Sapteshwarમાં સ્થાનિકોનો આક્ષેપ, સરકારે કરોડો રૂપિયા ખર્ચ્યા પણ સુવિધાના નામે મીંડુ
સ્થાનિકો સહિત અન્ય જિલ્લાઓથી આવનારા શ્રદ્ધાળુઓમાં ભારે રોષ વ્યાપ્યોઆજે પણ અહીં પ્રવાસન સ્થળની વિશેષ વ્યવસ્થાથી સપ્તેશ્વર મહાદેવ વંચિત આગામી સમયમાં વહીવટી તંત્રનો સહયોગ મળે તે જરૂરી ઉત્તર ગુજરાતમાં સાત ઋષિઓની તપસ્ચરિયા આધારિત જો કોઈ એક જગ્યા હોય તો સપ્તેશ્વર મહાદેવ મંદિર છે, અહીં મહાભારત કાળથી સ્નાન સહિત દર્શન વિશેષ મહિમા છે. જો કે રાજ્ય સરકાર દ્વારા સપ્તેશ્વર મહાદેવની પર્યટક સ્થળ તરીકે વિકસાવવા માટે રૂપિયા 4 કરોડથી વધુનો ખર્ચ કર્યો હોવા છતાં આજ દિન સુધી પાયારૂપ સુવિધા પ્રાપ્ત થઈ શકી નથી, જેના પગલે સ્થાનિકો સહિત અન્ય જિલ્લાઓથી આવનારા શ્રદ્ધાળુઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ મામલે પર્યટક સ્થળ તરીકે હજુ વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત સાબરકાંઠા જિલ્લાની જીવાદોરી ગણાતી સાબરમતી નદીના કિનારે વર્ષો જૂનું સપ્તેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, સાત નદીઓના સંગમ સ્થાન સમાન આ નદી ઉપર સાત ઋષિઓની તપસ્ચરિયાનો ઉલ્લેખ વિવિધ વેદ ઉપનિષદોમાં પણ દર્શાવવામાં આવ્યું છે. જોકે રાજ્ય સરકાર દ્વારા આ મામલે પર્યટક સ્થળ તરીકે હજુ વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત છે. એક તરફ સમગ્ર વિશ્વને વૈદિક સંસ્કૃતિની ભેટ આપનાર મહાન ઋષિઓના તપસ્ચરિયાની ભૂમિ હાલમાં વિકાસ ઝંખતી હોય તેમ છે. મંદિરમાં હજારો લોકો માનસિક શાંતિ સહિત આધ્યાત્મિક અનુભવ માટે આવતા હોય છે સપ્તેશ્વર મહાદેવ મંદિરમાં અલગ અલગ સાત શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવેલી હોય તેમ જણાય છે. સાત નદીઓના સંગમ તેમજ સાત મહર્ષિઓના તપથી સપ્તેશ્વર મહાદેવ મહાતીર્થ બની રહ્યું છે, જોકે પ્રતિ દિવસ આ મંદિરમાં હજારો લોકો માનસિક શાંતિ સહિત આધ્યાત્મિક અનુભવ માટે આવતા હોય છે. ત્યારે આજે પણ અહીં પ્રવાસન સ્થળની વિશેષ વ્યવસ્થાથી સપ્તેશ્વર મહાદેવ વંચિત હોય તેમ છે, જેના પગલે સ્થાનિકો સહિત શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓ ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે. આજની તારીખે ચાર કરોડ જેટલી રકમ વપરાઈ ગયા હોવા છતાં આજ દિન સુધીમાં પાયારૂપ સુવિધા પ્રાપ્ત થઈ શકી નથી. જોકે આ મામલે સપ્તેશ્વર મહાદેવના સંચાલક પોતાની વ્યથા રજૂ કરી રહ્યા છે, તેમના મતે સપ્તેશ્વર મહાદેવ મંદિરમાં રાજ્ય સરકાર સહિત વહીવટી તંત્ર દ્વારા હજુ પણ વિશેષ રુચી રાખવામાં આવે તો સપ્તેશ્વર મહાદેવ સાબરકાંઠા સહિત અન્ય જિલ્લાઓ માટે પણ મહત્વનું સ્થળ બની શકે તેમ છે. જોકે છેલ્લા કેટલાય વર્ષોથી આ મામલે કોઈ ચોક્કસ પ્રયાસ ન કરાતા આગામી સમયમાં વહીવટી તંત્રનો સહયોગ મળે તે જરૂરી છે. શ્રદ્ધાળુઓ માટે પાર્કિંગથી લઈ પ્રદક્ષિણા અને દર્શનથી લઈ સુવિધાના મામલે મીંડુ સાત ઋષિઓના તપથી મહાતીર્થ બનેલું સપ્તેશ્વર મહાદેવ પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે ચાર કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો હોવા છતાં આજે વિવિધ જિલ્લાઓમાંથી આવનારા દર્શનાર્થીઓ તેમજ શ્રદ્ધાળુઓ માટે પાર્કિંગથી લઈ પ્રદક્ષિણા અને દર્શનથી લઈ સુવિધાના મામલે મીંડુ સર્જાતા ભારે રોષ વ્યાપ્યો છે, ત્યારે આ મામલે આગામી સમયમાં વહીવટીતંત્ર દ્વારા કેવા અને કેટલા પગલાં ભરાય છે તે મહત્વનું બની રહેશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સ્થાનિકો સહિત અન્ય જિલ્લાઓથી આવનારા શ્રદ્ધાળુઓમાં ભારે રોષ વ્યાપ્યો
- આજે પણ અહીં પ્રવાસન સ્થળની વિશેષ વ્યવસ્થાથી સપ્તેશ્વર મહાદેવ વંચિત
- આગામી સમયમાં વહીવટી તંત્રનો સહયોગ મળે તે જરૂરી
ઉત્તર ગુજરાતમાં સાત ઋષિઓની તપસ્ચરિયા આધારિત જો કોઈ એક જગ્યા હોય તો સપ્તેશ્વર મહાદેવ મંદિર છે, અહીં મહાભારત કાળથી સ્નાન સહિત દર્શન વિશેષ મહિમા છે. જો કે રાજ્ય સરકાર દ્વારા સપ્તેશ્વર મહાદેવની પર્યટક સ્થળ તરીકે વિકસાવવા માટે રૂપિયા 4 કરોડથી વધુનો ખર્ચ કર્યો હોવા છતાં આજ દિન સુધી પાયારૂપ સુવિધા પ્રાપ્ત થઈ શકી નથી, જેના પગલે સ્થાનિકો સહિત અન્ય જિલ્લાઓથી આવનારા શ્રદ્ધાળુઓમાં ભારે રોષ વ્યાપ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા આ મામલે પર્યટક સ્થળ તરીકે હજુ વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત
સાબરકાંઠા જિલ્લાની જીવાદોરી ગણાતી સાબરમતી નદીના કિનારે વર્ષો જૂનું સપ્તેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, સાત નદીઓના સંગમ સ્થાન સમાન આ નદી ઉપર સાત ઋષિઓની તપસ્ચરિયાનો ઉલ્લેખ વિવિધ વેદ ઉપનિષદોમાં પણ દર્શાવવામાં આવ્યું છે. જોકે રાજ્ય સરકાર દ્વારા આ મામલે પર્યટક સ્થળ તરીકે હજુ વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત છે. એક તરફ સમગ્ર વિશ્વને વૈદિક સંસ્કૃતિની ભેટ આપનાર મહાન ઋષિઓના તપસ્ચરિયાની ભૂમિ હાલમાં વિકાસ ઝંખતી હોય તેમ છે.
મંદિરમાં હજારો લોકો માનસિક શાંતિ સહિત આધ્યાત્મિક અનુભવ માટે આવતા હોય છે
સપ્તેશ્વર મહાદેવ મંદિરમાં અલગ અલગ સાત શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવેલી હોય તેમ જણાય છે. સાત નદીઓના સંગમ તેમજ સાત મહર્ષિઓના તપથી સપ્તેશ્વર મહાદેવ મહાતીર્થ બની રહ્યું છે, જોકે પ્રતિ દિવસ આ મંદિરમાં હજારો લોકો માનસિક શાંતિ સહિત આધ્યાત્મિક અનુભવ માટે આવતા હોય છે. ત્યારે આજે પણ અહીં પ્રવાસન સ્થળની વિશેષ વ્યવસ્થાથી સપ્તેશ્વર મહાદેવ વંચિત હોય તેમ છે, જેના પગલે સ્થાનિકો સહિત શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓ ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે. આજની તારીખે ચાર કરોડ જેટલી રકમ વપરાઈ ગયા હોવા છતાં આજ દિન સુધીમાં પાયારૂપ સુવિધા પ્રાપ્ત થઈ શકી નથી.
જોકે આ મામલે સપ્તેશ્વર મહાદેવના સંચાલક પોતાની વ્યથા રજૂ કરી રહ્યા છે, તેમના મતે સપ્તેશ્વર મહાદેવ મંદિરમાં રાજ્ય સરકાર સહિત વહીવટી તંત્ર દ્વારા હજુ પણ વિશેષ રુચી રાખવામાં આવે તો સપ્તેશ્વર મહાદેવ સાબરકાંઠા સહિત અન્ય જિલ્લાઓ માટે પણ મહત્વનું સ્થળ બની શકે તેમ છે. જોકે છેલ્લા કેટલાય વર્ષોથી આ મામલે કોઈ ચોક્કસ પ્રયાસ ન કરાતા આગામી સમયમાં વહીવટી તંત્રનો સહયોગ મળે તે જરૂરી છે.
શ્રદ્ધાળુઓ માટે પાર્કિંગથી લઈ પ્રદક્ષિણા અને દર્શનથી લઈ સુવિધાના મામલે મીંડુ
સાત ઋષિઓના તપથી મહાતીર્થ બનેલું સપ્તેશ્વર મહાદેવ પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે ચાર કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો હોવા છતાં આજે વિવિધ જિલ્લાઓમાંથી આવનારા દર્શનાર્થીઓ તેમજ શ્રદ્ધાળુઓ માટે પાર્કિંગથી લઈ પ્રદક્ષિણા અને દર્શનથી લઈ સુવિધાના મામલે મીંડુ સર્જાતા ભારે રોષ વ્યાપ્યો છે, ત્યારે આ મામલે આગામી સમયમાં વહીવટીતંત્ર દ્વારા કેવા અને કેટલા પગલાં ભરાય છે તે મહત્વનું બની રહેશે.