Ahmedabad: E-KYC ના કામમાંથી શિક્ષકો-આચાર્યોને મુક્તિની માગ

ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ધોરણ.1થી 10ના વિદ્યાર્થીઓની પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિમાં E-KYC લાગુ કરી છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરની શાળાઓના શિક્ષણકાર્યને ખોરંભે ચડાવી દીધુ છે.જિલ્લાઓના ઉચ્ચ અધિકારીઓ દ્વારા DEO-DPEO મારફતે શાળાઓ પર એટલા હદે દબાણ કરવામાં આવી રહ્યુ છે કે, તેઓ ખુબ ત્રસ્ત થઈ ચુક્યાં છે. બીજી તરફ દિવાળી વેકેશન સમયે જ પાટણ અને સુરેન્દ્રનગરના DEO દ્વારા વેકેશન પર રોક લગાવતો ધમકીભર્યો ફતવો જાહેર કરાતાં ભારે આક્રોસ ફેલાયો છે. જેથી રાજ્યના વિવિધ શિક્ષક અને શાળા મંડળો દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે કે, E-KYC કામગીરીમાંથી શિક્ષકો અને આચાર્યોને મુક્તિ આપવામાં આવે, આ કામગીરી કેમના કાર્યક્ષેત્રમાં આવતી જ નથી. શિક્ષક સંઘો દ્વારા રજૂઆત કરાઈ છે કે, E-KYC કામગીરી મૂળભૂત શિક્ષકો નથી. RTE એક્ટ મુજબ માત્ર આપાતકાલીન પરિસ્થિતિ અને ચૂંટણી સિવાય શિક્ષકોને વેકેશન ભોગવતા અટકાવી શકાય નહી. E-KYC એ કેમ શિક્ષકોનુ નહી પણ અન્ય વિભાગોનું છે. શિક્ષકો માર્ગદર્શન આપવા માટે સહયોગી થાય છે.  સ્કૂલ બોર્ડના શિક્ષકો E-KYC પૂર્ણ કરે તો જ દીવાળી વેકેશન વિદ્યાર્થીઓના શિષ્યવૃતિઓના નામે શિક્ષકોને અન્યાય થઇ રહ્યો હોવાનો શિક્ષકે સંઘે રોષ વ્યક્ત કર્યો છે. ત્યારે AMC સ્કૂલ બોર્ડે પણ રેશનીંગ કાર્ડના E-KYC ની 100 ટકા કામગીરી પૂરી કરનાર શિક્ષકને જ દિવાળી વેકેશનની મંજૂરી આપવાના પરિપત્રથી ભારે રોષ ભભૂકી ઉઠયો છે. AMC ના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના E-KYC ની કામગીરી પૂરી થઇ નથી. બીજીતરફ AMC સ્કૂલ બોર્ડ દ્વારા દિવાળી પહેલા કામગીરી પૂરી કરવાનો આગ્રહ રખાયો છે.

Ahmedabad: E-KYC ના કામમાંથી શિક્ષકો-આચાર્યોને મુક્તિની માગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ધોરણ.1થી 10ના વિદ્યાર્થીઓની પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિમાં E-KYC લાગુ કરી છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરની શાળાઓના શિક્ષણકાર્યને ખોરંભે ચડાવી દીધુ છે.

જિલ્લાઓના ઉચ્ચ અધિકારીઓ દ્વારા DEO-DPEO મારફતે શાળાઓ પર એટલા હદે દબાણ કરવામાં આવી રહ્યુ છે કે, તેઓ ખુબ ત્રસ્ત થઈ ચુક્યાં છે. બીજી તરફ દિવાળી વેકેશન સમયે જ પાટણ અને સુરેન્દ્રનગરના DEO દ્વારા વેકેશન પર રોક લગાવતો ધમકીભર્યો ફતવો જાહેર કરાતાં ભારે આક્રોસ ફેલાયો છે. જેથી રાજ્યના વિવિધ શિક્ષક અને શાળા મંડળો દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે કે, E-KYC કામગીરીમાંથી શિક્ષકો અને આચાર્યોને મુક્તિ આપવામાં આવે, આ કામગીરી કેમના કાર્યક્ષેત્રમાં આવતી જ નથી. શિક્ષક સંઘો દ્વારા રજૂઆત કરાઈ છે કે, E-KYC કામગીરી મૂળભૂત શિક્ષકો નથી. RTE એક્ટ મુજબ માત્ર આપાતકાલીન પરિસ્થિતિ અને ચૂંટણી સિવાય શિક્ષકોને વેકેશન ભોગવતા અટકાવી શકાય નહી. E-KYC એ કેમ શિક્ષકોનુ નહી પણ અન્ય વિભાગોનું છે. શિક્ષકો માર્ગદર્શન આપવા માટે સહયોગી થાય છે. 

સ્કૂલ બોર્ડના શિક્ષકો E-KYC પૂર્ણ કરે તો જ દીવાળી વેકેશન

વિદ્યાર્થીઓના શિષ્યવૃતિઓના નામે શિક્ષકોને અન્યાય થઇ રહ્યો હોવાનો શિક્ષકે સંઘે રોષ વ્યક્ત કર્યો છે. ત્યારે AMC સ્કૂલ બોર્ડે પણ રેશનીંગ કાર્ડના E-KYC ની 100 ટકા કામગીરી પૂરી કરનાર શિક્ષકને જ દિવાળી વેકેશનની મંજૂરી આપવાના પરિપત્રથી ભારે રોષ ભભૂકી ઉઠયો છે. AMC ના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના E-KYC ની કામગીરી પૂરી થઇ નથી. બીજીતરફ AMC સ્કૂલ બોર્ડ દ્વારા દિવાળી પહેલા કામગીરી પૂરી કરવાનો આગ્રહ રખાયો છે.