Ahmedabad: કાલુપુર આવતી-જતી 84 ટ્રેનોને અન્ય રેલવે સ્ટેશનો પર શિફ્ટ કરાશે

અમદાવાદ રેલવે સ્ટેશનનું હાલ રિડેવલોપમેન્ટનું કામ ચાલી રહ્યું છે જેને પગલે રેલવે બોર્ડ દ્વારા કુલ 84 ટ્રેનોને અન્ય રેલવે સ્ટેશનોએ શિફ્ટ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જેમાં સાબરમતી સ્ટેશને બે, મણિનગરમાં 12, વટવામાં 25, અસારવા અને રાજકોટમાં 4-4 ટ્રેનો શિફ્ટ થશે.મહત્ત્વની ટ્રેનોની વાત કરીએ તો, કર્ણાવતી, ડબલ ડેક્કર, ગુજરાત એક્સપ્રેસ, અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ મણિનગર રેલવે સ્ટેશનેથી સંચાલીત થશે જ્યારે 12 ડેમુ-મેમુ સ્પેશિયલ ટ્રેનોને વટવાથી સંચાલિત કરાશે. ચાર ટ્રેનોને રાજકોટ સ્ટેશને શિફ્ટ કરાશે જેમાં અમદાવાદ-વારાણસી સીટી સાબરમતી એક્સપ્રેસ, અમદાવાદ-યશવંતપુર એક્સપ્રેસ, અમદાવાદ- એમજીઆર ચેન્નઈ હમસફર એક્સપ્રેસ, અમદાવાદ-પુને દુરંન્તો એક્સપ્રેસનો સમાવેશ થાય છે.

Ahmedabad: કાલુપુર આવતી-જતી 84 ટ્રેનોને અન્ય રેલવે સ્ટેશનો પર શિફ્ટ કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ રેલવે સ્ટેશનનું હાલ રિડેવલોપમેન્ટનું કામ ચાલી રહ્યું છે જેને પગલે રેલવે બોર્ડ દ્વારા કુલ 84 ટ્રેનોને અન્ય રેલવે સ્ટેશનોએ શિફ્ટ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જેમાં સાબરમતી સ્ટેશને બે, મણિનગરમાં 12, વટવામાં 25, અસારવા અને રાજકોટમાં 4-4 ટ્રેનો શિફ્ટ થશે.

મહત્ત્વની ટ્રેનોની વાત કરીએ તો, કર્ણાવતી, ડબલ ડેક્કર, ગુજરાત એક્સપ્રેસ, અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ મણિનગર રેલવે સ્ટેશનેથી સંચાલીત થશે જ્યારે 12 ડેમુ-મેમુ સ્પેશિયલ ટ્રેનોને વટવાથી સંચાલિત કરાશે. ચાર ટ્રેનોને રાજકોટ સ્ટેશને શિફ્ટ કરાશે જેમાં અમદાવાદ-વારાણસી સીટી સાબરમતી એક્સપ્રેસ, અમદાવાદ-યશવંતપુર એક્સપ્રેસ, અમદાવાદ- એમજીઆર ચેન્નઈ હમસફર એક્સપ્રેસ, અમદાવાદ-પુને દુરંન્તો એક્સપ્રેસનો સમાવેશ થાય છે.