Saurashtra: અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં 3.7ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો

અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ધારીના ગ્રામ્ય વિસ્તારો લીલીયા, સાવરકુંડલા, બગસરા, રાજુલામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ધારીથી 16 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું. જૂનાગઢ જિલ્લામાં પણ 3.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો. અમરેલી જિલ્લામાં ભૂકંપના આંચકાથી લોકોમાં ભય ખાંભાના તાતણીયા ગામે લોકો ઘરની બહાર દોડ્યા. હીરાના કારખાનામાં ભૂકંપનો આંચકો અનુભવાતા હીરાના કારીગરો બહાર દોડ્યા હતા જેનો સીસીટીવી વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ આંચકા આ સિવાય આ ભૂકંપના ઝટકાઓનો અનુભવ ગીર સોમનાથ તેમજ જૂનાગઢમાં થયો છે. અત્યાર સુધીમાં આ ભૂકંપને લઈને કોઈની જાનમાલના નુકસાનની માહિતી સામે નથી આવી. પરંતુ આ આંચકાને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ધારીથી 16 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોધાયું ધારીથી 16 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોધાયું નોંધાયું છે. જેમાં ખાસ કરીને સાવરકુંડલા અને ધારીમાં જ આ ભૂકંપનો વધારે અનુભવ થયો છે. ઉપરાંત અમરેલી સિવાય પણ ગીર સોમનાથ તેમજ જૂનાગઢમાં આ ભૂકંપના આંચકાઓનો અનુભવ થયો છે. જેને લઈને અન્ય જિલ્લાના લોકોમાં પણ ભયનો માહોલ તો ફેલાયો જ છે. આ ભૂકંપની તીવ્રતા 3.7 ની હોવાનું સામે આવ્યું છે. જેથી વધારે કોઈ નુકસાનના સમાચાર હજુ સામે આવ્યા નથી.

Saurashtra: અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં 3.7ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ધારીના ગ્રામ્ય વિસ્તારો લીલીયા, સાવરકુંડલા, બગસરા, રાજુલામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ધારીથી 16 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું. જૂનાગઢ જિલ્લામાં પણ 3.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો.

અમરેલી જિલ્લામાં ભૂકંપના આંચકાથી લોકોમાં ભય

ખાંભાના તાતણીયા ગામે લોકો ઘરની બહાર દોડ્યા. હીરાના કારખાનામાં ભૂકંપનો આંચકો અનુભવાતા હીરાના કારીગરો બહાર દોડ્યા હતા જેનો સીસીટીવી વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ આંચકા

આ સિવાય આ ભૂકંપના ઝટકાઓનો અનુભવ ગીર સોમનાથ તેમજ જૂનાગઢમાં થયો છે. અત્યાર સુધીમાં આ ભૂકંપને લઈને કોઈની જાનમાલના નુકસાનની માહિતી સામે નથી આવી. પરંતુ આ આંચકાને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ધારીથી 16 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોધાયું

ધારીથી 16 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોધાયું નોંધાયું છે. જેમાં ખાસ કરીને સાવરકુંડલા અને ધારીમાં જ આ ભૂકંપનો વધારે અનુભવ થયો છે. ઉપરાંત અમરેલી સિવાય પણ ગીર સોમનાથ તેમજ જૂનાગઢમાં આ ભૂકંપના આંચકાઓનો અનુભવ થયો છે. જેને લઈને અન્ય જિલ્લાના લોકોમાં પણ ભયનો માહોલ તો ફેલાયો જ છે. આ ભૂકંપની તીવ્રતા 3.7 ની હોવાનું સામે આવ્યું છે. જેથી વધારે કોઈ નુકસાનના સમાચાર હજુ સામે આવ્યા નથી.