Rakshabandhan: ગાંધીનગરની સરકારી પ્રાથમિક શાળાઓમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

પ્રાથમિક શાળા, સેક્ટર-16 ખાતે સામુહિક ઉજવણી શાળાની વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓને રાખડી બાંધી ભાઈ-બહેનના પ્રેમનું મહત્ત્વ સમજાવવા પ્રયાસ સરકારી પ્રાથમિક શાળા, સેકટર-૧૬, ગાંધીનગર ખાતે શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ રક્ષાબંધન પર્વની સામુહિક ઉજવણી કરેલ. શાળાની વિદ્યાર્થીનીઓએ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કુમકુમથી તિલક કરીને રાખડી બાંધી હતી.ભાઈ-બહેનના પ્રેમનું મહત્ત્વ સમજાવવા પ્રયાસ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના જીવનમાં ભાઈ બહેનના પ્રેમનું મહત્વ સમજાય તે હેતુસર શાળામાં આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય અરુણભાઈ પટેલે રક્ષાબંધન પર્વ નિમિત્તે ભાઈ બહેનનો પ્રેમ કેવો અતુટ અને અમૂલ્ય છે અને જીવનમાં એનું કેટલું મહત્ત્વ છે તે વિશે વ્યક્તવ્ય આપ્યું હતું. સેક્ટર-13ની નિવાસી શાળામાં રક્ષાબંધનની ઉજવણીનંદનવન અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, સેકટર-૧૩, ગાંધીનગર ખાતે ફોરમ સંગીની ગૃપની મહિલાઓ તથા શાળા પરિવાર દ્વારા રક્ષાબંધન પર્વની સામુહિક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ ભાઈ-બહેનનો પ્રેમ દર્શાવતા ગીતો ગાઈને ઉલ્લાસભેર રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. શાળાની વિદ્યાર્થીનીઓએ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાખડી બાંધી હતી. ફોરમ સંગીની ગૃપની મહિલાઓએ પણ શાળાના વિદ્યાર્થીઓને રાખડી બાંધી હતી. નિવાસી શાળા હોવાથી પોતાના વતનથી દૂર રહીને બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે. એટલે કોઈ બહેનને એના ભાઈ અને ભાઈને એની બહેન યાદ આવે તે સ્વાભાવિક છે. આ પર્વની ઉજવણી થકી એવા બાળકોને ભાઈ કે બહેનની ખોટ સાલે નહીં એ હેતુસર સામુહિક રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય યોગેશ દરજી દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે ભાઈ બહેનના પ્રેમ કેવો હોવો જોઈએ એની સમજ આપી રક્ષાબંધન પર્વની મહત્તા વિશે વ્યક્તવ્ય રજૂ કરવામાં આવ્યુ.

Rakshabandhan: ગાંધીનગરની સરકારી પ્રાથમિક શાળાઓમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પ્રાથમિક શાળા, સેક્ટર-16 ખાતે સામુહિક ઉજવણી
  • શાળાની વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓને રાખડી બાંધી
  • ભાઈ-બહેનના પ્રેમનું મહત્ત્વ સમજાવવા પ્રયાસ

સરકારી પ્રાથમિક શાળા, સેકટર-૧૬, ગાંધીનગર ખાતે શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ રક્ષાબંધન પર્વની સામુહિક ઉજવણી કરેલ. શાળાની વિદ્યાર્થીનીઓએ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કુમકુમથી તિલક કરીને રાખડી બાંધી હતી.


ભાઈ-બહેનના પ્રેમનું મહત્ત્વ સમજાવવા પ્રયાસ

શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના જીવનમાં ભાઈ બહેનના પ્રેમનું મહત્વ સમજાય તે હેતુસર શાળામાં આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય અરુણભાઈ પટેલે રક્ષાબંધન પર્વ નિમિત્તે ભાઈ બહેનનો પ્રેમ કેવો અતુટ અને અમૂલ્ય છે અને જીવનમાં એનું કેટલું મહત્ત્વ છે તે વિશે વ્યક્તવ્ય આપ્યું હતું.

સેક્ટર-13ની નિવાસી શાળામાં રક્ષાબંધનની ઉજવણી

નંદનવન અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, સેકટર-૧૩, ગાંધીનગર ખાતે ફોરમ સંગીની ગૃપની મહિલાઓ તથા શાળા પરિવાર દ્વારા રક્ષાબંધન પર્વની સામુહિક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ ભાઈ-બહેનનો પ્રેમ દર્શાવતા ગીતો ગાઈને ઉલ્લાસભેર રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. શાળાની વિદ્યાર્થીનીઓએ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાખડી બાંધી હતી. ફોરમ સંગીની ગૃપની મહિલાઓએ પણ શાળાના વિદ્યાર્થીઓને રાખડી બાંધી હતી.


નિવાસી શાળા હોવાથી પોતાના વતનથી દૂર રહીને બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે. એટલે કોઈ બહેનને એના ભાઈ અને ભાઈને એની બહેન યાદ આવે તે સ્વાભાવિક છે. આ પર્વની ઉજવણી થકી એવા બાળકોને ભાઈ કે બહેનની ખોટ સાલે નહીં એ હેતુસર સામુહિક રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય યોગેશ દરજી દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે ભાઈ બહેનના પ્રેમ કેવો હોવો જોઈએ એની સમજ આપી રક્ષાબંધન પર્વની મહત્તા વિશે વ્યક્તવ્ય રજૂ કરવામાં આવ્યુ.