Ahmedabad: વેબસાઈટ હેકિંગ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે બેન્કના ડેપ્યુટી મેનેજરની કરી અટકાયત

Feb 2, 2025 - 19:00
Ahmedabad: વેબસાઈટ હેકિંગ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે બેન્કના ડેપ્યુટી મેનેજરની કરી અટકાયત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સિક્યુરીટી ટેસ્ટિંગ સોફ્ટવેરની મદદથી ઈ કોમર્સ વેબસાઈટ હેક કરીને 7 કરોડની ઠગાઈ કરનાર આરોપીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે કે આરોપીઓ ઓનલાઈન જુગાર રમવાની કુટેવ ધરાવે છે. જેથી કરોડો રૂપિયાનો જુગાર હારી ચૂક્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. સાથે જ ઓનલાઈન જુગાર રમતા લોકોના ટ્રાન્ઝેક્શનના યુટીઆર કોડ મેળવી તેમના પૈસાથી જુગાર રમતા હતા. જેમાં બેન્ક કર્મચારીને કમિશનની લાલચ આપી તેમની પાસેથી યુટીઆર કોડ મેળવતા હતા.

બેન્ક મેનેજરને રકમના 3થી 10% કમિશન મળતું

રાણીપ બ્રાન્ચની એક્સિસ બેન્કના ફોરેન ચેસ્ટ કરન્સીના ડેપ્યુટી મેનેજર સહદેવ ખોખરે આરોપી વિજયને વોટ્સએપથી યુટીઆર કોડ મોકલતો હતો. જે બેન્ક મેનેજરને રકમના 3થી 10% કમિશન આપતો હતો. બેન્કના ડેપ્યુટી મેનેજરને અત્યાર સુધીમાં 6 લાખ રૂપિયા આરોપી વિજયએ આપ્યા હોવાનું કબૂલી રહ્યો છે. જેથી ક્રાઈમ બ્રાન્ચે ડેપ્યુટી મેનેજર સહદેવની અટકાયત કરી છે. ત્યારે આરોપી વિજય વાઘેલા અને સહદેવ જૂનો મિત્રો છે. યુટીઆર કોડથી નંબર મેળવી આરોપી ગેમિંગમાં રૂપિયા ચિપ્સ મેળવી ઓનલાઈન જુગાર રમ્યા હોવાથી Rummy circle અને my11 circle ગેમિંગ એપને ક્રાઈમ બ્રાન્ચે નોટિસ આપી છે.

આરોપી વિજય વાઘેલા સમગ્રકાંડનો માસ્ટર માઈન્ડ

આ કેસમાં અગાઉ પકડાયેલા આરોપી વિજય વાઘેલા, નિતેશ ઉર્ફે છોટુ અને આદિલ પરમારની પૂછપરછ કરતાં સામે આવ્યું છે કે આરોપીઓએ વેબ સાઈટ હેક કરી, અનેક ચાઈનીઝ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ મગાવી હતી. જે વસ્તુઓનો ગુનાહિત ઈતિહાસમાં કોઈ ઉપયોગ થયો કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે રિમાન્ડ દરમિયાન તપાસ કરતા આરોપી વિજય વાઘેલા સમગ્રકાંડનો માસ્ટર માઈન્ડ છે. તેણે વેબસાઈટ હેક કરવા માટે યુ.એસના એલેકઝાન્ડર નામના હેકર પાસેથી સર્ચ એન્જીન પરથી ડી-બગીંગ સોફ્ટવેર મેળવી, બગ હટિંગ કરી વેબસાઈટ કોમ્પ્રોમાઇઝ કરી ઈ કોમર્સ વેબ સાઈટ પર ઠગાઈનું શીખ્યો હોવાનું કબૂલાત કરી છે.

બાપુનગર વ્હાઈટ હાઉસ નામની બિલ્ડિંગમાં 3 દુકાનો ખરીદી હોવાનું સામે આવ્યું

જોકે આરોપી વિજયએ ફેસબૂક પણ હેકિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો પણ સફળ રહ્યો ન હતો. ત્યારે ઈ કોમર્સ વેબ સાઈટ હેકિંગ કરી કરોડો રૂપિયા માલ સામન મેળવી પૈસા મેળવી ઓનલાઈન જુગાર રમતા હતા. જેમાં લગભગ 6 કરોડ જેટલાનો ઓનલાઇન જુગાર રમ્યા છે. જોકે બાપુનગર વ્હાઈટ હાઉસ નામની બિલ્ડિંગમાં 3 દુકાનો ખરીદી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આરોપી નિતેશ ઉર્ફે છોટુ અગાઉ ક્રાઈમ બ્રાન્ચની કેન્ટીન ચલાવતો હતો અને મોટા અધિકારીઓના સંપર્ક હોવાની ચર્ચા થઈ રહી છે. આ કેસમાં ત્રણેય આરોપીએ ઠગાઈના પૈસા મેળવી ઓનલાઈન જુગાર રમ્યા છે. હાલ ક્રાઈમ બ્રાન્ચે ડિજિટલ પુરાવા એકત્રિત કરી વધુ તપાસ કરી રહી છે. ત્યારે અન્ય કોઈ બેન્ક કર્મચારી સંડોવણી છે કે કેમ તે દિશા તપાસ હાથ ધરાઇ રહી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0