Ahmedabad ગ્રામ્ય પોલીસે ઈરાની ગેંગના 2 આરોપીની કરી ધરપકડ, કરતા હતા ચોરી

અમદાવાદ ગ્રામ્ય પોલીસે એક એવી ગેંગના 2 આરોપીઓ ઝડપ્યા છે જે કુખ્યાત છે અને ઝડપાયેલા આરોપીઓ જે ગેંગ સાથે સંકળાયેલા છે તે ગેંગ અત્યારસુધીમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં ૧૦૦થી વધુ ગુનાઓ આચરી ચૂકી છે જેના કારણે અન્ય રાજ્યોની પોલીસ પણ આ ગેંગના સાગરીતોને ઝડપવા મથી રહી છે. વાહન ચેકિંગ દરમિયાન ઝડપાયા આરોપી ગ્રામ્ય પોલીસની કસ્ટડીમાં ઉભેલા આ આરોપીઓ મુસ્તુફા જાફરી અને શખી જાફરી છે જે કુખ્યાત ઈરાની ગેંગનાં સભ્યો છે.અમદાવાદ ગ્રામ્ય પોલીસ વિરમગામ વિસ્તારમાં વાહન ચેકીંગ કરી રહી હતી ત્યારે નંબર પ્લેટ વગરના બાઈક સાથે નીકળેલા આ આરોપીઓની શંકાના આધારે પૂછપરછ કરતા ઈરાની ગેંગ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું હતું.આ આરોપીઓ સાંણદ ,વિરમગામ અને બાવળામાં 3 ગુનાને અંજામ આપ્યો હતો.તેઓ ગુજરાતના જુદા જુદા જિલ્લામાં પોલીસ સ્વાંગ રચીને અનેક ગુના આચર્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. 20થી વધુ ગુનાને આપ્યો અંજામ પોલીસ તપાસમા સામે આવ્યું કે કુખ્યાત ઈરાની ગેંગ દ્વારા ગુજરાતમાં 20 થી વધુ ગુનાને અંજામ આપવામાં આવ્યો છે..ત્યારે ગુજરાત, મુંબઈ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં આ ગેંગ દ્વારા 100થી વધુ ગુના આચારવામાં આવ્યા છે..આરોપી ગુનાને અંજામ આપવા માટે ફ્લાઇટથી અવરજવર કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે સાથે જ રેકી કરવા માટે આરોપીઓ લોકલ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરતા હતા.. બાવળા પોલીસને સોંપ્યા આરોપીને આ ઈરાની ગેંગની એમ. ઓ ની વાત કર્યે તો તેઓ પોલીસ બનીને ચેકીંગના નામે લોકો પાસે પૈસા પડાવતા હતા અને બેંકમાં પૈસા ભરવા આવતા લોકોને પૈસા ભરવામાં મદદ કરવાના બહાને નજર ચૂકવીને પૈસા લઈ લેતા હતા.આવી રીતે અલગ અલગ મોડ્સઓપરેન્ડી થી પૈસા લઈ ને ફરાર થઈ જતાં હતા.આ ઇરાની ગેંગ વિરુદ્ધ નવા કાયદા મુજબ ગ્રામ્ય પોલીસે ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતી સિન્ડિકેટ ગેંગની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.વિરમગામ પોલીસે બંને આરોપીની કસ્ટડી બાવળા પોલીસને સોંપી છે.જ્યારે આ ગેંગમાં સામેલ અન્ય આરોપીને લઈ પોલીસે વધુ શોધખોળ શરૂ કરી છે.

Ahmedabad ગ્રામ્ય પોલીસે ઈરાની ગેંગના 2 આરોપીની કરી ધરપકડ, કરતા હતા ચોરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ ગ્રામ્ય પોલીસે એક એવી ગેંગના 2 આરોપીઓ ઝડપ્યા છે જે કુખ્યાત છે અને ઝડપાયેલા આરોપીઓ જે ગેંગ સાથે સંકળાયેલા છે તે ગેંગ અત્યારસુધીમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં ૧૦૦થી વધુ ગુનાઓ આચરી ચૂકી છે જેના કારણે અન્ય રાજ્યોની પોલીસ પણ આ ગેંગના સાગરીતોને ઝડપવા મથી રહી છે.

વાહન ચેકિંગ દરમિયાન ઝડપાયા આરોપી

ગ્રામ્ય પોલીસની કસ્ટડીમાં ઉભેલા આ આરોપીઓ મુસ્તુફા જાફરી અને શખી જાફરી છે જે કુખ્યાત ઈરાની ગેંગનાં સભ્યો છે.અમદાવાદ ગ્રામ્ય પોલીસ વિરમગામ વિસ્તારમાં વાહન ચેકીંગ કરી રહી હતી ત્યારે નંબર પ્લેટ વગરના બાઈક સાથે નીકળેલા આ આરોપીઓની શંકાના આધારે પૂછપરછ કરતા ઈરાની ગેંગ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું હતું.આ આરોપીઓ સાંણદ ,વિરમગામ અને બાવળામાં 3 ગુનાને અંજામ આપ્યો હતો.તેઓ ગુજરાતના જુદા જુદા જિલ્લામાં પોલીસ સ્વાંગ રચીને અનેક ગુના આચર્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

20થી વધુ ગુનાને આપ્યો અંજામ

પોલીસ તપાસમા સામે આવ્યું કે કુખ્યાત ઈરાની ગેંગ દ્વારા ગુજરાતમાં 20 થી વધુ ગુનાને અંજામ આપવામાં આવ્યો છે..ત્યારે ગુજરાત, મુંબઈ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં આ ગેંગ દ્વારા 100થી વધુ ગુના આચારવામાં આવ્યા છે..આરોપી ગુનાને અંજામ આપવા માટે ફ્લાઇટથી અવરજવર કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે સાથે જ રેકી કરવા માટે આરોપીઓ લોકલ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરતા હતા..

બાવળા પોલીસને સોંપ્યા આરોપીને

આ ઈરાની ગેંગની એમ. ઓ ની વાત કર્યે તો તેઓ પોલીસ બનીને ચેકીંગના નામે લોકો પાસે પૈસા પડાવતા હતા અને બેંકમાં પૈસા ભરવા આવતા લોકોને પૈસા ભરવામાં મદદ કરવાના બહાને નજર ચૂકવીને પૈસા લઈ લેતા હતા.આવી રીતે અલગ અલગ મોડ્સઓપરેન્ડી થી પૈસા લઈ ને ફરાર થઈ જતાં હતા.આ ઇરાની ગેંગ વિરુદ્ધ નવા કાયદા મુજબ ગ્રામ્ય પોલીસે ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતી સિન્ડિકેટ ગેંગની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.વિરમગામ પોલીસે બંને આરોપીની કસ્ટડી બાવળા પોલીસને સોંપી છે.જ્યારે આ ગેંગમાં સામેલ અન્ય આરોપીને લઈ પોલીસે વધુ શોધખોળ શરૂ કરી છે.