Ahmedabad: બાવળા રિલાયન્સ વેરહાઉસમાં 5 મહિલાઓ અચાનક થઈ બેભાન, અફરા તફરીનો માહોલ
પેલેટ એરિયામાં કેમિકલ ઢોળાતા બની ઘટનામહિલાઓને બાવળાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ કેરાળા જીઆઇડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી અમદાવાદના બાવળા વિસ્તારમાં આવેલા રિલાયન્સ વેરહાઉસમાં 5 મહિલાઓ અચાનક બેભાન થઈ ગઈ છે. પેલેટ એરિયામાં કેમિકલ ઢોળાતા આ પાંચ મહિલા કામદાર બેભાઈ થઈ ગઈ અને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. 5 મહિલા કર્મચારીઓ અચાનક ચક્કર ખાઈને જમીન પર ઢળી પડી બાવળામાં આવેલા રિલાન્ય વેરહાઉસમાં આ ઘટના બની છે. જેમાં પેલેટ એરિયામાં કોઈ કેમિકલ ઢોળાતા 5 મહિલા કર્મચારીઓ અચાનક ચક્કર ખાઈને જમીન પર ઢળી પડી હતી. આ ઘટનાને પગલે રિલાયન્સ વેરહાઉસમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. કેરાળા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી પાંચેય મહિલા કર્મચારીને હાલમાં બાવળાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ છે. ત્યારે આ બનાવ અંગેની જાણકારી કેરાળા પોલીસને મળતા, તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં GIDCમાં પણ કેમિકલ લીકેજની ઘટના ત્યારે આજે સાંજે ભરૂચમાં અંકલેશ્વરની GIDCમાં પણ કેમિકલ લીકેજની ઘટના સામે આવી હતી. કેમક્રક્ષ એન્ટરપ્રાઈઝ નામની કંપનીના પ્લાન્ટમાં ગેસ ગળતરનો મામલો સામે આવ્યો હતો. કંપનીના પ્લાન્ટમાંથી વીક નાઈટ્રીક એસિડ ગેસ લીક થયો હોવાનું બહાર આવ્યુ હતું. કેમિકલ લીકેજ થતાં દુર-દુર સુધી પીળા ધૂમાડા દેખાયા ત્યારે ઘટનાની જાણકારી મળ્યા બાદ મામલતદાર, GPCB સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કેમિકલ લીકેજ થતાં દુર-દુર સુધી પીળા ધૂમાડા દેખાયા હતા. ત્યારે સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી. જો કે ત્યારબાદ કેમિકલ લીકેજની ઘટના પણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને આ ઘટનામાં કોઈ પણ પ્રકારની નુકસાની કે જાનહાનિ થઈ નહતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- પેલેટ એરિયામાં કેમિકલ ઢોળાતા બની ઘટના
- મહિલાઓને બાવળાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ
- કેરાળા જીઆઇડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી
અમદાવાદના બાવળા વિસ્તારમાં આવેલા રિલાયન્સ વેરહાઉસમાં 5 મહિલાઓ અચાનક બેભાન થઈ ગઈ છે. પેલેટ એરિયામાં કેમિકલ ઢોળાતા આ પાંચ મહિલા કામદાર બેભાઈ થઈ ગઈ અને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
5 મહિલા કર્મચારીઓ અચાનક ચક્કર ખાઈને જમીન પર ઢળી પડી
બાવળામાં આવેલા રિલાન્ય વેરહાઉસમાં આ ઘટના બની છે. જેમાં પેલેટ એરિયામાં કોઈ કેમિકલ ઢોળાતા 5 મહિલા કર્મચારીઓ અચાનક ચક્કર ખાઈને જમીન પર ઢળી પડી હતી. આ ઘટનાને પગલે રિલાયન્સ વેરહાઉસમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
કેરાળા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
પાંચેય મહિલા કર્મચારીને હાલમાં બાવળાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ છે. ત્યારે આ બનાવ અંગેની જાણકારી કેરાળા પોલીસને મળતા, તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરમાં GIDCમાં પણ કેમિકલ લીકેજની ઘટના
ત્યારે આજે સાંજે ભરૂચમાં અંકલેશ્વરની GIDCમાં પણ કેમિકલ લીકેજની ઘટના સામે આવી હતી. કેમક્રક્ષ એન્ટરપ્રાઈઝ નામની કંપનીના પ્લાન્ટમાં ગેસ ગળતરનો મામલો સામે આવ્યો હતો. કંપનીના પ્લાન્ટમાંથી વીક નાઈટ્રીક એસિડ ગેસ લીક થયો હોવાનું બહાર આવ્યુ હતું.
કેમિકલ લીકેજ થતાં દુર-દુર સુધી પીળા ધૂમાડા દેખાયા
ત્યારે ઘટનાની જાણકારી મળ્યા બાદ મામલતદાર, GPCB સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કેમિકલ લીકેજ થતાં દુર-દુર સુધી પીળા ધૂમાડા દેખાયા હતા. ત્યારે સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી. જો કે ત્યારબાદ કેમિકલ લીકેજની ઘટના પણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને આ ઘટનામાં કોઈ પણ પ્રકારની નુકસાની કે જાનહાનિ થઈ નહતી.