Vav election: ભાજપ હોય કે કોંગ્રેસ બંને હારેલાને હવાલે,ઠાકોર V/s રાજપૂતનો જંગ

વાવ વિધાનસભા મતક્ષેત્રની પેટાચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસ અને ભાજપે મેન્ડેટ સાથે ઉમેદવારોના નામો જાહેર કર્યા હતા.શુક્રવારે બપોરે ત્રણેક વાગ્યે ફોર્મ સ્વીકારવાની અવધિ પૂર્ણ થાય તે પહેલા કોંગ્રેસે થરાદના પુર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા.જ્યારે ભાજપે ફરી સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપતા આ બંને ઉમેદવારોએ છેલ્લા કલાકોમાં ફોર્મ ભર્યુ હતુ. આ સાથે જ જ્ઞાતિવાદના પરીબળો વચ્ચે વાવમાં ઠાકોર સામે રાજપૂતનો જંગ જામશે. બંને ઉમેદવારોને છેલ્લે વર્ષ 2022ની સામાન્ય ચૂંટણીમાં હાર મળી હતી. હવે આ બે માંથી 13 નવેમ્બરે યોજનારી પેટાચૂંટણી જીતે છે તેના ઉપર સૌની નજર રહેશે. ગુલાબસિંહ પીરાભાઈ રાજપૂત વર્ષ 2019માં થરાદ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યા હતા. વાવ મતક્ષેત્રમાં તેઓ પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે જેમના રાજીનામાથી પેટાચૂંટણી યોજાઈ રહી છે તે સાંસદ ગેનીબહેન ઠાકોરના ભાઈ તરીકે જાણિતા ઠાકરસી રબારીને કોંગ્રેસે ટિકિટ ન આપતા તેમને મનદુઃખ થયાનું ચિત્ર ઉપસ્યું છે. ભાજપમાં પણ અઢી વર્ષ અગાઉની સામાન્ય ચૂંટણી હારનારા સ્વરૂપજી સરદારજીને ફરીથી ટિકિટ આપવામાં આવતા ભારે કકળાટ અને અસંતોષ છે. જેના પગલે માવજી ચતરાભાઈ પટેલ અને સુઈગામ ભાજપ મહામંત્રી જામાભાઈ પટેલ એમ બે નેતાઓએ ખુલ્લેઆમ બંડ પોકારીને અપક્ષ ઉમેદવારી કરી છે. ઉમેદવારીના છેલ્લા દિવસે સાગમેટ 17 ઉમેદવારોએ ફોર્મ ભરતા આ પેટાચૂંટણીમાં કૂલ 21ની દાવેદારી થઈ છે. હવે સોમવારે કોણ ફોર્મ પરત ખેંચે છે, ચકાસણીને અંતે ફોર્મ રદ્દ થશે તેનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ પેટાચૂંટણી રસપ્રદ થશે.મોરની જેમ છેલ્લી 30 મિનિટમાં માવજી પટેલે કળા કરી ફોર્મ ભર્યું બનાસકાંઠામાં છેક સુધી બંધમાં રાજકારણ રમનારા ભાજપને હાથના કર્યા હૈયે વાગ્યા જેવો ઘાટ રચાયો છે. કહેવાય છે કે, ભાજપે છ સ્થાનિક આગેવાનેને ભાજપના જ ઉમેદવાર તરીકે ફોર્મ ભરાવીને તૈયાર રાખ્યા હતા. પરંતુ, થયુ એવુ કે શુક્રવારે સવારે હમણાં પોતાના નામનું મેન્ડેટ જાહેર થશે તેવી આશાએ ઉમેદવારી કરવા માટે ચૂંટણી અધિકારીની કચેરીની બહાર તૈયાર થઈને ઉભા રહ્યા હતા. ભાજપના ટોચના વર્તુળોમાં બળવાખોરી રોકવા માટે સ્ટ્રેટેજી નક્કી થઈ હતી. ફોર્મ ભરવાની છેલ્લી 20 મિનિટ અર્થાત 2-30 પછી ત્રણ વાગ્યા પહેલા નામ જાહેર કરવાનું હતુ. પરંતુ, બપોરે 12-45એ સ્વરૂપજી ઠાકોરના નામનું મેન્ટેડ જાહેર થતા બનાસ બેંકના ડિરેક્ટર માવજી પટેલના પુત્રએ પિતાનું ભાજપના ઉમેદવારરૂપે તૈયાર ફોર્મની ઉપરાંત ખાનગીમાં અપક્ષ તરીકે તૈયાર રાખેલુ બીજુ ફોર્મ પણ ભરાવ્યુ હતુ. આથી, સોમવારે મેન્ટેડ (સ્વરૂપજી) સિવાય ભાજપના પાંચેય ફોર્મ રદ્દ થશે પણ માવજી પેટલનું અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ માન્ય ઠરશે. વાવમાં છેલ્લી ત્રણ ચૂંટણી : બે વાર કોંગ્રેસ, એક વખત ભાજપનો હાથ ઉપર વર્ષ 2012થી વાવ વિધાનસભા બેઠક અસ્તિત્ત્વમાં આવી એ પછીથી અત્યાર સુધીમાં ત્રણ વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે, આ ત્રણ ચૂંટણી જંગમાં બે વખત કોંગ્રેસ જ્યારે એક વાર ભાજપનો હાથ ઉપર રહ્યો છે. વર્ષ 2012માં ભાજપના ઉમેદવાર શંકર ચૌધરી વાવમાં ચૂંટણી જંગ જીત્યા હતા, જ્યારે 2017 અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ગેનીબહેન ઠાકોરે ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને મ્હાત આપી હતી. છેલ્લે વર્ષ 2022ની ચૂંટણીમાં ગેનીબહેન ઠાકોરે 1,02,513 મતો મેળવ્યા હતા જ્યારે ભાજપના સ્વરૂપ ઠાકોરને 86,912 મતો મળ્યા હતા. વર્ષ 2017ના વિધાનસભા ચૂંટણી જંગમાં કોંગ્રેસને 1,02,328 જ્યારે ભાજપને 95,673 આ ઉપરાંત વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપને 72,640 તેમજ કોંગ્રેસને 60,729 મતો મળ્યા હતા. કોંગ્રેસે પૂર્વ MLA ગુલાબસિંહને ટિકિટ આપતાં બળવાના સૂર, ફિક્સિંગનો આરોપ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ હાઈકમાન્ડે છેલ્લા દિવસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે, કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભરતાં પહેલાં જાહેર સભા યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. ગુલાબસિંહ છેલ્લે 2019ની વિધાનસભાની પેટા ચૂંટણીમાં થરાદ બેઠક પર પેટા ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા, છેલ્લે 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમની હાર થઈ હતી. વર્ષ 2006થી 2007માં એનએસયુઆઈ, ગુજરાતના જનરલ સેક્રેટરી, યૂથ કોંગ્રેસ વગેરેમાં વિવિધ હોદ્દા પર કામ કર્યું હતું. મત વિસ્તારમાં સ્થાનિક પ્રશ્નોને લઈને લડત આપી હતી. બીજી તરફ વાવ બેઠક ઉપર ગુલાબસિંહને ટિકિટ મળતાં કોંગ્રેસના ટિકિટના દાવેદાર ઠાકરશી રબારીએ બળવાના સૂર વ્યક્ત કર્યા હતા અને કોંગ્રેસ ઉપર ફિક્સિંગનો આરોપ મૂક્યો હતો, તેમણે જણાવ્યું હતું કે, બે મહિનાથી ઉમેદવાર ફિક્સ જ હતા તો પછી લોકોની લાગણી સાથે રમવાની ક્યાં જરૂર હતી. આ દાવેદારે ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

Vav election: ભાજપ હોય કે કોંગ્રેસ બંને હારેલાને હવાલે,ઠાકોર V/s રાજપૂતનો જંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વાવ વિધાનસભા મતક્ષેત્રની પેટાચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસ અને ભાજપે મેન્ડેટ સાથે ઉમેદવારોના નામો જાહેર કર્યા હતા.શુક્રવારે બપોરે ત્રણેક વાગ્યે ફોર્મ સ્વીકારવાની અવધિ પૂર્ણ થાય તે પહેલા કોંગ્રેસે થરાદના પુર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા.

જ્યારે ભાજપે ફરી સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપતા આ બંને ઉમેદવારોએ છેલ્લા કલાકોમાં ફોર્મ ભર્યુ હતુ. આ સાથે જ જ્ઞાતિવાદના પરીબળો વચ્ચે વાવમાં ઠાકોર સામે રાજપૂતનો જંગ જામશે. બંને ઉમેદવારોને છેલ્લે વર્ષ 2022ની સામાન્ય ચૂંટણીમાં હાર મળી હતી. હવે આ બે માંથી 13 નવેમ્બરે યોજનારી પેટાચૂંટણી જીતે છે તેના ઉપર સૌની નજર રહેશે. ગુલાબસિંહ પીરાભાઈ રાજપૂત વર્ષ 2019માં થરાદ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યા હતા. વાવ મતક્ષેત્રમાં તેઓ પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે જેમના રાજીનામાથી પેટાચૂંટણી યોજાઈ રહી છે તે સાંસદ ગેનીબહેન ઠાકોરના ભાઈ તરીકે જાણિતા ઠાકરસી રબારીને કોંગ્રેસે ટિકિટ ન આપતા તેમને મનદુઃખ થયાનું ચિત્ર ઉપસ્યું છે. ભાજપમાં પણ અઢી વર્ષ અગાઉની સામાન્ય ચૂંટણી હારનારા સ્વરૂપજી સરદારજીને ફરીથી ટિકિટ આપવામાં આવતા ભારે કકળાટ અને અસંતોષ છે. જેના પગલે માવજી ચતરાભાઈ પટેલ અને સુઈગામ ભાજપ મહામંત્રી જામાભાઈ પટેલ એમ બે નેતાઓએ ખુલ્લેઆમ બંડ પોકારીને અપક્ષ ઉમેદવારી કરી છે. ઉમેદવારીના છેલ્લા દિવસે સાગમેટ 17 ઉમેદવારોએ ફોર્મ ભરતા આ પેટાચૂંટણીમાં કૂલ 21ની દાવેદારી થઈ છે. હવે સોમવારે કોણ ફોર્મ પરત ખેંચે છે, ચકાસણીને અંતે ફોર્મ રદ્દ થશે તેનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ પેટાચૂંટણી રસપ્રદ થશે.

મોરની જેમ છેલ્લી 30 મિનિટમાં માવજી પટેલે કળા કરી ફોર્મ ભર્યું

બનાસકાંઠામાં છેક સુધી બંધમાં રાજકારણ રમનારા ભાજપને હાથના કર્યા હૈયે વાગ્યા જેવો ઘાટ રચાયો છે. કહેવાય છે કે, ભાજપે છ સ્થાનિક આગેવાનેને ભાજપના જ ઉમેદવાર તરીકે ફોર્મ ભરાવીને તૈયાર રાખ્યા હતા. પરંતુ, થયુ એવુ કે શુક્રવારે સવારે હમણાં પોતાના નામનું મેન્ડેટ જાહેર થશે તેવી આશાએ ઉમેદવારી કરવા માટે ચૂંટણી અધિકારીની કચેરીની બહાર તૈયાર થઈને ઉભા રહ્યા હતા. ભાજપના ટોચના વર્તુળોમાં બળવાખોરી રોકવા માટે સ્ટ્રેટેજી નક્કી થઈ હતી. ફોર્મ ભરવાની છેલ્લી 20 મિનિટ અર્થાત 2-30 પછી ત્રણ વાગ્યા પહેલા નામ જાહેર કરવાનું હતુ. પરંતુ, બપોરે 12-45એ સ્વરૂપજી ઠાકોરના નામનું મેન્ટેડ જાહેર થતા બનાસ બેંકના ડિરેક્ટર માવજી પટેલના પુત્રએ પિતાનું ભાજપના ઉમેદવારરૂપે તૈયાર ફોર્મની ઉપરાંત ખાનગીમાં અપક્ષ તરીકે તૈયાર રાખેલુ બીજુ ફોર્મ પણ ભરાવ્યુ હતુ. આથી, સોમવારે મેન્ટેડ (સ્વરૂપજી) સિવાય ભાજપના પાંચેય ફોર્મ રદ્દ થશે પણ માવજી પેટલનું અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ માન્ય ઠરશે.

વાવમાં છેલ્લી ત્રણ ચૂંટણી : બે વાર કોંગ્રેસ, એક વખત ભાજપનો હાથ ઉપર

વર્ષ 2012થી વાવ વિધાનસભા બેઠક અસ્તિત્ત્વમાં આવી એ પછીથી અત્યાર સુધીમાં ત્રણ વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે, આ ત્રણ ચૂંટણી જંગમાં બે વખત કોંગ્રેસ જ્યારે એક વાર ભાજપનો હાથ ઉપર રહ્યો છે. વર્ષ 2012માં ભાજપના ઉમેદવાર શંકર ચૌધરી વાવમાં ચૂંટણી જંગ જીત્યા હતા, જ્યારે 2017 અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ગેનીબહેન ઠાકોરે ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને મ્હાત આપી હતી. છેલ્લે વર્ષ 2022ની ચૂંટણીમાં ગેનીબહેન ઠાકોરે 1,02,513 મતો મેળવ્યા હતા જ્યારે ભાજપના સ્વરૂપ ઠાકોરને 86,912 મતો મળ્યા હતા. વર્ષ 2017ના વિધાનસભા ચૂંટણી જંગમાં કોંગ્રેસને 1,02,328 જ્યારે ભાજપને 95,673 આ ઉપરાંત વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપને 72,640 તેમજ કોંગ્રેસને 60,729 મતો મળ્યા હતા.

કોંગ્રેસે પૂર્વ MLA ગુલાબસિંહને ટિકિટ આપતાં બળવાના સૂર, ફિક્સિંગનો આરોપ

વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ હાઈકમાન્ડે છેલ્લા દિવસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે, કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભરતાં પહેલાં જાહેર સભા યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. ગુલાબસિંહ છેલ્લે 2019ની વિધાનસભાની પેટા ચૂંટણીમાં થરાદ બેઠક પર પેટા ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા, છેલ્લે 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમની હાર થઈ હતી. વર્ષ 2006થી 2007માં એનએસયુઆઈ, ગુજરાતના જનરલ સેક્રેટરી, યૂથ કોંગ્રેસ વગેરેમાં વિવિધ હોદ્દા પર કામ કર્યું હતું. મત વિસ્તારમાં સ્થાનિક પ્રશ્નોને લઈને લડત આપી હતી. બીજી તરફ વાવ બેઠક ઉપર ગુલાબસિંહને ટિકિટ મળતાં કોંગ્રેસના ટિકિટના દાવેદાર ઠાકરશી રબારીએ બળવાના સૂર વ્યક્ત કર્યા હતા અને કોંગ્રેસ ઉપર ફિક્સિંગનો આરોપ મૂક્યો હતો, તેમણે જણાવ્યું હતું કે, બે મહિનાથી ઉમેદવાર ફિક્સ જ હતા તો પછી લોકોની લાગણી સાથે રમવાની ક્યાં જરૂર હતી. આ દાવેદારે ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.