ડેમના નિયમ છે તે હું કે તમે બેસીને નક્કી નથીકરી શકતા: ગૃહમંત્રીસંઘવી

ગાંધીનગરથી દોડી આવેલા ગૃહ રાજ્યમંત્રી તૈયાર સ્ક્રીપ્ટ વાંચી ગયા30 લાખની વસતી છે ત્યારે સંઘવીએ કહે છે કે, 10448 લોકોની આરોગ્ય તપાસ કરાઈ છે સંઘવીએ ઉમેર્યુ કે, 118 ફીડર બંધ થઈ ગયા હતાં. હવે 12 ફીડર પાણી ભરાઈ જવાથી બંધ છે ગુરૂવારે પૂરના ઘણી જગ્યાએ પાણી ઉતર્યા ગયા પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા આવ્યા હતા અને તેમણે અધિકારીઓ સાથે બેઠક કરીને માહિતી મેળવ્યા બાદ બદામડીબાગ ખાતે આવેલા સીસીસી સેન્ટર ખાતે મીડિયા કર્મચારીઓને સંબોધીત કરીને તૈયાર સ્ક્રીપ્ટ વાંચી ગયા હતાં. કરજણ ડેમ, દેવ ડેમ, આજવા ડેમ અને પ્રતાપપુરા સરોવર બધામાંથી એક સાથે પાણી છોડવા પાછળનુ લોજીક શું ? તેવા સવાલ સામે હર્ષ સંઘવીએ કહ્યું કે, ભાઈ, ડેમના નિયમ છે તે હું કે તમે બેસીને નક્કી નથી કરી શકતા. શહેરમાં કોર્પોરેશનના ડોર ટૂ ડોરના 232 વાહનો છે અને શહેરમાંથી સામાન્ય દિવસોમાં રોજ 1250 મેટ્રીક ટન કચરો જ્યારે નીકળતો હોય ત્યારે આજની પૂરની સ્થિતિમાં કેટલી સફાઈ કરાઈ ? તેની માહિતી આપતા હર્ષ સંઘવીએ હર્ષભેર જણાવ્યું કે, વડોદરા કોર્પોરેશનના સફાઈ કામદારો ઉપરાંત અમદાવાદ અને સુરતથી પણ સફાઈ કામદારોને બોલાવ્યા છે. શહેરમાંથી સવાર સુધીમાં 185 મેટ્રીક ટન કચરો સાફ કરાયો છે. કોર્પોરેશન પાસે જે વાહનો છે તે ઉપરાંત, બીજા 48 જેસીબી, 7, ડમ્પર, અને 6 ટ્રેક્ટર બીજેથી મંગાવ્યા છે. હર્ષ સંઘવીએ આરોગ્યલક્ષી કામગીરી વિશે મીડિયાને સંબોધતા કહ્યું કે, 40 પીએચસી, 4 સીએચસી, 72 યુએચડબલ્યુસી મળીને કુલ 1350નો સ્ટાફ છે. હાઉસ ટૂ હાઉસ કામગીરી ચાલી રહી છે. જેમાં 78 મોબાઈલ ટીમ છે. સવાર સુધીમાં 48,500 ઘરો તપાસ્યા છે. 30 હજાર ઘરોમાં ક્લોરીનની ગોળીઓનુ વિતરણ કર્યુ છે. તેમજ 441 એમએલડી પાણીનુ સુપર ક્લોરીનેશનની સૂચના આપી છે. ફોગિંગ માટે 120 ટીમો છે. જેમણે 10,019 ઘરોમાં ફોગિંગ કર્યુ છે. શહેરમાં 10,448 લોકોની આરોગ્ય તપાસ કરાઈ છે. જેમાં શરદીના 211, તાવના 172, ચામડી અફેક્ટેડ થઈ હોય તેવા 198 અને ઝાડા-ઉલટીના 47 લોકોની તપાસ કરાઈ છે. પૂરમાં ડૂબી જવાથી એક મોત થયુ હતુ ત્યાં હર્ષ સંઘવીએ કહ્યું કે, પૂરના સમયગાળા દરમિયાન 11 લોકોના મોત થયા છે. પરંતુ તેમાં 2 લોકોના વીજ કરંટથી મોત થયા છે. બાકીનુ કુદરતી મોત થયેલું છે. તેમ કહીને હાથ ખંખેરી લેવાની કોશિશ કરી હતી અને હર્ષ સંઘવીએ પોતાના હાથમાં રહેલી લાંબા લાંબા લખાણવાળી તૈયાર સ્ક્રીપ્ટ સડસડાટ વાંચી ગયા હતાં. જે દરમિયાન એક મીડિયા કર્મીએ સવાલ પૂછવાનો પ્રયાસ કરતા તેને જાણે ખખડાવી નાખ્યો હતો અને હું બધા પ્રશ્નોનો હું જવાબ આપીશ તેમ કહીને સવાલ પૂછવા દીધો ન હતો. કરજણ ડેમ, દેવ ડેમ, આજવા ડેમ અને પ્રતાપપુરા સરોવર એમ બધા ડેમમાંથી એક સાથે પાણી છોડવા પાછળનુ લોજીક શું ? તેવો સવાલ હર્ષ સંઘવીને લાલ મીર્ચી જેવો તીખો લાગ્યો હતો અને લખોટી જેવી આંખો સાથે તેમણે કહ્યું કે, ભાઈ ડેમના નિયમ હોય અને નિયમ પ્રમાણે જે એનુ રૂલિંગ લેવલ આવે અને આવનારા દિવસોમાં રેડ એલર્ટ દેખાતુ હોય ત્યારે એ પાણી છોડવુ પડે અને આ લખાયેલા નિયમ છે. તે હું કે તમે બેસીને નક્કી નથી કરી શકતા. તેમ કહીને વાત પડતી મૂકી દીધી હતી. ગાંધીનગરથી વડોદરા દોડી આવેલા હર્ષ સંઘવી એ પત્રકારો સાથે વાતચિત કરી હતી, પરંતુ તેમના સચોટ જવાબ આપવાથી છટકવાનો પ્રયાસ કરતા રહ્યા હતાં. પૂર કુદરતી હતુ કે માનવ સર્જીત ? તે સવાલનો જવાબ આપતા તેમની જીપ કાંપવા લાગી હતી. વડોદરાજનોની લાગણીને ધ્યાનમાં રાખીને મીડિયાએ એક પછી એક સવાલો પૂછતાં જવાબ નહીં આપી શકનાર હર્ષ સંઘવીનો મૂડ ઓફ થયો હતો અને ખુરશી પર ઉંચા નીચા થઈને હવે મારે કંઈ નથી કહેવુ તેમ કહીને મોંઢુ મચકોડીને જતા રહ્યાં હતાં. ચીજવસ્તુઓના વધુ ભાવ વસૂલનારા સામે કાર્યવાહી કરાશે : સંઘવી સંઘવીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, દૂધ સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના વધુ ભાવ વસૂલનારાઓ સામે કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ આપી દીધી છે. પૂરની પરિસ્થિતિ છે ત્યારે સૌએ સંપીને એક બીજાની મદદ કરવી જોઈએ. તેમ કહ્યું હતું. વિકસીત દેશોમાં પણ પૂરની પરિસ્થિતિ આપણે જોઇ છે દુનિયાથી સૌથી ડેવલપ કન્ટ્રીમાં પણ વરસાદની પરિસ્થિતિ આપણે જોઈ છે સંઘવીએ ઉમેર્યું કે, દુનિયાના કોઈ પણ સૌથી ડેવલપ કન્ટ્રીમાં પણ જ્યારે આ પ્રકારે વરસાદ આવતો હોય છે ત્યારે તમે પરિસ્થિતિ જોઈ છે. પરંતુ ઉચ્ચ અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેસીને ચર્ચા કરીને ભવિષ્યમાં વડોદરાને હજૂ વધારે સુરક્ષિત કંઈ રીતે રાખી શકાય તેની ચિંતા કરીશું. તેમ કહ્યું હતું. 118 ફીડર બંધ થઈ ગયા હતાં, હવે 34 બંધ છે : સંઘવી સંઘવીએ ઉમેર્યુ કે, 118 ફીડર બંધ થઈ ગયા હતાં. હવે 12 ફીડર પાણી ભરાઈ જવાથી બંધ છે જ્યારે પાણી ઉતરી ગયા પછી પણ 22 ફીડર બંધ છે. તેને ચાલુ કરાશે. 150 ટ્રાન્સફોર્મર બંધ છે. તેને ચાલુ કરાશે. 40 ટીમો કામ કરતી હતી, બીજી 10 ટીમો કામે લગાવાશે. 34 વોટર ટ્રીટમેન્ટ પૈકી 33 ચાલુ કર્યા છે, હરણીનો એક બંધ છે. રાતે 2-3 વાગ્યા સુધીમાં વીજ પુરવઠો ચાલુ કરાય તેવા પ્રયાસ છે. પૂરના પાણીને કારણે કપૂરાઈ, છાણી સહિત 13 પંપીંગ સ્ટેશનો બંધ છે. તે પાણી ઉતરવાની સાથે ચાલુ કરવામાં આવશે.

ડેમના નિયમ છે તે હું કે તમે બેસીને નક્કી નથીકરી શકતા: ગૃહમંત્રીસંઘવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગાંધીનગરથી દોડી આવેલા ગૃહ રાજ્યમંત્રી તૈયાર સ્ક્રીપ્ટ વાંચી ગયા
  • 30 લાખની વસતી છે ત્યારે સંઘવીએ કહે છે કે, 10448 લોકોની આરોગ્ય તપાસ કરાઈ છે
  • સંઘવીએ ઉમેર્યુ કે, 118 ફીડર બંધ થઈ ગયા હતાં. હવે 12 ફીડર પાણી ભરાઈ જવાથી બંધ છે

ગુરૂવારે પૂરના ઘણી જગ્યાએ પાણી ઉતર્યા ગયા પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા આવ્યા હતા અને તેમણે અધિકારીઓ સાથે બેઠક કરીને માહિતી મેળવ્યા બાદ બદામડીબાગ ખાતે આવેલા સીસીસી સેન્ટર ખાતે મીડિયા કર્મચારીઓને સંબોધીત કરીને તૈયાર સ્ક્રીપ્ટ વાંચી ગયા હતાં.

કરજણ ડેમ, દેવ ડેમ, આજવા ડેમ અને પ્રતાપપુરા સરોવર બધામાંથી એક સાથે પાણી છોડવા પાછળનુ લોજીક શું ? તેવા સવાલ સામે હર્ષ સંઘવીએ કહ્યું કે, ભાઈ, ડેમના નિયમ છે તે હું કે તમે બેસીને નક્કી નથી કરી શકતા.

શહેરમાં કોર્પોરેશનના ડોર ટૂ ડોરના 232 વાહનો છે અને શહેરમાંથી સામાન્ય દિવસોમાં રોજ 1250 મેટ્રીક ટન કચરો જ્યારે નીકળતો હોય ત્યારે આજની પૂરની સ્થિતિમાં કેટલી સફાઈ કરાઈ ? તેની માહિતી આપતા હર્ષ સંઘવીએ હર્ષભેર જણાવ્યું કે, વડોદરા કોર્પોરેશનના સફાઈ કામદારો ઉપરાંત અમદાવાદ અને સુરતથી પણ સફાઈ કામદારોને બોલાવ્યા છે. શહેરમાંથી સવાર સુધીમાં 185 મેટ્રીક ટન કચરો સાફ કરાયો છે. કોર્પોરેશન પાસે જે વાહનો છે તે ઉપરાંત, બીજા 48 જેસીબી, 7, ડમ્પર, અને 6 ટ્રેક્ટર બીજેથી મંગાવ્યા છે.

હર્ષ સંઘવીએ આરોગ્યલક્ષી કામગીરી વિશે મીડિયાને સંબોધતા કહ્યું કે, 40 પીએચસી, 4 સીએચસી, 72 યુએચડબલ્યુસી મળીને કુલ 1350નો સ્ટાફ છે. હાઉસ ટૂ હાઉસ કામગીરી ચાલી રહી છે. જેમાં 78 મોબાઈલ ટીમ છે. સવાર સુધીમાં 48,500 ઘરો તપાસ્યા છે. 30 હજાર ઘરોમાં ક્લોરીનની ગોળીઓનુ વિતરણ કર્યુ છે. તેમજ 441 એમએલડી પાણીનુ સુપર ક્લોરીનેશનની સૂચના આપી છે. ફોગિંગ માટે 120 ટીમો છે. જેમણે 10,019 ઘરોમાં ફોગિંગ કર્યુ છે. શહેરમાં 10,448 લોકોની આરોગ્ય તપાસ કરાઈ છે. જેમાં શરદીના 211, તાવના 172, ચામડી અફેક્ટેડ થઈ હોય તેવા 198 અને ઝાડા-ઉલટીના 47 લોકોની તપાસ કરાઈ છે. પૂરમાં ડૂબી જવાથી એક મોત થયુ હતુ ત્યાં હર્ષ સંઘવીએ કહ્યું કે, પૂરના સમયગાળા દરમિયાન 11 લોકોના મોત થયા છે. પરંતુ તેમાં 2 લોકોના વીજ કરંટથી મોત થયા છે. બાકીનુ કુદરતી મોત થયેલું છે. તેમ કહીને હાથ ખંખેરી લેવાની કોશિશ કરી હતી અને હર્ષ સંઘવીએ પોતાના હાથમાં રહેલી લાંબા લાંબા લખાણવાળી તૈયાર સ્ક્રીપ્ટ સડસડાટ વાંચી ગયા હતાં. જે દરમિયાન એક મીડિયા કર્મીએ સવાલ પૂછવાનો પ્રયાસ કરતા તેને જાણે ખખડાવી નાખ્યો હતો અને હું બધા પ્રશ્નોનો હું જવાબ આપીશ તેમ કહીને સવાલ પૂછવા દીધો ન હતો.

કરજણ ડેમ, દેવ ડેમ, આજવા ડેમ અને પ્રતાપપુરા સરોવર એમ બધા ડેમમાંથી એક સાથે પાણી છોડવા પાછળનુ લોજીક શું ? તેવો સવાલ હર્ષ સંઘવીને લાલ મીર્ચી જેવો તીખો લાગ્યો હતો અને લખોટી જેવી આંખો સાથે તેમણે કહ્યું કે, ભાઈ ડેમના નિયમ હોય અને નિયમ પ્રમાણે જે એનુ રૂલિંગ લેવલ આવે અને આવનારા દિવસોમાં રેડ એલર્ટ દેખાતુ હોય ત્યારે એ પાણી છોડવુ પડે અને આ લખાયેલા નિયમ છે. તે હું કે તમે બેસીને નક્કી નથી કરી શકતા. તેમ કહીને વાત પડતી મૂકી દીધી હતી. ગાંધીનગરથી વડોદરા દોડી આવેલા હર્ષ સંઘવી એ પત્રકારો સાથે વાતચિત કરી હતી, પરંતુ તેમના સચોટ જવાબ આપવાથી છટકવાનો પ્રયાસ કરતા રહ્યા હતાં. પૂર કુદરતી હતુ કે માનવ સર્જીત ? તે સવાલનો જવાબ આપતા તેમની જીપ કાંપવા લાગી હતી. વડોદરાજનોની લાગણીને ધ્યાનમાં રાખીને મીડિયાએ એક પછી એક સવાલો પૂછતાં જવાબ નહીં આપી શકનાર હર્ષ સંઘવીનો મૂડ ઓફ થયો હતો અને ખુરશી પર ઉંચા નીચા થઈને હવે મારે કંઈ નથી કહેવુ તેમ કહીને મોંઢુ મચકોડીને જતા રહ્યાં હતાં.

ચીજવસ્તુઓના વધુ ભાવ વસૂલનારા સામે કાર્યવાહી કરાશે : સંઘવી

સંઘવીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, દૂધ સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના વધુ ભાવ વસૂલનારાઓ સામે કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ આપી દીધી છે. પૂરની પરિસ્થિતિ છે ત્યારે સૌએ સંપીને એક બીજાની મદદ કરવી જોઈએ. તેમ કહ્યું હતું.

વિકસીત દેશોમાં પણ પૂરની પરિસ્થિતિ આપણે જોઇ છે

દુનિયાથી સૌથી ડેવલપ કન્ટ્રીમાં પણ વરસાદની પરિસ્થિતિ આપણે જોઈ છે સંઘવીએ ઉમેર્યું કે, દુનિયાના કોઈ પણ સૌથી ડેવલપ કન્ટ્રીમાં પણ જ્યારે આ પ્રકારે વરસાદ આવતો હોય છે ત્યારે તમે પરિસ્થિતિ જોઈ છે. પરંતુ ઉચ્ચ અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેસીને ચર્ચા કરીને ભવિષ્યમાં વડોદરાને હજૂ વધારે સુરક્ષિત કંઈ રીતે રાખી શકાય તેની ચિંતા કરીશું. તેમ કહ્યું હતું.

118 ફીડર બંધ થઈ ગયા હતાં, હવે 34 બંધ છે : સંઘવી

સંઘવીએ ઉમેર્યુ કે, 118 ફીડર બંધ થઈ ગયા હતાં. હવે 12 ફીડર પાણી ભરાઈ જવાથી બંધ છે જ્યારે પાણી ઉતરી ગયા પછી પણ 22 ફીડર બંધ છે. તેને ચાલુ કરાશે. 150 ટ્રાન્સફોર્મર બંધ છે. તેને ચાલુ કરાશે. 40 ટીમો કામ કરતી હતી, બીજી 10 ટીમો કામે લગાવાશે. 34 વોટર ટ્રીટમેન્ટ પૈકી 33 ચાલુ કર્યા છે, હરણીનો એક બંધ છે. રાતે 2-3 વાગ્યા સુધીમાં વીજ પુરવઠો ચાલુ કરાય તેવા પ્રયાસ છે. પૂરના પાણીને કારણે કપૂરાઈ, છાણી સહિત 13 પંપીંગ સ્ટેશનો બંધ છે. તે પાણી ઉતરવાની સાથે ચાલુ કરવામાં આવશે.