Vav વિધાનસભા બેઠક માટે 192 મતદાન મથક કેન્દ્રો પર આવતીકાલે મતદાન યોજાશે

07-વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટે તા.13 નવેમ્બર, 2024ના રોજ મતદાન યોજાશે. વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ભરાયેલા કુલ 21 ઉમેદવારો પૈકી ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાવાની પ્રક્રિયા બાદ કુલ દસ (10) ઉમેદવારો વચ્ચે યોજાનાર ચૂંટણીમાં 3.10 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ગુજરાતની 07-વાવ વિધાનસભા મતવિસ્તારના વિવિધ 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલીંગ સ્ટેશન પર સવારે 07.00 થી સાંજના 06.00 કલાક સુધી મતદાન યોજાશે. જેના માટે 321 બેલેટ યુનિટ, 321 કંટ્રોલ યુનિટ અને 321 વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે. મતદાન મથકો ખાતે કુલ 1412 જેટલા અધિકારી, કર્મચારીઓ ફરજ બજાવશે. વાવ વિધાનસભાની ચૂંટણીમાં 1,61,296 પુરૂષ, 1,49,478 સ્ત્રી અને 01 થર્ડ જેન્ડર મળી કુલ 3,10,775 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. તા.23 નવેમ્બર, 2024ના રોજ મતગણતરી બાદ પરિણામની જાહેરાત કરવામાં આવશે. વાવ પેટાચૂંટણીને લઇ પોલીસની તૈયારીઓ પૂર્ણ વાવ વિધાનસભા પેટા ચૂંટણીને લઈને પોલીસની તમામ તૈયારીઓ પૂર્ણ. SP અક્ષય રાજ મકવાણાએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, ઇલેક્શન કમિશન ઓફ ઈન્ડીયાની ગાઈડ લાઇન મુજબ બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તેના માટે પોલીસ બંદોબસ્ત છે. સંવેદનશીલ બુથ પર CRPFની ટીમ તૈનાત રાખવામાં આવી ચે. 4 ગામ વચ્ચે 1 મોબાઈલ વાન તૈયાર રાખવામાં આવી છે. તમામ એન્ટ્રી પોઇન્ટ પર નજર રાખવા માટે 7 ટીમ હાલમાં કામ કરી રહી છે. સોશિયલ મીડિયા પર વોચ રાખવા માટે સાયબર પોલીસ એક્ટિવ છે. કોઈ મતદાર મોબાઈલ સાથે પ્રવેશ ના કરે તેના માટે પોલીસને સૂચના આપવામાં આવી છે. જો આવું કોઈ પકડાય છે તો તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

Vav વિધાનસભા બેઠક માટે 192 મતદાન મથક કેન્દ્રો પર આવતીકાલે મતદાન યોજાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

07-વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટે તા.13 નવેમ્બર, 2024ના રોજ મતદાન યોજાશે. વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ભરાયેલા કુલ 21 ઉમેદવારો પૈકી ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાવાની પ્રક્રિયા બાદ કુલ દસ (10) ઉમેદવારો વચ્ચે યોજાનાર ચૂંટણીમાં 3.10 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

ગુજરાતની 07-વાવ વિધાનસભા મતવિસ્તારના વિવિધ 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલીંગ સ્ટેશન પર સવારે 07.00 થી સાંજના 06.00 કલાક સુધી મતદાન યોજાશે. જેના માટે 321 બેલેટ યુનિટ, 321 કંટ્રોલ યુનિટ અને 321 વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે. મતદાન મથકો ખાતે કુલ 1412 જેટલા અધિકારી, કર્મચારીઓ ફરજ બજાવશે. વાવ વિધાનસભાની ચૂંટણીમાં 1,61,296 પુરૂષ, 1,49,478 સ્ત્રી અને 01 થર્ડ જેન્ડર મળી કુલ 3,10,775 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. તા.23 નવેમ્બર, 2024ના રોજ મતગણતરી બાદ પરિણામની જાહેરાત કરવામાં આવશે.

વાવ પેટાચૂંટણીને લઇ પોલીસની તૈયારીઓ પૂર્ણ

વાવ વિધાનસભા પેટા ચૂંટણીને લઈને પોલીસની તમામ તૈયારીઓ પૂર્ણ. SP અક્ષય રાજ મકવાણાએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, ઇલેક્શન કમિશન ઓફ ઈન્ડીયાની ગાઈડ લાઇન મુજબ બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તેના માટે પોલીસ બંદોબસ્ત છે. સંવેદનશીલ બુથ પર CRPFની ટીમ તૈનાત રાખવામાં આવી ચે. 4 ગામ વચ્ચે 1 મોબાઈલ વાન તૈયાર રાખવામાં આવી છે. તમામ એન્ટ્રી પોઇન્ટ પર નજર રાખવા માટે 7 ટીમ હાલમાં કામ કરી રહી છે. સોશિયલ મીડિયા પર વોચ રાખવા માટે સાયબર પોલીસ એક્ટિવ છે. કોઈ મતદાર મોબાઈલ સાથે પ્રવેશ ના કરે તેના માટે પોલીસને સૂચના આપવામાં આવી છે. જો આવું કોઈ પકડાય છે તો તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.