાં લારા- ગલ્લા ઉપાડીને ફક્ત 24 કલાકમાં જ પરત આપી દેવાતાં એસ્ટેટ વિભાગની કામગીરી સામે શંકા વ્યક્ત કરાઈ છે.