Gujarat Rain : દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
રાજયમા અલગ અલગ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય લો પ્રેશર,મોન્સૂન ટ્રફ, શિયર ઝોન સિસ્ટમ સક્રિય પૂર્વ, મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,જેમાં અગામી સમયમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શકયતા છે,રાજયમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતને સારો વરસાદ મળી રહેશે.આજે દક્ષિણ,પૂર્વ,મધ્ય, ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જાણો કયાં અપાઈ અતિભારે વરસાદની આગાહી ઉત્તર ગુજરાત,અમદાવાદ,સુરેન્દ્રનગર, રાજકોટ,જૂનાગઢ, ભાવનગર,ગીરસોમનાથ, દીવ,બોટાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે,મધ્યપ્રદેશથી આ સિસ્ટમ સક્રિય થઈ છે જે ગુજરાતને સારો વરસાદ આપશે,નદી નાળા તેમજ ડેમ છલકાઈ જશે એવી આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે,બીજી તરફ હાલ આજ સવારથી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહ્યો છે,અને અગામી સમયમાં પણ વરસાદી માહોલ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્રારા કરાઈ છે. સવારે 6થી 2 વાગ્યા સુધી 79 તાલુકામાં વરસાદ ગુજરાતમાં સવારે 6 થી 2 વાગ્યા સુધી 79 તાલુકામાં વરસાદ નોંધાયો છે.સૌથી વધુ બગસરામાં પોણા 4 ઇંચ વરસાદ,દહેગામમાં સવા ત્રણ ઈંચ, નડીયાદમાં 3 ઇંચ,સાગબારામાં 3 ઇંચ, મહુધા, કપડવંજમાં અઢી ઇંચ,ઉમરપાડા અને કુકરમુંડામાં 2-2 ઇંચ,સોજીત્રામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે.14 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તો 65 તાલુકાઓમાં સામાન્યથી 1 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.શું કહે છે અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં હાળવો વરસાદ પડશે. તેમજ 24થી 27 ઓગસ્ટ ગુજરાતના અમુક વિસ્તારો માટે આફત લઈને આવશે. સુરત અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 10 ઈંચ જેટલો વરસાદ થવાની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પંચમહાલ અને વડોદરામાં પણ ભારે વરસાદ થવાની આગાહી કરી છે. તેમજ આગામી આગામી 26 ઓગસ્ સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે. કારણ કે બિહાર અને બંગાળ તરફ થતો લો પ્રેશર ત્યાની મધ્યપ્રદેશ અને ગુજરાતમાં થશે. અરબ સાગરની સિસ્ટમ મજબુત થશે, ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- રાજયમા અલગ અલગ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય
- લો પ્રેશર,મોન્સૂન ટ્રફ, શિયર ઝોન સિસ્ટમ સક્રિય
- પૂર્વ, મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,જેમાં અગામી સમયમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શકયતા છે,રાજયમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતને સારો વરસાદ મળી રહેશે.આજે દક્ષિણ,પૂર્વ,મધ્ય, ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જાણો કયાં અપાઈ અતિભારે વરસાદની આગાહી
ઉત્તર ગુજરાત,અમદાવાદ,સુરેન્દ્રનગર, રાજકોટ,જૂનાગઢ, ભાવનગર,ગીરસોમનાથ, દીવ,બોટાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે,મધ્યપ્રદેશથી આ સિસ્ટમ સક્રિય થઈ છે જે ગુજરાતને સારો વરસાદ આપશે,નદી નાળા તેમજ ડેમ છલકાઈ જશે એવી આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે,બીજી તરફ હાલ આજ સવારથી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહ્યો છે,અને અગામી સમયમાં પણ વરસાદી માહોલ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્રારા કરાઈ છે.
સવારે 6થી 2 વાગ્યા સુધી 79 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં સવારે 6 થી 2 વાગ્યા સુધી 79 તાલુકામાં વરસાદ નોંધાયો છે.સૌથી વધુ બગસરામાં પોણા 4 ઇંચ વરસાદ,દહેગામમાં સવા ત્રણ ઈંચ, નડીયાદમાં 3 ઇંચ,સાગબારામાં 3 ઇંચ, મહુધા, કપડવંજમાં અઢી ઇંચ,ઉમરપાડા અને કુકરમુંડામાં 2-2 ઇંચ,સોજીત્રામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે.14 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તો 65 તાલુકાઓમાં સામાન્યથી 1 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.
શું કહે છે અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં હાળવો વરસાદ પડશે. તેમજ 24થી 27 ઓગસ્ટ ગુજરાતના અમુક વિસ્તારો માટે આફત લઈને આવશે. સુરત અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 10 ઈંચ જેટલો વરસાદ થવાની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પંચમહાલ અને વડોદરામાં પણ ભારે વરસાદ થવાની આગાહી કરી છે. તેમજ આગામી આગામી 26 ઓગસ્ સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે. કારણ કે બિહાર અને બંગાળ તરફ થતો લો પ્રેશર ત્યાની મધ્યપ્રદેશ અને ગુજરાતમાં થશે. અરબ સાગરની સિસ્ટમ મજબુત થશે, ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.