Surat: માંગરોળ સગીરા દુષ્કર્મ કેસના 3 આરોપી પૈકી 1 આરોપીનું મોત

સુરતના માંગરોળમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે અને આ 3 આરોપી પૈકી એક આરોપીનું મોત થયું છે. પોલીસ કસ્ટડીમાં જ એક આરોપીની તબિયત લથડી હતી અને આરોપીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો અને સારવાર દરમિયાન આ આરોપીનું મોત થયું છે.ગેંગરેપ મુદ્દે સુરત CP અનુપમસિંહ ગેહલોતનું નિવેદન સુરતના માંગરોળમાં ગેંગરેપ મુદ્દે સુરત CP અનુપમસિંહ ગેહલોતે નિવેદન આપતા કહ્યું કે ત્રણેય આરોપીએ કિશોરી સાથે દુષ્કર્મ આચર્યુ હતું, 8 ઓક્ટોબરે ગેંગરેપનો બનાવ બન્યો હતો અને પોલીસની 300 ટીમ તપાસમાં જોડાઈ હતી. ત્યારે તપાસ દરમિયાન એક બિનવારસી બાઈક મળી આવ્યું હતું અને આ બાઈક 6 મહિના પહેલા વેચાઈ હતી. તમામ આરોપીઓ હિસ્ટ્રી શીટર છે. તન્વીર નામના યુવકનું બાઈક હતું અને આરોપીઓ ભાગવાની ફિરાકમાં હતા, જેને લઈને ઠેર ઠેર નાકાબંધી કરી હતી. 300થી વધુ પોલીસ ઓપરેશનમાં જોડાઈ હતી આ મામલે CP અનુપમસિંહ ગેહલોતે વધુ જાણકારી આપતા કહ્યું કે સિટી પોલીસ અને ગ્રામ્ય પોલીસે મળીને આરોપીને ઝડપ્યા છે અને આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ફાયરિંગ કર્યું હતું. ત્યારે રેન્જ IGએ આ મામલે કહ્યું કે GJ-05-DM-9367 નંબરનું બાઈક મળી આવ્યું હતું અને 300થી વધુ પોલીસ ઓપરેશનમાં જોડાઈ હતી. આરોપી રાજુ, શિવ શંકર, મુન્નો બાઈક લઈ ફરવા નીકળ્યા હતા અને કિશોરી અને યુવકને એકલા જોતા દાનત બગડી હતી અને ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે પોલીસે કાર્યવાહી કરતા આરોપીને ઝડપી પાડ્યા હતા. જે પૈકી રાજુ 8 ગુનામાં વોન્ટેડ છે. શું હતી સમગ્ર ઘટના? માંગરોળમાં સગીરા પર દુષ્કર્મની ઘટના બની હતી અને મોટા બોરસરા ગામે આ સમગ્ર ઘટના બની હતી. મોડી રાત્રે સગીરા તેના મિત્ર સાથે અંધારામાં અવાવરૂ જગ્યાએ ગઈ અને આ ઘટના બની હતી. જેમાં આરોપીઓ દ્વારા સગીરાના મિત્રને પણ માર મારીને ભગાડી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ સામૂહિક દુષ્કર્મ થયું હોવાની ઘટના બની હતી. જો કે ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

Surat: માંગરોળ સગીરા દુષ્કર્મ કેસના 3 આરોપી પૈકી 1 આરોપીનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના માંગરોળમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે અને આ 3 આરોપી પૈકી એક આરોપીનું મોત થયું છે. પોલીસ કસ્ટડીમાં જ એક આરોપીની તબિયત લથડી હતી અને આરોપીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો અને સારવાર દરમિયાન આ આરોપીનું મોત થયું છે.

ગેંગરેપ મુદ્દે સુરત CP અનુપમસિંહ ગેહલોતનું નિવેદન

સુરતના માંગરોળમાં ગેંગરેપ મુદ્દે સુરત CP અનુપમસિંહ ગેહલોતે નિવેદન આપતા કહ્યું કે ત્રણેય આરોપીએ કિશોરી સાથે દુષ્કર્મ આચર્યુ હતું, 8 ઓક્ટોબરે ગેંગરેપનો બનાવ બન્યો હતો અને પોલીસની 300 ટીમ તપાસમાં જોડાઈ હતી. ત્યારે તપાસ દરમિયાન એક બિનવારસી બાઈક મળી આવ્યું હતું અને આ બાઈક 6 મહિના પહેલા વેચાઈ હતી. તમામ આરોપીઓ હિસ્ટ્રી શીટર છે. તન્વીર નામના યુવકનું બાઈક હતું અને આરોપીઓ ભાગવાની ફિરાકમાં હતા, જેને લઈને ઠેર ઠેર નાકાબંધી કરી હતી.

300થી વધુ પોલીસ ઓપરેશનમાં જોડાઈ હતી

આ મામલે CP અનુપમસિંહ ગેહલોતે વધુ જાણકારી આપતા કહ્યું કે સિટી પોલીસ અને ગ્રામ્ય પોલીસે મળીને આરોપીને ઝડપ્યા છે અને આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ફાયરિંગ કર્યું હતું. ત્યારે રેન્જ IGએ આ મામલે કહ્યું કે GJ-05-DM-9367 નંબરનું બાઈક મળી આવ્યું હતું અને 300થી વધુ પોલીસ ઓપરેશનમાં જોડાઈ હતી. આરોપી રાજુ, શિવ શંકર, મુન્નો બાઈક લઈ ફરવા નીકળ્યા હતા અને કિશોરી અને યુવકને એકલા જોતા દાનત બગડી હતી અને ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે પોલીસે કાર્યવાહી કરતા આરોપીને ઝડપી પાડ્યા હતા. જે પૈકી રાજુ 8 ગુનામાં વોન્ટેડ છે.

શું હતી સમગ્ર ઘટના?

માંગરોળમાં સગીરા પર દુષ્કર્મની ઘટના બની હતી અને મોટા બોરસરા ગામે આ સમગ્ર ઘટના બની હતી. મોડી રાત્રે સગીરા તેના મિત્ર સાથે અંધારામાં અવાવરૂ જગ્યાએ ગઈ અને આ ઘટના બની હતી. જેમાં આરોપીઓ દ્વારા સગીરાના મિત્રને પણ માર મારીને ભગાડી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ સામૂહિક દુષ્કર્મ થયું હોવાની ઘટના બની હતી. જો કે ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.