Ahmedabad: નકલી ચોર બનીને અસલી ચોરને ઓળખવા પોલીસે ફેલાવી લોકજાગૃતિ

દિવાળીના પર્વને લઈ અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છે. દિવાળીની ખરીદી સમયે જ અનેક ચોરી-લૂંટ અને ઉચાપતની ઘટનાઓ બનતી હોય છે. જેથી ખાસ કરીને મહિલાઓ કેટલી સજાગ છે તે અંગે જાણવા તેમજ તેમને જાગૃત કરવા માટે પોલીસ દ્વારા એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો હતો. અનેક આરોપીઓને પોલીસે પકડ્યા સામાન્ય રીતે શોપિંગ કરવા માટે મહિલાઓ પોતાના સામાન પ્રત્યે અને કિંમતી ચીજ વસ્તુઓ પ્રત્યે બેધ્યાન બની જાય છે, ત્યારે અનેક વસ્તુ ગુમાવી દે છે અને તેના લીધે નુકસાની વેઠવી પડે છે. ક્યારેક સંજોગોમાં સીસીટીવી જેવી ટેકનોલોજી પણ અમુક સ્થળે ન હોવાથી લેભાગુ તત્વો તેનો લાભ લઈ લેતા હોય છે, તેથી હંમેશા પોતાના સામાન પ્રત્યે કાળજી દાખવવી જોઈએ અને કોઈ પણ ખિસ્સા કાતરૂ આનો ભોગ ન બનાવે તે માટે લોકો સજાગ બને તેને લઈ પોલીસ દ્વારા મહિલાઓને સજાગ કરવામાં આવી હતી. જો કે શહેરના કારંજ પોલીસ સ્ટેશનમાં અનેક આરોપીઓને પકડીને લઈને આવતી પણ નજરે પડી છે. લાલાદરવાજા માર્કેટમાં નાગરિકોની ભીડ જામી દિવાળીને લઈને ખરીદી માટે જાણીતા એવા લાલ દરવાજાની બજારોમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આજે દિવાળી પહેલાનો છેલ્લો રવિવાર હોવાના કારણે લોકો અંતિમ સમયે ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં બજારમાં ઉમટી પડ્યા છે. દિવાળી પહેલા ખરીદીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘરવખરીનો સામાન, કપડાં સહિતની નાની મોટી વસ્તુઓ ખરીદવા લોકોની ભીડ જામી છે. પોલીસે લોકોને એલર્ટ કર્યા ત્યારે ખરીદી કરતા લોકોની કિંમતી ચીજવસ્તુઓ સાચવવા પોલીસે મહત્વની પહેલ કરી છે. પોલીસ મોબાઈલ, પર્સ, સોનાના દાગીના અને બાળકોને સાચવવા પોલીસે લોકોને એલર્ટ કર્યા અને તેના માટે પોલીસ નકલી ચોર બનીને લોકોમાં જાગૃતતા ફેલાવવાનું કામ કરી રહી છે. અહીં 30થી વધુ પોલીસ જવાનો લોક જાગૃતિમાં જોડાયા છે. પોલીસનો લોકોને ચોર ગઠિયાથી બચાવવાનો પ્રયત્ન અહીંયા લોકોની ભીડ વચ્ચે પોલીસ નકલી ચોર બનીને ખરીદીમાં વ્યસ્ત થયેલા લોકોના બાળકો, મોબાઈલ, બેગમાંથી સામાન કાઢી લે છે તેમ છતાં લોકોને ખ્યાલ રહેતો નથી, જેથી આવા અસલી ચોરથી બચાવવા માટે લોકોને માર્કેટમાં જઈને જાગૃત કર્યા હતા, જેથી લોકોની દિવાળી સુધરી શકે.

Ahmedabad: નકલી ચોર બનીને અસલી ચોરને ઓળખવા પોલીસે ફેલાવી લોકજાગૃતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીના પર્વને લઈ અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છે. દિવાળીની ખરીદી સમયે જ અનેક ચોરી-લૂંટ અને ઉચાપતની ઘટનાઓ બનતી હોય છે. જેથી ખાસ કરીને મહિલાઓ કેટલી સજાગ છે તે અંગે જાણવા તેમજ તેમને જાગૃત કરવા માટે પોલીસ દ્વારા એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો હતો.

અનેક આરોપીઓને પોલીસે પકડ્યા

સામાન્ય રીતે શોપિંગ કરવા માટે મહિલાઓ પોતાના સામાન પ્રત્યે અને કિંમતી ચીજ વસ્તુઓ પ્રત્યે બેધ્યાન બની જાય છે, ત્યારે અનેક વસ્તુ ગુમાવી દે છે અને તેના લીધે નુકસાની વેઠવી પડે છે. ક્યારેક સંજોગોમાં સીસીટીવી જેવી ટેકનોલોજી પણ અમુક સ્થળે ન હોવાથી લેભાગુ તત્વો તેનો લાભ લઈ લેતા હોય છે, તેથી હંમેશા પોતાના સામાન પ્રત્યે કાળજી દાખવવી જોઈએ અને કોઈ પણ ખિસ્સા કાતરૂ આનો ભોગ ન બનાવે તે માટે લોકો સજાગ બને તેને લઈ પોલીસ દ્વારા મહિલાઓને સજાગ કરવામાં આવી હતી. જો કે શહેરના કારંજ પોલીસ સ્ટેશનમાં અનેક આરોપીઓને પકડીને લઈને આવતી પણ નજરે પડી છે.

લાલાદરવાજા માર્કેટમાં નાગરિકોની ભીડ જામી

દિવાળીને લઈને ખરીદી માટે જાણીતા એવા લાલ દરવાજાની બજારોમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આજે દિવાળી પહેલાનો છેલ્લો રવિવાર હોવાના કારણે લોકો અંતિમ સમયે ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં બજારમાં ઉમટી પડ્યા છે. દિવાળી પહેલા ખરીદીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘરવખરીનો સામાન, કપડાં સહિતની નાની મોટી વસ્તુઓ ખરીદવા લોકોની ભીડ જામી છે.

પોલીસે લોકોને એલર્ટ કર્યા

ત્યારે ખરીદી કરતા લોકોની કિંમતી ચીજવસ્તુઓ સાચવવા પોલીસે મહત્વની પહેલ કરી છે. પોલીસ મોબાઈલ, પર્સ, સોનાના દાગીના અને બાળકોને સાચવવા પોલીસે લોકોને એલર્ટ કર્યા અને તેના માટે પોલીસ નકલી ચોર બનીને લોકોમાં જાગૃતતા ફેલાવવાનું કામ કરી રહી છે. અહીં 30થી વધુ પોલીસ જવાનો લોક જાગૃતિમાં જોડાયા છે.

પોલીસનો લોકોને ચોર ગઠિયાથી બચાવવાનો પ્રયત્ન

અહીંયા લોકોની ભીડ વચ્ચે પોલીસ નકલી ચોર બનીને ખરીદીમાં વ્યસ્ત થયેલા લોકોના બાળકો, મોબાઈલ, બેગમાંથી સામાન કાઢી લે છે તેમ છતાં લોકોને ખ્યાલ રહેતો નથી, જેથી આવા અસલી ચોરથી બચાવવા માટે લોકોને માર્કેટમાં જઈને જાગૃત કર્યા હતા, જેથી લોકોની દિવાળી સુધરી શકે.