Mehsana: પોદાર સ્કુલના બસ ચાલકે નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત

નશાની હાલતમાં સ્કૂલ બસ ચાલકે સર્જ્યો અકસ્માત, પોલીસે કરી ધરપકડપોલીસ તપાસમાં ડ્રાઈવરે દારૂ પીધેલો હોવાનું સામે આવ્યું સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી મહેસાણામાં સ્કુલ બસ ચાલકે અકસ્માત સર્જ્યો છે. મહેસાણાની પોદાર સ્કુલની સ્કુલ બસના ડ્રાઈવરે અક્સ્માત સર્જ્યો છે. નશાની હાલતમાં અક્સ્માત સર્જીને બસ ચાલક ભાગી ગયો હતો, જો કે બસ ચાલકની પોલીસે ધરપકડ કરી લીધી છે. મહેસાણા બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં બસ ચાલકને ઝડપી લીધો પોલીસે સ્કૂલ બસ ચાલકની અટકાયત કરતા મોટો ખૂલાસો પણ થયો છે. સ્કુલ બસ ચાલક દારૂના નશામાં વિદ્યાર્થીઓ ભરેલી બસ હંકારતો હતો અને દારૂના નશાની હાલતમાં અક્સ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. મહેસાણા બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં બસ ચાલકને ઝડપી લીધો હતો અને આ મામલે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ખેરાલુ સતલાસણા હાઈવે પર અકસ્માત સર્જાયો ગઈકાલે ખેરાલુ સતલાસણા હાઈવે પર ચિમનાબાઈ ચોકડી નજીક અકસ્માત સર્જાયો હતો. સતલાસણા તરફથી આવી રહેલા ડમ્પરે અજાણ્યા યુવાનને કચડી નાખ્યો હતો અને ડમ્પર ચાલક ડમ્પર મુકીને નાસી છૂટયો હતો. વરસાદ ચાલુ હોવાથી અકસ્માત સર્જાયો હોવાની ચર્ચા કરવામાં આવી રહી છે. ત્યારે ઘટનાસ્થળે ખેરાલુ પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ શરૂ કરી છે.ગઈકાલે અમદાવાદના નિકોલમાં કાર ચાલકે 4 બાઈક ચાલકોને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો તમને જણાવી દઈએ કે ગઈકાલે અમદાવાદ શહેરમાં મોડી રાત્રે 2 અકસ્માતની ઘટના બની હતી. જેમાં અમદાવાદ શહેરમાં નિકોલમાં કાર ચાલકે 4 બાઈક ચાલકોને અડફેટે લીધા હતા અને નિકોલના સિવિક સેન્ટર પાસે આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવમાં આવ્યા હતા. 4માંથી 2 બાઈક સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. હેલમેટ ચાર રસ્તા પાસે પણ બીજો અક્માત સર્જાયો હતો ત્યારે શહેરમાં પહેલો અકસ્માત નિકોલ પાસે થયો હતો અને બીજો અકસ્માત હેલમેટ ચાર રસ્તા પાસે સર્જાયો હતો, બંને અકસ્માતમાં બાઈક સવારો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે નિકોલ અકસ્માતમાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર ચાલકની અટકાયત કરી હતી અને સીસીટીવીના આધારે વધુ તપાસ શરૂ કરી છે. કાર એટલી સ્પીડમાં હતી કે અકસ્માત બાદ તે ઉંધી પડી ગઈ હતી અને લોકોએ કારચાલકને કારમાંથી બહાર કાઢ્યો હતો.

Mehsana: પોદાર સ્કુલના બસ ચાલકે નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નશાની હાલતમાં સ્કૂલ બસ ચાલકે સર્જ્યો અકસ્માત, પોલીસે કરી ધરપકડ
  • પોલીસ તપાસમાં ડ્રાઈવરે દારૂ પીધેલો હોવાનું સામે આવ્યું
  • સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી

મહેસાણામાં સ્કુલ બસ ચાલકે અકસ્માત સર્જ્યો છે. મહેસાણાની પોદાર સ્કુલની સ્કુલ બસના ડ્રાઈવરે અક્સ્માત સર્જ્યો છે. નશાની હાલતમાં અક્સ્માત સર્જીને બસ ચાલક ભાગી ગયો હતો, જો કે બસ ચાલકની પોલીસે ધરપકડ કરી લીધી છે.

મહેસાણા બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં બસ ચાલકને ઝડપી લીધો

પોલીસે સ્કૂલ બસ ચાલકની અટકાયત કરતા મોટો ખૂલાસો પણ થયો છે. સ્કુલ બસ ચાલક દારૂના નશામાં વિદ્યાર્થીઓ ભરેલી બસ હંકારતો હતો અને દારૂના નશાની હાલતમાં અક્સ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. મહેસાણા બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં બસ ચાલકને ઝડપી લીધો હતો અને આ મામલે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ખેરાલુ સતલાસણા હાઈવે પર અકસ્માત સર્જાયો

ગઈકાલે ખેરાલુ સતલાસણા હાઈવે પર ચિમનાબાઈ ચોકડી નજીક અકસ્માત સર્જાયો હતો. સતલાસણા તરફથી આવી રહેલા ડમ્પરે અજાણ્યા યુવાનને કચડી નાખ્યો હતો અને ડમ્પર ચાલક ડમ્પર મુકીને નાસી છૂટયો હતો. વરસાદ ચાલુ હોવાથી અકસ્માત સર્જાયો હોવાની ચર્ચા કરવામાં આવી રહી છે. ત્યારે ઘટનાસ્થળે ખેરાલુ પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ શરૂ કરી છે.

ગઈકાલે અમદાવાદના નિકોલમાં કાર ચાલકે 4 બાઈક ચાલકોને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો

તમને જણાવી દઈએ કે ગઈકાલે અમદાવાદ શહેરમાં મોડી રાત્રે 2 અકસ્માતની ઘટના બની હતી. જેમાં અમદાવાદ શહેરમાં નિકોલમાં કાર ચાલકે 4 બાઈક ચાલકોને અડફેટે લીધા હતા અને નિકોલના સિવિક સેન્ટર પાસે આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવમાં આવ્યા હતા. 4માંથી 2 બાઈક સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

હેલમેટ ચાર રસ્તા પાસે પણ બીજો અક્માત સર્જાયો હતો

ત્યારે શહેરમાં પહેલો અકસ્માત નિકોલ પાસે થયો હતો અને બીજો અકસ્માત હેલમેટ ચાર રસ્તા પાસે સર્જાયો હતો, બંને અકસ્માતમાં બાઈક સવારો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે નિકોલ અકસ્માતમાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર ચાલકની અટકાયત કરી હતી અને સીસીટીવીના આધારે વધુ તપાસ શરૂ કરી છે. કાર એટલી સ્પીડમાં હતી કે અકસ્માત બાદ તે ઉંધી પડી ગઈ હતી અને લોકોએ કારચાલકને કારમાંથી બહાર કાઢ્યો હતો.