યુનિ.માં કાયમી સિવિલ ઈજનેરની નિમણૂક વિના આજે 100 કરોડનાં નવા કામોની ચર્ચા

નવનિયુકત સિવિલ ઈજનેર પણ ચાર દી નોકરી કરીને જતા રહ્યા : રૂા. 29 કરોડનાં ખર્ચે આધુનિક એકેડેમિક બિલ્ડિંગ, રૂા. 11 કરોડના ખર્ચે ગેસ્ટ હાઉસ ઊભું કરવાના પ્લાન મુકાયાઃ આજે શિક્ષણ વિભાગ સાથે વીડિયો કોન્ફરન્સરાજકોટ, : સૌરાષ્ટ્ર યુનિ.ને ભારત સરકારનાં ઉચ્ચ રાષ્ટ્રીય શિક્ષા અભિયાન હેઠળ રૂા. 100 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. ફેબ્રંઆરી 2024 દરમિયાન મંજુર કરવામાં આવેલી આ રકમમાંથી જે બાંધકામ અને રીનોવેશનનાં કામો હાથ ધરવામાં આવનાર હોવાથી આવતીકાલ તા.ર૧નાુ રાજયનાં શિક્ષણ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ  યોજવામાં આવી છે. પરંતુ બાંધકામ વિભાગમાં થોડા સમય પહેલાં જ સીવીલ ઈજનેરની જે નિમણુંક કરવામાં આવી હતી તે અધિકારી ચાર દિવસ નોકરી કરીને જતા રહ્યા બાદ ફરીને યુનિ.માં કાયમી સીવીલ ઈજનેરની સમસ્યા મુંઝવણરૂપ બની રહી છે. સૌરાષ્ટ્ર યુનિ.માં બાંધકામનાં કામોનાં સુપરવિઝન, બિલ પેમેન્ટ માટે મેજરમેન્ટ બુકમાં નોંધ કરવા સહિતનાં કામો બાબતે કાયમી સીવીલ ઈજનેરની ખાસ જરૂર હોવા છતાં છેલ્લા બે વર્ષથી આ જગ્યા ખાલી રહી છે. તાજેતરમાં સીવીલ ઈજનેરની નવી નિમણૂંક માટે વોક ઈન ઈન્ટરવ્યુ ગોઠાવવામાં આવ્યા હતા. તેમાં જેમની પસંદગી કરવામાં આવી હતી તે અધિકારી પણ કામ છોડીને જતા રહ્યા છે.  કમનસીબે બાંધકામ વિભાગનો કાર્યભાર સંભાળતા ડેપ્યુટી રજીસ્ટાર પણ આગામી તા. 30 ઓકટો.નાં નિવૃત થઈ રહ્યા છે.  પ્લેસમેન્ટ ઉપર ફરજ બજાવતા ઈજનેરો થકી નિયમ મુજબ બાંધધામનાં કામો આગળ વધી શકે તેમ નથી. આ સંજોગોમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ અભિયાન હેઠળ જે રૂા.100 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ છે તેનાં પ્લાન અને એસ્ટીમેટ આજે જે રજૂ કરવામાં આવ્યા હતા તેમાં એકેડેમીક બિલ્ડીંગના 11686 સ્કેવર મીટર બાંધકામ માટે રૂા.29.44 કરોડ, નવા ગેસ્ટ હાઉસનાં બાંધકામ માટે રૂા.11.06 કરોડ મળી કુલ રૂા.40.51કરોડનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. જયારે જુદા-જુદા ભવનોના રીનોવેશન પાછળ રૂા. 8.06 કરોડનો ખર્ચ થનાર હોવાનું પ્લાન-એસ્ટીમેટમાં  દર્શાવવામાં આવ્યું છે. નવા એકેડેમીક બિલ્ડીંગમાં સ્માર્ટ સિસ્ટમ, લેબોરેટરી, સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર, રેકોર્ડીંગ સ્ટુડિયો, કોમ્પ્યુટર અને લેંગ્વેજ લેબ, મીટીંગ રૂમ, રીસર્ચ સેન્ટર, લાયબ્રેરી, સ્ટોર રૂમ, કાફે એરિયાની સુવિધા ઉભી કરવામાં આવનાર હોવાનું જણાવાયું છે. ખાસ 28 રૂમના નવા ગેસ્ટ હાઉસમાં ત્રણ માળના બિલ્ડિંગમાં મહેમાનો માટે આધુનિક સુવિધા ઉભી કરાશે. રૂા. 40 કરોડ જેવી રકમ રીસર્ચનાં સાધનો પાછળ વપરાશે. અલબત રૂા. 100 કરોડ જેવી માતબર ગ્રાન્ટની રકમ ફાળવવામાં આવે તેમ હોવા છતાં બાંધકામ વિભાગમાં કાયમી સીવીલ ઈજનેર સહિતના જવાબદાર અધિકારીઓની નિમણૂંક કયારે થશે તે પ્રશ્ન ચર્ચાસ્પદ બની રહ્યો છે. 

યુનિ.માં કાયમી સિવિલ ઈજનેરની નિમણૂક વિના આજે 100 કરોડનાં નવા કામોની ચર્ચા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


નવનિયુકત સિવિલ ઈજનેર પણ ચાર દી નોકરી કરીને જતા રહ્યા : રૂા. 29 કરોડનાં ખર્ચે આધુનિક એકેડેમિક બિલ્ડિંગ, રૂા. 11 કરોડના ખર્ચે ગેસ્ટ હાઉસ ઊભું કરવાના પ્લાન મુકાયાઃ આજે શિક્ષણ વિભાગ સાથે વીડિયો કોન્ફરન્સ

રાજકોટ, : સૌરાષ્ટ્ર યુનિ.ને ભારત સરકારનાં ઉચ્ચ રાષ્ટ્રીય શિક્ષા અભિયાન હેઠળ રૂા. 100 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. ફેબ્રંઆરી 2024 દરમિયાન મંજુર કરવામાં આવેલી આ રકમમાંથી જે બાંધકામ અને રીનોવેશનનાં કામો હાથ ધરવામાં આવનાર હોવાથી આવતીકાલ તા.ર૧નાુ રાજયનાં શિક્ષણ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ  યોજવામાં આવી છે. પરંતુ બાંધકામ વિભાગમાં થોડા સમય પહેલાં જ સીવીલ ઈજનેરની જે નિમણુંક કરવામાં આવી હતી તે અધિકારી ચાર દિવસ નોકરી કરીને જતા રહ્યા બાદ ફરીને યુનિ.માં કાયમી સીવીલ ઈજનેરની સમસ્યા મુંઝવણરૂપ બની રહી છે. 

સૌરાષ્ટ્ર યુનિ.માં બાંધકામનાં કામોનાં સુપરવિઝન, બિલ પેમેન્ટ માટે મેજરમેન્ટ બુકમાં નોંધ કરવા સહિતનાં કામો બાબતે કાયમી સીવીલ ઈજનેરની ખાસ જરૂર હોવા છતાં છેલ્લા બે વર્ષથી આ જગ્યા ખાલી રહી છે. તાજેતરમાં સીવીલ ઈજનેરની નવી નિમણૂંક માટે વોક ઈન ઈન્ટરવ્યુ ગોઠાવવામાં આવ્યા હતા. તેમાં જેમની પસંદગી કરવામાં આવી હતી તે અધિકારી પણ કામ છોડીને જતા રહ્યા છે.  કમનસીબે બાંધકામ વિભાગનો કાર્યભાર સંભાળતા ડેપ્યુટી રજીસ્ટાર પણ આગામી તા. 30 ઓકટો.નાં નિવૃત થઈ રહ્યા છે.  પ્લેસમેન્ટ ઉપર ફરજ બજાવતા ઈજનેરો થકી નિયમ મુજબ બાંધધામનાં કામો આગળ વધી શકે તેમ નથી. આ સંજોગોમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ અભિયાન હેઠળ જે રૂા.100 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ છે તેનાં પ્લાન અને એસ્ટીમેટ આજે જે રજૂ કરવામાં આવ્યા હતા તેમાં એકેડેમીક બિલ્ડીંગના 11686 સ્કેવર મીટર બાંધકામ માટે રૂા.29.44 કરોડ, નવા ગેસ્ટ હાઉસનાં બાંધકામ માટે રૂા.11.06 કરોડ મળી કુલ રૂા.40.51કરોડનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. જયારે જુદા-જુદા ભવનોના રીનોવેશન પાછળ રૂા. 8.06 કરોડનો ખર્ચ થનાર હોવાનું પ્લાન-એસ્ટીમેટમાં  દર્શાવવામાં આવ્યું છે. નવા એકેડેમીક બિલ્ડીંગમાં સ્માર્ટ સિસ્ટમ, લેબોરેટરી, સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર, રેકોર્ડીંગ સ્ટુડિયો, કોમ્પ્યુટર અને લેંગ્વેજ લેબ, મીટીંગ રૂમ, રીસર્ચ સેન્ટર, લાયબ્રેરી, સ્ટોર રૂમ, કાફે એરિયાની સુવિધા ઉભી કરવામાં આવનાર હોવાનું જણાવાયું છે. ખાસ 28 રૂમના નવા ગેસ્ટ હાઉસમાં ત્રણ માળના બિલ્ડિંગમાં મહેમાનો માટે આધુનિક સુવિધા ઉભી કરાશે. રૂા. 40 કરોડ જેવી રકમ રીસર્ચનાં સાધનો પાછળ વપરાશે. અલબત રૂા. 100 કરોડ જેવી માતબર ગ્રાન્ટની રકમ ફાળવવામાં આવે તેમ હોવા છતાં બાંધકામ વિભાગમાં કાયમી સીવીલ ઈજનેર સહિતના જવાબદાર અધિકારીઓની નિમણૂંક કયારે થશે તે પ્રશ્ન ચર્ચાસ્પદ બની રહ્યો છે.