Gujarat: ટ્રાફિક વ્યવસ્થા પર સરકારે હાઈકોર્ટમાં એફિડેવિટ દાખલ કરી કર્યો લુલો બચાવ

જનતાએ ફરજ સમજી હેલ્મેટ પહેરવી જોઈએઃ સરકારદાવાઓ ન કરો ટ્રાફિક વ્યવસ્થા સરળ બનાવો: HC RTOના સર્વર વારંવાર ડાઉન થાય છે: HC ટ્રાફિક વ્યવસ્થા પર હાઈકોર્ટમાં આજે સરકારે એફિડેવિટ રજૂ કર્યુ હતું, થોડા દિવસ પહેલા જ ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢ્યા બાદ આજે સરકારે હાઈકોર્ટમાં એફિડેવિટ કરીને લુલો બચાવ કર્યો છે અને કહ્યું કે જનતાએ ફરજ સમજી હેલ્મેટ પહેરવા જોઈએ. ટ્રાફિક પોલીસ નિયમનું પાલન કરાવવા ખડેપગે હોય છે: સરકાર એફિડેવિટમાં સરકારે કહ્યું કે ટ્રાફિક જાગૃતતા લાવવા માટે સરકાર પ્રયત્ન કરશે. ઘણા વાહનચાલકો ટ્રાફિક પોલીસ હોય છતાં ટ્રાફિકના નિયમો તોડે છે. જનતા ટ્રાફિક નિયમોમાં સહકાર આપતી નથી. ટ્રાફિક પોલીસ નિયમનું પાલન કરાવવા ખડેપગે હોય છે. ત્યારે બીજી તરફ અરજદારે હાઈકોર્ટમાં રજૂઆત કરતા કહ્યું કે પોલીસ વાહન ચાલકો પાસેથી મનફાવે તે રીતે દંડ વસૂલે છે. વાહન ચાલકો પાસેથી ખોટી રીતે ટ્રાફિક જવાન નિયમ બતાવીને વધુ દંડ વસૂલે છે. હાઈકોર્ટની સરકારને ટકોર, દાવાઓ ન કરો ટ્રાફિક વ્યવસ્થા સરળ બનાવો ત્યારે હાઈકોર્ટે સરકારને સવાલ કરતા કહ્યું હતું કે સરકાર પોતાની ફરજ બજાવે અને ખોટી રીતે બચાવ ન કરે, RTOના સર્વર વારંવાર ડાઉન થાય છે અને તેના કારણે પ્રજાને વારંવાર ધક્કા ખાવા પડે છે, જેથી યોગ્ય વ્યવસ્થા કરો જેના કારણે પ્રજા પરેશાન ના થાય. ત્યારે હાઈકોર્ટની સરકારને ટકોર કરતા કહ્યું કે ટ્રાફિક મુદ્દે સરકાર માત્ર કોર્ટમાં દાવા કરે છે પરંતુ તેનાથી કોઈ પરિવર્તન જોવા મળતુ નથી, તેથી દાવાઓ ના કરો, ટ્રાફિક વ્યવસ્થા સરળ બનાવો. અગાઉ હાઈકોર્ટે ટ્રાફિક પોલીસ વિભાગનો ઉધડો લીધો હતો 1 ઓગસ્ટે અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાને લઈ અરજદારે હાઈકોર્ટમાં કરેલી અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં હાઈકોર્ટે ટ્રાફિક પોલીસ વિભાગનો ઉધડો લીધો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે સાહેબ ગયા અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ એવી સ્થિતિમાં પોલીસ કામ કરી રહી છે. કોર્ટના હુકમ બાદ પણ પોલીસ નિષ્ફળ ગઈ હોવાનું અવલોકન હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. વધુમાં હાઈકોર્ટે કહ્યું હતું કે 1 મહિનો પસાર થઈ ગયો છતાં ટ્રાફિક પોલીસ વિભાગ પગલાં લેવામાં નિષ્ફળ રહ્યો છે. હાઈકોર્ટ ટકોર કરતા કહ્યું હતું કે ટ્રાફિકની સમસ્યા પર કામ કરો, વાયદા નહીં.

Gujarat: ટ્રાફિક વ્યવસ્થા પર સરકારે હાઈકોર્ટમાં એફિડેવિટ દાખલ કરી કર્યો લુલો બચાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જનતાએ ફરજ સમજી હેલ્મેટ પહેરવી જોઈએઃ સરકાર
  • દાવાઓ ન કરો ટ્રાફિક વ્યવસ્થા સરળ બનાવો: HC
  • RTOના સર્વર વારંવાર ડાઉન થાય છે: HC

ટ્રાફિક વ્યવસ્થા પર હાઈકોર્ટમાં આજે સરકારે એફિડેવિટ રજૂ કર્યુ હતું, થોડા દિવસ પહેલા જ ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢ્યા બાદ આજે સરકારે હાઈકોર્ટમાં એફિડેવિટ કરીને લુલો બચાવ કર્યો છે અને કહ્યું કે જનતાએ ફરજ સમજી હેલ્મેટ પહેરવા જોઈએ.

ટ્રાફિક પોલીસ નિયમનું પાલન કરાવવા ખડેપગે હોય છે: સરકાર

એફિડેવિટમાં સરકારે કહ્યું કે ટ્રાફિક જાગૃતતા લાવવા માટે સરકાર પ્રયત્ન કરશે. ઘણા વાહનચાલકો ટ્રાફિક પોલીસ હોય છતાં ટ્રાફિકના નિયમો તોડે છે. જનતા ટ્રાફિક નિયમોમાં સહકાર આપતી નથી. ટ્રાફિક પોલીસ નિયમનું પાલન કરાવવા ખડેપગે હોય છે. ત્યારે બીજી તરફ અરજદારે હાઈકોર્ટમાં રજૂઆત કરતા કહ્યું કે પોલીસ વાહન ચાલકો પાસેથી મનફાવે તે રીતે દંડ વસૂલે છે. વાહન ચાલકો પાસેથી ખોટી રીતે ટ્રાફિક જવાન નિયમ બતાવીને વધુ દંડ વસૂલે છે.

હાઈકોર્ટની સરકારને ટકોર, દાવાઓ ન કરો ટ્રાફિક વ્યવસ્થા સરળ બનાવો

ત્યારે હાઈકોર્ટે સરકારને સવાલ કરતા કહ્યું હતું કે સરકાર પોતાની ફરજ બજાવે અને ખોટી રીતે બચાવ ન કરે, RTOના સર્વર વારંવાર ડાઉન થાય છે અને તેના કારણે પ્રજાને વારંવાર ધક્કા ખાવા પડે છે, જેથી યોગ્ય વ્યવસ્થા કરો જેના કારણે પ્રજા પરેશાન ના થાય. ત્યારે હાઈકોર્ટની સરકારને ટકોર કરતા કહ્યું કે ટ્રાફિક મુદ્દે સરકાર માત્ર કોર્ટમાં દાવા કરે છે પરંતુ તેનાથી કોઈ પરિવર્તન જોવા મળતુ નથી, તેથી દાવાઓ ના કરો, ટ્રાફિક વ્યવસ્થા સરળ બનાવો.

અગાઉ હાઈકોર્ટે ટ્રાફિક પોલીસ વિભાગનો ઉધડો લીધો હતો

1 ઓગસ્ટે અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાને લઈ અરજદારે હાઈકોર્ટમાં કરેલી અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં હાઈકોર્ટે ટ્રાફિક પોલીસ વિભાગનો ઉધડો લીધો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે સાહેબ ગયા અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ એવી સ્થિતિમાં પોલીસ કામ કરી રહી છે. કોર્ટના હુકમ બાદ પણ પોલીસ નિષ્ફળ ગઈ હોવાનું અવલોકન હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. વધુમાં હાઈકોર્ટે કહ્યું હતું કે 1 મહિનો પસાર થઈ ગયો છતાં ટ્રાફિક પોલીસ વિભાગ પગલાં લેવામાં નિષ્ફળ રહ્યો છે. હાઈકોર્ટ ટકોર કરતા કહ્યું હતું કે ટ્રાફિકની સમસ્યા પર કામ કરો, વાયદા નહીં.