આજી-4 ડેમના નીચાણવાળા ગામોની હજારો હેકટર જમીનમાં વાવેતર સાફ

અતિવૃષ્ટિને કારણે ડેમ ઓવરફલો થતાં પાયમાલી 30 ગામનાં ખેડૂતોની કફોડી સ્થિતિઃ મગફળી, કપાસ એરંડા, તુવેર અને અડસ સહિતનો પાક ધોવાઈ ગયોરાજકોટ,:  જામનગર જિલ્લાનાં જોડિયા તાલુકાનાં આજી-4 ડેમનાં નીચાણવાળા વિસ્તારમાં આવેલા ગામોનાં ખેતરોમાં ભારે વરસાદ બાદ પુરનાં પાણી ફરી વળતા ભારે નુકશાન થયું હોવાની રજુઆત ખેડૂત સંકલન સમિતિ દ્વારા મુખ્યમંત્રીને કરવામાં આવશે. આ વિસ્તારનાં 3- જેટલા ગામનાં ખેડૂતોની જમીનોમાં મગફળી, કપાસ, એરંડા, તુવેર , અડદ અને ગુવારનું વાવેતર સાફ થઈગ યું હોવાથી સત્વરે  નુકશાનીનાં સર્વેની કામગરી હાથ ધરવાની તાકીદ કરવામાં આવી છે.હાલાર પંથકમાં અતિવૃષ્ટિને લીધે અનેક જલ સ્ત્રાવોમાં ઓવરફલો જળાશયોને લીધે સંક્યાબંધ ગામનાં ખેતરો ધોવાઈ ગયા છે. આ અંગે મુખ્યમંત્રીને જોડિયા વિસ્તારનાં જામસર, રણજીતપર, ભીમકટા, બાલભા, સામપર, માધાપર, મોરાણા, જીરાગઢ, જસાપર, પીઠડ , રસનાળ, ટીંબડી, બોડાકા સહિતનાં ગામોમાં ભારે વરસાદનાં કારણે આજી-1, આજી-2, આજી-3 અને આજી-૪ ડેમ ઓવરફલોનાં પાણીએ ખેતરોનાં શેઢા ધોઈ નાખ્યા છે. ખેતરોમાં માટી ધોવાઈ જતાં ભારે નુકસાન થયું છે. ઘણી માવજત કરી વાવેતરનું જતન કરવામાં આવ્યું હોવા છતાં જમીન ધોવાઈ જતાં મોંઘા ભાવનાં બિયારણ, ખાતર, દવા અને મહેનત માથે પડી છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ ચિંતાજનક બની રહી હોવાથી તાકીદે આ વસિત્રમાં અતિવૃષ્ટિથી થયેલી નુકશાનીનો સર્વે હાથ ધરવામાં આવે તેમજ ખેડૂતોને આર્થિક વળતર વહેલાસર ચુકવવામાં આવે તેવી માંગ કરી આજી-4 નદીનાં પટ વિસ્તારમાંથી રેતી કાઢવાની લીઝ બંધ કરાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

આજી-4 ડેમના નીચાણવાળા ગામોની હજારો હેકટર જમીનમાં વાવેતર સાફ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


અતિવૃષ્ટિને કારણે ડેમ ઓવરફલો થતાં પાયમાલી 30 ગામનાં ખેડૂતોની કફોડી સ્થિતિઃ મગફળી, કપાસ એરંડા, તુવેર અને અડસ સહિતનો પાક ધોવાઈ ગયો

રાજકોટ,:  જામનગર જિલ્લાનાં જોડિયા તાલુકાનાં આજી-4 ડેમનાં નીચાણવાળા વિસ્તારમાં આવેલા ગામોનાં ખેતરોમાં ભારે વરસાદ બાદ પુરનાં પાણી ફરી વળતા ભારે નુકશાન થયું હોવાની રજુઆત ખેડૂત સંકલન સમિતિ દ્વારા મુખ્યમંત્રીને કરવામાં આવશે. આ વિસ્તારનાં 3- જેટલા ગામનાં ખેડૂતોની જમીનોમાં મગફળી, કપાસ, એરંડા, તુવેર , અડદ અને ગુવારનું વાવેતર સાફ થઈગ યું હોવાથી સત્વરે  નુકશાનીનાં સર્વેની કામગરી હાથ ધરવાની તાકીદ કરવામાં આવી છે.

હાલાર પંથકમાં અતિવૃષ્ટિને લીધે અનેક જલ સ્ત્રાવોમાં ઓવરફલો જળાશયોને લીધે સંક્યાબંધ ગામનાં ખેતરો ધોવાઈ ગયા છે. આ અંગે મુખ્યમંત્રીને જોડિયા વિસ્તારનાં જામસર, રણજીતપર, ભીમકટા, બાલભા, સામપર, માધાપર, મોરાણા, જીરાગઢ, જસાપર, પીઠડ , રસનાળ, ટીંબડી, બોડાકા સહિતનાં ગામોમાં ભારે વરસાદનાં કારણે આજી-1, આજી-2, આજી-3 અને આજી-૪ ડેમ ઓવરફલોનાં પાણીએ ખેતરોનાં શેઢા ધોઈ નાખ્યા છે. ખેતરોમાં માટી ધોવાઈ જતાં ભારે નુકસાન થયું છે. ઘણી માવજત કરી વાવેતરનું જતન કરવામાં આવ્યું હોવા છતાં જમીન ધોવાઈ જતાં મોંઘા ભાવનાં બિયારણ, ખાતર, દવા અને મહેનત માથે પડી છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ ચિંતાજનક બની રહી હોવાથી તાકીદે આ વસિત્રમાં અતિવૃષ્ટિથી થયેલી નુકશાનીનો સર્વે હાથ ધરવામાં આવે તેમજ ખેડૂતોને આર્થિક વળતર વહેલાસર ચુકવવામાં આવે તેવી માંગ કરી આજી-4 નદીનાં પટ વિસ્તારમાંથી રેતી કાઢવાની લીઝ બંધ કરાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.