ઝાલાવાડમાં મેઘાની સ્લોગ ઓવરમાં તોફાની બેટીંગ
સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. રવિવાર સાંજથી સોમવાર સાંજ સુધીના 24 કલાકમાં જિલ્લાના દસાડામાં સૌથી વધુ 77 મીમી એટલે કે, 3 ઈંચ કરતા વધુ વરસાદ થયો છે. જયારે સુરેન્દ્રનગર-વઢવાણમાં અઢી ઈંચ અને લખતર પંથકમાં પણ ર ઈંચ જેટલુ પાણી વરસ્યુ છે. વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. અને કપાસના ભારે નુકશાન થવાની શકયતા ખેડુતો વર્ણવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસુ અંતીમ ચરણમાં છે. ત્યારે મેઘરાજાએ સ્લોગ ઓવરમાં તોફાની બેટીંગ કરી હોય તેમ રવીવારે સાંજ પછી જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. જેમાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો સૌથી વધુ વરસાદ દસાડા તાલુકામાં 77 મીમી એટલે કે 3 ઈંચ વરસાદ વરસ્યો છે. બીજી તરફ સુરેન્દ્રનગર-વઢવાણ શહેરમાં 67 મીમી અને લખતરમાં 47 મીમી પાણી આકાશમાંથી પડયુ છે. આ ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકાઓમાં ચોટીલામાં 14, સાયલામાં 7, થાન-મુળી અને ધ્રાંગધ્રામાં પણ 3 મીમી વરસાદ ઝાપટા સ્વરૂપે આવ્યો છે. વરસાદના વધુ એક રાઉન્ડથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. બીજી તરફ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં 2 ઈંચથી વધુ વરસાદ આવતા રસ્તાઓમાં ફરી ખાબોચીયા જોવા મળતા હતા. અને શહેરની શાન ગણાતા એવા રીવરફ્રન્ટ રોડ પર વાહનચાલકો અને રાહદારીઓનું પસાર થવુ મુશ્કેલ બની ગયુ હતુ. જિલ્લામાં હજુ આજે તા. 15ના રોજ પણ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે.ઝાલાવાડમાં વીજળી પડવાના 4 બનાવો : 1નું મોત, 1ને ઈજા, 2 ભેંસનાં મોત સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ વીજળીના કડાકા-ભડાકા વચ્ચે આવ્યો હતો. જેમાં મુળી તાલુકાના નલીયા ગામે વીજળી પડવાથી અનીલ ટપુભાઈ કુન્તીયાનું મોત થયુ છે. જયારે સાયલા તાલુકાના ડોળીયા ગામે તંબુ બાંધીને રહેતા શ્રામજીવી ધીરૂભા અબ્દુલભાઈ પરમાર ઉપર વીજળી પડતા તેઓને સૌ પ્રથમ સાયલા અને ત્યારબાદ વધુ સારવાર માટે 108 દ્વારા સુરેન્દ્રનગર લઈ જવાયા છે. આ ઉપરાંત થાનના વીજળીયા ગામે પશુપાલક ઘનશ્યામભાઈ રૂપાભાઈ અને વરમાધાર ગામે સવશીભાઈ ઉમરાણીયાની ભેંસ પર વીજળી પડતા મોત થયુ છે. કપાસનો ઉતારો ઓછો અને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને બમણો માર પડશે આ અંગે ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામના ખેડુત રજનીભાઈ પટેલે જણાવ્યુ કે, ચોમાસાના અંતે આવેલા વરસાદથી ખાસ કરીને કપાસ અને મગફળીના પાકે મોટાપાયે નુકશાન થયુ હતુ. કપાસનો પાક હાલ વીણવાનો સમય હોઈ અગાઉ મજુરો મળતા ન હતા. અને હવે જયારે મજુરો મળતા થયા છે ત્યારે જ વરસાદ આવ્યો છે. વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. અને કપાસના પાકને ભારે નુકશાન થયુ છે. વરસાદથી કપાસની કવોલીટી ઘટવાથી તેનો ભાવ ખેડુતોને ઓછો મળશે. બીજી તરફ કપાસનો ઉતારો પણ ચોથા ભાગનો આવે તેવી શકયતા છે. આથી ખેડુતોને બમણો માર પડવાની શકયતા સેવાઈ રહી છે. લખતરમાં રોડના કામને લીધે ટ્રાફિક જામ લખતર બસ સ્ટેશનથી સહયોગ વિદ્યાલય સુધી હાલ રોડનું કામ ચાલી રહ્યુ છે. ત્યારે રાતના પડેલા વરસાદથી સોમવારે દિવસે આ રોડ પર ઠેરઠેર પાણી ભરાયા હતા. જેને લીધે વાહનચાલકોની લાંબી લાઈનો લાગી હતી. લોકોને કાદવ-કીચડવાળા રસ્તેથી પસાર થવાનો વારો આવ્યો હતો. અને લોકો કોન્ટ્રાકટરની બેદરકારી ગણાવી રોષ વ્યકત કરતા હતા. માંડલ જૈન સંઘ પેઢીના મકાનની ઉપરના માળની દીવાલ વરસાદને કારણે ધરાશાયી, જાનહાનિ થઈ માંડલ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, શહેરમાં તા.14 ની બપોરે 3 વાગ્યા બાદ સતત બે કલાક સુધી વરસાદ વરસ્યો હતો. માંડલ શહેરના માંડવી ચોક વિસ્તારમાં આવેલ શ્રી શ્વેતાંબર મુર્તિ પુજક જૈન સંઘ પેઢીના જર્જરિત ઈમારતની દિવાલ ચાલુ વરસાદે ધરાશાયી થઈ હતી. બપોરે વરસાદ વધારે પ્રમાણમાં હોવાને લઈ જૈન સંઘ પેઢીના મકાનની ઉપરના માળની દિવાલ અને બારી,બારણાં ધરાશાયી થયાં હતાં.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. રવિવાર સાંજથી સોમવાર સાંજ સુધીના 24 કલાકમાં જિલ્લાના દસાડામાં સૌથી વધુ 77 મીમી એટલે કે, 3 ઈંચ કરતા વધુ વરસાદ થયો છે. જયારે સુરેન્દ્રનગર-વઢવાણમાં અઢી ઈંચ અને લખતર પંથકમાં પણ ર ઈંચ જેટલુ પાણી વરસ્યુ છે. વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. અને કપાસના ભારે નુકશાન થવાની શકયતા ખેડુતો વર્ણવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસુ અંતીમ ચરણમાં છે. ત્યારે મેઘરાજાએ સ્લોગ ઓવરમાં તોફાની બેટીંગ કરી હોય તેમ રવીવારે સાંજ પછી જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. જેમાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો સૌથી વધુ વરસાદ દસાડા તાલુકામાં 77 મીમી એટલે કે 3 ઈંચ વરસાદ વરસ્યો છે. બીજી તરફ સુરેન્દ્રનગર-વઢવાણ શહેરમાં 67 મીમી અને લખતરમાં 47 મીમી પાણી આકાશમાંથી પડયુ છે. આ ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકાઓમાં ચોટીલામાં 14, સાયલામાં 7, થાન-મુળી અને ધ્રાંગધ્રામાં પણ 3 મીમી વરસાદ ઝાપટા સ્વરૂપે આવ્યો છે. વરસાદના વધુ એક રાઉન્ડથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. બીજી તરફ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં 2 ઈંચથી વધુ વરસાદ આવતા રસ્તાઓમાં ફરી ખાબોચીયા જોવા મળતા હતા. અને શહેરની શાન ગણાતા એવા રીવરફ્રન્ટ રોડ પર વાહનચાલકો અને રાહદારીઓનું પસાર થવુ મુશ્કેલ બની ગયુ હતુ. જિલ્લામાં હજુ આજે તા. 15ના રોજ પણ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે.
ઝાલાવાડમાં વીજળી પડવાના 4 બનાવો : 1નું મોત, 1ને ઈજા, 2 ભેંસનાં મોત
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ વીજળીના કડાકા-ભડાકા વચ્ચે આવ્યો હતો. જેમાં મુળી તાલુકાના નલીયા ગામે વીજળી પડવાથી અનીલ ટપુભાઈ કુન્તીયાનું મોત થયુ છે. જયારે સાયલા તાલુકાના ડોળીયા ગામે તંબુ બાંધીને રહેતા શ્રામજીવી ધીરૂભા અબ્દુલભાઈ પરમાર ઉપર વીજળી પડતા તેઓને સૌ પ્રથમ સાયલા અને ત્યારબાદ વધુ સારવાર માટે 108 દ્વારા સુરેન્દ્રનગર લઈ જવાયા છે. આ ઉપરાંત થાનના વીજળીયા ગામે પશુપાલક ઘનશ્યામભાઈ રૂપાભાઈ અને વરમાધાર ગામે સવશીભાઈ ઉમરાણીયાની ભેંસ પર વીજળી પડતા મોત થયુ છે.
કપાસનો ઉતારો ઓછો અને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને બમણો માર પડશે
આ અંગે ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામના ખેડુત રજનીભાઈ પટેલે જણાવ્યુ કે, ચોમાસાના અંતે આવેલા વરસાદથી ખાસ કરીને કપાસ અને મગફળીના પાકે મોટાપાયે નુકશાન થયુ હતુ. કપાસનો પાક હાલ વીણવાનો સમય હોઈ અગાઉ મજુરો મળતા ન હતા. અને હવે જયારે મજુરો મળતા થયા છે ત્યારે જ વરસાદ આવ્યો છે. વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. અને કપાસના પાકને ભારે નુકશાન થયુ છે. વરસાદથી કપાસની કવોલીટી ઘટવાથી તેનો ભાવ ખેડુતોને ઓછો મળશે. બીજી તરફ કપાસનો ઉતારો પણ ચોથા ભાગનો આવે તેવી શકયતા છે. આથી ખેડુતોને બમણો માર પડવાની શકયતા સેવાઈ રહી છે.
લખતરમાં રોડના કામને લીધે ટ્રાફિક જામ
લખતર બસ સ્ટેશનથી સહયોગ વિદ્યાલય સુધી હાલ રોડનું કામ ચાલી રહ્યુ છે. ત્યારે રાતના પડેલા વરસાદથી સોમવારે દિવસે આ રોડ પર ઠેરઠેર પાણી ભરાયા હતા. જેને લીધે વાહનચાલકોની લાંબી લાઈનો લાગી હતી. લોકોને કાદવ-કીચડવાળા રસ્તેથી પસાર થવાનો વારો આવ્યો હતો. અને લોકો કોન્ટ્રાકટરની બેદરકારી ગણાવી રોષ વ્યકત કરતા હતા.
માંડલ જૈન સંઘ પેઢીના મકાનની ઉપરના માળની દીવાલ વરસાદને કારણે ધરાશાયી, જાનહાનિ થઈ
માંડલ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, શહેરમાં તા.14 ની બપોરે 3 વાગ્યા બાદ સતત બે કલાક સુધી વરસાદ વરસ્યો હતો. માંડલ શહેરના માંડવી ચોક વિસ્તારમાં આવેલ શ્રી શ્વેતાંબર મુર્તિ પુજક જૈન સંઘ પેઢીના જર્જરિત ઈમારતની દિવાલ ચાલુ વરસાદે ધરાશાયી થઈ હતી. બપોરે વરસાદ વધારે પ્રમાણમાં હોવાને લઈ જૈન સંઘ પેઢીના મકાનની ઉપરના માળની દિવાલ અને બારી,બારણાં ધરાશાયી થયાં હતાં.