Patanમા 800 લોકોની પૂછપરછ કર્યા બાદ 40 દિવસે હત્યાનો ઉકેલાયો ભેદ

રૂપિયા જરૂર પડતા અપનાવ્યો હત્યા કરવાનો માર્ગ મહિલા સાથે રૂપિયાની લૂંટ કરી અને ત્યારબાદ હત્યા કરાઈ મહિલા હુમલો કરનારને ઓળખી જતા આરોપીએ લીદો બદલો દીકરો બીમાર હતો અને રૂપિયાની જરરૂ હતી.ત્યારે સગા જોડે રૂપિયા માંગવા ના પડે તેને લઈ પાટણમાં મંદિરની બહાર શ્રીફળ વેચતી મહિલા સાથે લૂંટ ચલાવાની ઘટના બની હતી,મહિલાએ હુમલાખોરને ઓળખી પાડયો હતો ત્યારબાદ હુમલાખોરે મહિલાને ધાકધમકી આપી હતી ત્યારે એક દિવસ એકલતાનો લાભ લઈ આરોપીએ મહિલાની હત્યા કરી મૃતદેહને બાવળીયામાં નાખી દીધો હતો,અને પોલીસ દોડતી થઈ અને 40 દિવસે હત્યાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસની શંકા સાચી નિકળી પાટણના સિદ્ધપુરના લૂખાસણ ગામે તા 20-07-2024 ના શિવ વસાગર હનુમાનજીના મંદિરના પાછળના ભાગે બાવળોની ઝાડીમાં કેશરબેન વશરામભાઈ રાવળ નામાંની મહિલાનો મૃતદેહ બાળવના ઝાડ સાથે લટકતી હાલતમા મળ્યો હતો, પ્રથમ દ્રષ્ટિએ મહિલાએ આત્મહત્યા કરી હોય તેવું અનુમાન લગાવાઇ રહ્યું હતું પરંતુ, મૃતદેહ જે સ્થિતિમાં હતો તે જોતા મહિલા સાથે કંઈક તો ખોટું થયું હોવાનું પોલીસને શંકા ઉપજી, પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે મોકલ્યું અને પીએમ રિપોર્ટ આવ્યા તો પોલીસની શંકા ખરી ઉતરી અને મહિલાએ આત્મહત્યા નહીં પરંતુ મહિલાને ગળે ટુંપો આપી કોઈએ હત્યા કરી હોવાનું બહાર આવ્યું. ત્યાર બાદ પોલીસે મૃતક મહિલાના દીકરા આશિસ વશરામભાઈ રાવળની ફરિયાદને આધારે હત્યાનો ગુનો નોંધી મહિલાની હત્યા કોણે અને કેમ કરી તે દિશામાં તપાસનો દોર શરૂ કર્યો. પોલીસે બનાવી હતી અલગ ટીમો લૂખાસણ ગામે મંદિરના પાછળ બાવળોમાં મહિલાની હત્યા કરેલ મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી અને બીજી બાજુ મૃતક મહિલાના પરિવારજનો અને સમાજમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા કે હત્યા કોને એન કેમ કરી જેથી પરિવારજનો અને સમાજના અગ્રણીઓ પણ પાટણ પોલીસ સામે આક્રોશ સાથે દબાણ કરતા રહ્યા કે ગમે તેમ કરી સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી હત્યારાંને જેલના સળિયા પાછળ ધકેલો, પાટણ પોલીસ પણ ગુનાની ગંભીરતા લઇ LCB, SOG, અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટિમો બનાવી હત્યારા સુધી પહોંચવા તપાસનો દોર શરૂ કર્યો હતો. પોલીસે હાથધર્યુ હતુ સર્ચ ઓપરેશન પોલીસે હત્યારાં ને શોધવા પ્રથમ ઘટના સ્થળ પર જીઇ ઝીણવટ ભરી તપાસ હાથ ધરી પરંતુ ઘટના સ્થળ પર પોલીસ ને હત્યારા સુધી પહોંચે તેવી કોઈ કડી હાથમા ના લાગી ત્યાર બાદ પોલીસ દ્વારા ઘટના સ્થળની આજુબાજુ CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલેન્સ તેમજ હ્યુમનસોર્સથી અને FSL ની મદદથી સાયન્ટેફિક પદ્ધતિથી તપાસનો દોર શરૂ કર્યો તો પોલીસને હત્યારા સુધી પહોંચવા એક સામાન્ય કડી હાથ લાગી જેમાં પોલીસને બનાવ વખતે એક ઈસમ કમરથી નીચેના ભાગે કેશરી કલરનું વસ્ત્ર પહેરેલ છે જે આધાર્રે પોલીસ તપાસનો દોર તેજ કર્યો અને લૂખાસણ, નાદોત્રા, નાગવાસણ, સંદેરી, અને મેણોજ ગામમાં રહેતા લોકો, ખેત મજુર તેમજ મજૂરી અર્થે આવેલા અન્ય જિલ્લા અને રાજ્યના આશરે 800 જેટલાં લોકોની પૂછપરછ થતાં સર્ચ ઓપરેશન કર્યું. પોલીસે આરોપીની કરી ધરપકડ આ દરમિયાન LCB પીએસઆઈ આર, કે પટેલને લીડ મળેલ કે હત્યાનો ગુનો આચરનાર ઈસમ કલ્પેશ ભાઈ ડાહ્યાભાઈ વાલ્મિકી રહે, લૂખાસણ વાળોછે,ત્યાર બાદ LCB, SOG અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો વાલ્મિકી કલ્પેશને પકડવા દોડતી થઈ અને બાતમી ના આધારે આરોપી કલ્પેશ ડાહ્યાભાઈ વાલ્મિકી ગામમાં આવતાની સાથેજ પોલીસે તેને દબોચી સિદ્ધપુર પોલીસ મથકે લાવી સઘન પૂછ પરછ કરતા આરોપી ઈસમે મહિલાની હત્યા કરી હોવાનું કબ્લ્યુ હતું.  

Patanમા 800 લોકોની પૂછપરછ કર્યા બાદ 40 દિવસે હત્યાનો ઉકેલાયો ભેદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રૂપિયા જરૂર પડતા અપનાવ્યો હત્યા કરવાનો માર્ગ
  • મહિલા સાથે રૂપિયાની લૂંટ કરી અને ત્યારબાદ હત્યા કરાઈ
  • મહિલા હુમલો કરનારને ઓળખી જતા આરોપીએ લીદો બદલો

દીકરો બીમાર હતો અને રૂપિયાની જરરૂ હતી.ત્યારે સગા જોડે રૂપિયા માંગવા ના પડે તેને લઈ પાટણમાં મંદિરની બહાર શ્રીફળ વેચતી મહિલા સાથે લૂંટ ચલાવાની ઘટના બની હતી,મહિલાએ હુમલાખોરને ઓળખી પાડયો હતો ત્યારબાદ હુમલાખોરે મહિલાને ધાકધમકી આપી હતી ત્યારે એક દિવસ એકલતાનો લાભ લઈ આરોપીએ મહિલાની હત્યા કરી મૃતદેહને બાવળીયામાં નાખી દીધો હતો,અને પોલીસ દોડતી થઈ અને 40 દિવસે હત્યાનો ભેદ ઉકેલાયો હતો.

પોલીસની શંકા સાચી નિકળી

પાટણના સિદ્ધપુરના લૂખાસણ ગામે તા 20-07-2024 ના શિવ વસાગર હનુમાનજીના મંદિરના પાછળના ભાગે બાવળોની ઝાડીમાં કેશરબેન વશરામભાઈ રાવળ નામાંની મહિલાનો મૃતદેહ બાળવના ઝાડ સાથે લટકતી હાલતમા મળ્યો હતો, પ્રથમ દ્રષ્ટિએ મહિલાએ આત્મહત્યા કરી હોય તેવું અનુમાન લગાવાઇ રહ્યું હતું પરંતુ, મૃતદેહ જે સ્થિતિમાં હતો તે જોતા મહિલા સાથે કંઈક તો ખોટું થયું હોવાનું પોલીસને શંકા ઉપજી, પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે મોકલ્યું અને પીએમ રિપોર્ટ આવ્યા તો પોલીસની શંકા ખરી ઉતરી અને મહિલાએ આત્મહત્યા નહીં પરંતુ મહિલાને ગળે ટુંપો આપી કોઈએ હત્યા કરી હોવાનું બહાર આવ્યું. ત્યાર બાદ પોલીસે મૃતક મહિલાના દીકરા આશિસ વશરામભાઈ રાવળની ફરિયાદને આધારે હત્યાનો ગુનો નોંધી મહિલાની હત્યા કોણે અને કેમ કરી તે દિશામાં તપાસનો દોર શરૂ કર્યો.


પોલીસે બનાવી હતી અલગ ટીમો

લૂખાસણ ગામે મંદિરના પાછળ બાવળોમાં મહિલાની હત્યા કરેલ મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી અને બીજી બાજુ મૃતક મહિલાના પરિવારજનો અને સમાજમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા કે હત્યા કોને એન કેમ કરી જેથી પરિવારજનો અને સમાજના અગ્રણીઓ પણ પાટણ પોલીસ સામે આક્રોશ સાથે દબાણ કરતા રહ્યા કે ગમે તેમ કરી સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી હત્યારાંને જેલના સળિયા પાછળ ધકેલો, પાટણ પોલીસ પણ ગુનાની ગંભીરતા લઇ LCB, SOG, અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટિમો બનાવી હત્યારા સુધી પહોંચવા તપાસનો દોર શરૂ કર્યો હતો.

પોલીસે હાથધર્યુ હતુ સર્ચ ઓપરેશન

પોલીસે હત્યારાં ને શોધવા પ્રથમ ઘટના સ્થળ પર જીઇ ઝીણવટ ભરી તપાસ હાથ ધરી પરંતુ ઘટના સ્થળ પર પોલીસ ને હત્યારા સુધી પહોંચે તેવી કોઈ કડી હાથમા ના લાગી ત્યાર બાદ પોલીસ દ્વારા ઘટના સ્થળની આજુબાજુ CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલેન્સ તેમજ હ્યુમનસોર્સથી અને FSL ની મદદથી સાયન્ટેફિક પદ્ધતિથી તપાસનો દોર શરૂ કર્યો તો પોલીસને હત્યારા સુધી પહોંચવા એક સામાન્ય કડી હાથ લાગી જેમાં પોલીસને બનાવ વખતે એક ઈસમ કમરથી નીચેના ભાગે કેશરી કલરનું વસ્ત્ર પહેરેલ છે જે આધાર્રે પોલીસ તપાસનો દોર તેજ કર્યો અને લૂખાસણ, નાદોત્રા, નાગવાસણ, સંદેરી, અને મેણોજ ગામમાં રહેતા લોકો, ખેત મજુર તેમજ મજૂરી અર્થે આવેલા અન્ય જિલ્લા અને રાજ્યના આશરે 800 જેટલાં લોકોની પૂછપરછ થતાં સર્ચ ઓપરેશન કર્યું.


પોલીસે આરોપીની કરી ધરપકડ

આ દરમિયાન LCB પીએસઆઈ આર, કે પટેલને લીડ મળેલ કે હત્યાનો ગુનો આચરનાર ઈસમ કલ્પેશ ભાઈ ડાહ્યાભાઈ વાલ્મિકી રહે, લૂખાસણ વાળોછે,ત્યાર બાદ LCB, SOG અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો વાલ્મિકી કલ્પેશને પકડવા દોડતી થઈ અને બાતમી ના આધારે આરોપી કલ્પેશ ડાહ્યાભાઈ વાલ્મિકી ગામમાં આવતાની સાથેજ પોલીસે તેને દબોચી સિદ્ધપુર પોલીસ મથકે લાવી સઘન પૂછ પરછ કરતા આરોપી ઈસમે મહિલાની હત્યા કરી હોવાનું કબ્લ્યુ હતું.