Ahmedabad LCB ઝોન 1 પોલીસે ઘરફોડના બે રીઢા આરોપીને ઝડપ્યા

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં એલસીબી ઝોન 1 પોલીસે બે રીઢા ગુનેગારને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલ્યો છે,આ સમગ્ર ઘટનામાં પોલીસને બાતમી મળી હતી કે બે આરોપી રીઢા છે અને તે ઘરફોડ ચોરીને અંજામ આપે છે,ત્યારે પોલીસે વોચ ગોઠવીને આ બન્ને આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી. નારણપુરા વિસ્તારમાં કરતા હતો ચોરી અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ઘરફોડ ચોરીને અંજામ આપતા બે આરોપીની એલસીબી ઝોન 1 પોલીસે ધરપકડ કરી છે,આરોપી રાત્રીના સમયે તેમજ દિવસના સમયે રેકી કરતા હતા અને જે ઘરો બંધ હોય તે ફલેટ અને સોસાયટીમાં રેકી કરતા હતા અને સમય મળે એ રીતે ચોરીને અંજામ આપતા હતા,પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીઓ રીક્ષા લઈને ચોરી કરવા માટે આવતા હતા અને રેકી કરે તે દરમિયાન પણ રીક્ષા લઈને આવતા હતા. ઘરફોડ ચોરીનો ઉકેલાયો ભેદ બન્ને આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે,ચોરી કરવી અને માલ-સામાન વેચી કાઢવાનું કામ આ આરોપીઓ કરતા હતા,આરોપી પાસેથી હાલ એક રીક્ષા જપ્ત કરવામાં આવી છે,બન્ને આરોપીઓ ભેગા મળીને ચોરીને અંજામ આપતા હતા,ઘરનું નકોચું ધીમેથી તોડીને તેઓ ઘરમાં પ્રવેશ કરતા હતા અને માત્ર 10થી 15 મિનિટમાં ચોરી કરીને રીક્ષા લઈને આરોપીઓ ફરાર થઈ જતા હતા,ત્યારે પોલીસ તપાસમાં વધુ ગુના ઉકેલાય તેવી શંકા સેવાઈ રહી છે,નારણપુરા સિવાય અન્ય કયા વિસ્તારમાં ચોરી કરી છે તેને લઈ પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથધરી છે. પોશ વિસ્તારમાં ચોરીનું પ્રમાણ વધ્યુ અમદાવાદના પોશ વિસ્તારમાં આરોપીઓ ચોરી કરી રહ્યાં છે,તેવી વાત પોલીસના સૂત્રો તરફથી મળી રહી છે,વસ્ત્રાપુર,આનંદનગર,નારણપુરા અને પાલડી જેવા વિસ્તારોમાં ચોરીની અને લૂંટની ઘટનાઓ છાશવારે બનતી હોય છે,પોલીસ સમય પ્રમાણે પેટ્રોલિંગ કરે તે જરૂરી બન્યું છે.પેટ્રોલિંગ તો થાય છે પણ ચોરી કરીને આરોપીઓ ફરાર થઈ જાય છે અને પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતા જાય છે,અમદાવાદ શહેર પોલીસ વધુ સતર્ક બનીને આવા આરોપીઓને ઝડપે અને ઝડપીને કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી બન્યું છે.

Ahmedabad LCB ઝોન 1 પોલીસે ઘરફોડના બે રીઢા આરોપીને ઝડપ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં એલસીબી ઝોન 1 પોલીસે બે રીઢા ગુનેગારને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલ્યો છે,આ સમગ્ર ઘટનામાં પોલીસને બાતમી મળી હતી કે બે આરોપી રીઢા છે અને તે ઘરફોડ ચોરીને અંજામ આપે છે,ત્યારે પોલીસે વોચ ગોઠવીને આ બન્ને આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી.

નારણપુરા વિસ્તારમાં કરતા હતો ચોરી

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ઘરફોડ ચોરીને અંજામ આપતા બે આરોપીની એલસીબી ઝોન 1 પોલીસે ધરપકડ કરી છે,આરોપી રાત્રીના સમયે તેમજ દિવસના સમયે રેકી કરતા હતા અને જે ઘરો બંધ હોય તે ફલેટ અને સોસાયટીમાં રેકી કરતા હતા અને સમય મળે એ રીતે ચોરીને અંજામ આપતા હતા,પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીઓ રીક્ષા લઈને ચોરી કરવા માટે આવતા હતા અને રેકી કરે તે દરમિયાન પણ રીક્ષા લઈને આવતા હતા.

ઘરફોડ ચોરીનો ઉકેલાયો ભેદ

બન્ને આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે,ચોરી કરવી અને માલ-સામાન વેચી કાઢવાનું કામ આ આરોપીઓ કરતા હતા,આરોપી પાસેથી હાલ એક રીક્ષા જપ્ત કરવામાં આવી છે,બન્ને આરોપીઓ ભેગા મળીને ચોરીને અંજામ આપતા હતા,ઘરનું નકોચું ધીમેથી તોડીને તેઓ ઘરમાં પ્રવેશ કરતા હતા અને માત્ર 10થી 15 મિનિટમાં ચોરી કરીને રીક્ષા લઈને આરોપીઓ ફરાર થઈ જતા હતા,ત્યારે પોલીસ તપાસમાં વધુ ગુના ઉકેલાય તેવી શંકા સેવાઈ રહી છે,નારણપુરા સિવાય અન્ય કયા વિસ્તારમાં ચોરી કરી છે તેને લઈ પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથધરી છે.

પોશ વિસ્તારમાં ચોરીનું પ્રમાણ વધ્યુ

અમદાવાદના પોશ વિસ્તારમાં આરોપીઓ ચોરી કરી રહ્યાં છે,તેવી વાત પોલીસના સૂત્રો તરફથી મળી રહી છે,વસ્ત્રાપુર,આનંદનગર,નારણપુરા અને પાલડી જેવા વિસ્તારોમાં ચોરીની અને લૂંટની ઘટનાઓ છાશવારે બનતી હોય છે,પોલીસ સમય પ્રમાણે પેટ્રોલિંગ કરે તે જરૂરી બન્યું છે.પેટ્રોલિંગ તો થાય છે પણ ચોરી કરીને આરોપીઓ ફરાર થઈ જાય છે અને પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતા જાય છે,અમદાવાદ શહેર પોલીસ વધુ સતર્ક બનીને આવા આરોપીઓને ઝડપે અને ઝડપીને કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી બન્યું છે.