Girsomnathના વેળવા ગામ નજીક નવા બે ટોલબુથ થશે શરૂ, વાહનચાલકોમાં ભારે આક્રોશ
જૂનાગઢ સોમનાથ વચ્ચે બે ટોલ બુથ કાર્યરત છે ત્યારે સોમનાથ ઉના નેશનલ હાઇવેમાં હવે ગોરખમઢી અને કોડીનાર નજીક વધુ 2 ટોલબુથ ટૂંક સમયમાં શરૂ થવાના છે ત્યારે ઉનાથી જૂનાગઢ વચ્ચે આવતા વ્યવસાયિક અને પ્રવાસીઓ વાહન ચાલકો વારંવાર રોષ વ્યક્ત કરી રહ્યા છે. અને હાઇવે ઓથોરિટી જાણે લોકોને લૂંટવા બેઠી હોય તેવા આક્ષેપો કરી રહ્યા છે. નિયમ પ્રમાણે ટોલબુથ નહી હાઈવે ઓથોરિટીના નિયમ પ્રમાણે 60 કિલોમીટર કરતાં વધારેના અંતરે એક ટોલબુથ હોવું જોઈએ પરંતુ આ નિયમ ઉના જૂનાગઢ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર જળવાતો નથી જેને કારણે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોમાં હવે રોષ પણ ઉભો થતો જોવા મળી રહ્યો છે, જૂનાગઢથી સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં આજના દિવસે વંથલી નજીક ગાદોઈ અને વેરાવળ નજીક ડારી ખાતે બે ટોલબુથ અસ્તિત્વ ધરાવે છે. ત્યારે સોમનાથથી ઉના વચ્ચે બની રહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગને લઈને હવે બે નવા ટોલબુથ કોડીનાર નજીક વેળવા ગામ નજીક અને ગોરખમઢી નજીક આગામી દિવસોમાં શરૂ થવા જઈ રહ્યા છે. પ્રવાસીઓને ચૂકવવા પડશે વધુ રૂપિયા પ્રવાસન સ્થળ દીવ, સોમનાથ અને સાસણ, જુનાગઢ આવતા પ્રવાસીઓની સાથે સોમનાથ અને ઉના વચ્ચે ચાલતા વ્યવસાયિક વાહન ચાલકોને પણ હવે વધુ બે ટોલબુથ પર આગામી દિવસોમાં ટોલ ચાર્જ ચૂકવવો પડશે. જેને લઈ વાહન ચાલકો માં રોષ જોવા મળી રહ્યો છે.સામાન્ય રીતે છેલ્લા કેટલાક વર્ષોમાં સોમનાથ સહિત તેમની આસપાસના વિસ્તારોનો સારો એવો વિકાસ થયો છે અને સોમનાથ મંદિર સહિત દીવ, સાસણ અને તુલસીશ્યામ માં દેશભરમાથી પ્રવાસીઓ આવતા હોય છે અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે પરંતુ સરકાર અને હાઇવે ઓથોરિટી જાણે લોકોને લૂંટવા બેઠી હોય તેમ વેરાવળ નજીક ના ડારી ટોલ નાકા થી લઈ કોડીનાર સુધના 63 કિલોમીટરના વિસ્તારમાં ત્રણ ટોલ નાકા ઉભા કરી દેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અગ્રણીઓમાં પણ રોષ ડારી ટોલ નાકું કાર્યરત છે અને આગામી દિવસોમાં વધુ બે ટોલબુથો શરૂ થવાની તૈયારીને લઈ પ્રવાસીઓ ભારોભાર રોષ વ્યક્ત કરી રહ્યા છે. ટુરિઝમને લઈને સાસણ જૂનાગઢ સોમનાથ અને દીવ આ પર્યટન સ્થળો વચ્ચે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ સમગ્ર વર્ષ દરમિયાન આવતા હોય છે આવી પરિસ્થિતિમાં વધુ નવા બે ટોલ બુથ શરૂ થવાને કારણે એક વખત અહીંથી દિવ જવા અને દીવ થી પરત આવવા માટે હજાર રૂપિયા કરતા વધુનો ખર્ચ વધારાનો ચૂકવવો પડશે, તો બીજી તરફ ઉનાથી જૂનાગઢ વચ્ચે ચાલતા સ્થાનિક નાના વાહન ચાલકો પણ દિવસમાં બે વખત જૂનાગઢથી ઉના વચ્ચે ચાલતા હોય છે આવી પરિસ્થિતિમાં તેમને પણ વધારાના ટોલ બુથના ચાર્જ ચૂકવવો પડશે જેથી આ માર્ગ પર બની રહેલા ટોલબૂથ ને કારણે વ્યાપારીક અને પ્રવાસી એમ બંને પ્રકાર ના વાહન ચાલકોને નુકસાન થશે જેનો રોષ અગ્રણીઓ પણ વ્યક્ત કરી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢ સોમનાથ વચ્ચે બે ટોલ બુથ કાર્યરત છે ત્યારે સોમનાથ ઉના નેશનલ હાઇવેમાં હવે ગોરખમઢી અને કોડીનાર નજીક વધુ 2 ટોલબુથ ટૂંક સમયમાં શરૂ થવાના છે ત્યારે ઉનાથી જૂનાગઢ વચ્ચે આવતા વ્યવસાયિક અને પ્રવાસીઓ વાહન ચાલકો વારંવાર રોષ વ્યક્ત કરી રહ્યા છે. અને હાઇવે ઓથોરિટી જાણે લોકોને લૂંટવા બેઠી હોય તેવા આક્ષેપો કરી રહ્યા છે.
નિયમ પ્રમાણે ટોલબુથ નહી
હાઈવે ઓથોરિટીના નિયમ પ્રમાણે 60 કિલોમીટર કરતાં વધારેના અંતરે એક ટોલબુથ હોવું જોઈએ પરંતુ આ નિયમ ઉના જૂનાગઢ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર જળવાતો નથી જેને કારણે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોમાં હવે રોષ પણ ઉભો થતો જોવા મળી રહ્યો છે, જૂનાગઢથી સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં આજના દિવસે વંથલી નજીક ગાદોઈ અને વેરાવળ નજીક ડારી ખાતે બે ટોલબુથ અસ્તિત્વ ધરાવે છે. ત્યારે સોમનાથથી ઉના વચ્ચે બની રહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગને લઈને હવે બે નવા ટોલબુથ કોડીનાર નજીક વેળવા ગામ નજીક અને ગોરખમઢી નજીક આગામી દિવસોમાં શરૂ થવા જઈ રહ્યા છે.
પ્રવાસીઓને ચૂકવવા પડશે વધુ રૂપિયા
પ્રવાસન સ્થળ દીવ, સોમનાથ અને સાસણ, જુનાગઢ આવતા પ્રવાસીઓની સાથે સોમનાથ અને ઉના વચ્ચે ચાલતા વ્યવસાયિક વાહન ચાલકોને પણ હવે વધુ બે ટોલબુથ પર આગામી દિવસોમાં ટોલ ચાર્જ ચૂકવવો પડશે. જેને લઈ વાહન ચાલકો માં રોષ જોવા મળી રહ્યો છે.સામાન્ય રીતે છેલ્લા કેટલાક વર્ષોમાં સોમનાથ સહિત તેમની આસપાસના વિસ્તારોનો સારો એવો વિકાસ થયો છે અને સોમનાથ મંદિર સહિત દીવ, સાસણ અને તુલસીશ્યામ માં દેશભરમાથી પ્રવાસીઓ આવતા હોય છે અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે પરંતુ સરકાર અને હાઇવે ઓથોરિટી જાણે લોકોને લૂંટવા બેઠી હોય તેમ વેરાવળ નજીક ના ડારી ટોલ નાકા થી લઈ કોડીનાર સુધના 63 કિલોમીટરના વિસ્તારમાં ત્રણ ટોલ નાકા ઉભા કરી દેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
અગ્રણીઓમાં પણ રોષ
ડારી ટોલ નાકું કાર્યરત છે અને આગામી દિવસોમાં વધુ બે ટોલબુથો શરૂ થવાની તૈયારીને લઈ પ્રવાસીઓ ભારોભાર રોષ વ્યક્ત કરી રહ્યા છે. ટુરિઝમને લઈને સાસણ જૂનાગઢ સોમનાથ અને દીવ આ પર્યટન સ્થળો વચ્ચે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ સમગ્ર વર્ષ દરમિયાન આવતા હોય છે આવી પરિસ્થિતિમાં વધુ નવા બે ટોલ બુથ શરૂ થવાને કારણે એક વખત અહીંથી દિવ જવા અને દીવ થી પરત આવવા માટે હજાર રૂપિયા કરતા વધુનો ખર્ચ વધારાનો ચૂકવવો પડશે, તો બીજી તરફ ઉનાથી જૂનાગઢ વચ્ચે ચાલતા સ્થાનિક નાના વાહન ચાલકો પણ દિવસમાં બે વખત જૂનાગઢથી ઉના વચ્ચે ચાલતા હોય છે આવી પરિસ્થિતિમાં તેમને પણ વધારાના ટોલ બુથના ચાર્જ ચૂકવવો પડશે જેથી આ માર્ગ પર બની રહેલા ટોલબૂથ ને કારણે વ્યાપારીક અને પ્રવાસી એમ બંને પ્રકાર ના વાહન ચાલકોને નુકસાન થશે જેનો રોષ અગ્રણીઓ પણ વ્યક્ત કરી રહ્યા છે.