Ahmedabad: BZ ફાઈનાન્સિયલે પોન્ઝી સ્કીમથી છ હજાર કરોડ ઉઘરાવ્યા, CIDના દરોડા

ઉત્તર ગુજરાતમાં બીઝેડ ફાઈનાન્સીયલ સર્વીસના ઓઠા હેઠળ લોકોને રોકાણ સામે દર મહિને સાત અને ત્રણ વર્ષમાં નાણાં ડબલની લાલચ આપી છ હજાર કરોડથી વધુની રકમ ઉઘરાવી પોન્ઝી સ્કીમ ચલાવતા શખ્સો પર સીઆઈડી ક્રાઈમની ટીમોએ સાત સ્થળે સાગમટે દરોડા પાડયા હતા.પોલીસે ગાંધીનગર, વડોદરા, હીમંતનગર, મોડાસા, વિજાપુર, રણાસણ (તલોદ) અને માલપુર (અરવલ્લી)માં રેડ કરતા બીઝેડ ફાઈનાન્સીયલ સર્વીસના સંચાલકો અને એજન્ટોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. હાલમાં સીઆઈડી ક્રાઈમની ટીમને બીઝેડની ઓફિસોમાં તપાસ દરમિયાન બેંક એકાઉન્ટો તેમજ મોટી સંખ્યામાં રોકાણકારોની વિગતો મળી છે.સીઆઈડી ક્રાઈમને મળેલી નનાની અરજીના પગલે ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠામાં કાર્યવાહી કરાઈ હતી. બીઝેડ ફાઈનાન્સીયલ સર્વીસના ઓઠા હેઠળ લોકોને રોકાણ સામે દર મહીને સાત વ્યાજ તેમજ ત્રણ વર્ષમાં એફડીના નાણાં ડબલની લાલચ આપી છ હજાર કરોડથી વધુનું ઉઘરાણું બીઝેડના સંચાલકો ભુપેન્દ્ર ઝાલા સહિતના લોકોએ કર્યું હોવાનું સામે આવ્યું છે. બીઝેડ ફાઈનાન્સીયલ સર્વીસના સંચાલકો દ્વારા જૂદા જૂદા વિડીયો બનાવીને લોકોને લલચામણી ઓફર આપી ઉચું વ્યાજ ચુકવવાની ખાતરી આપીને નાણાં ઉઘરાવવામાં હોવાનુ સામે આવ્યુ હતુ . આ સ્કીમનો વ્યાપ ગાંધીનગર અને વડોદરા સુધી પહોંચ્યો હોવાની વિગતો મળી હતી. તપાસના આધારે સીઆઈડી ક્રાઈમે મંગળવારે સવારથી જૂદી જૂદી ટીમો બનાવીને આરોપીઓની મુખ્ય ઓફિસ તેમજ પેટા ઓફિસોમાં રેડ કરી હતી. જેમાં ગાંધીનગર, વડોદરા, હીમંતનગર, વિજાપુર, મોડાસા, રણાસણ (તલોદ), માલપુર (અરવલ્લી) ખાતેની ઓફિસમાં તપાસ કરી ડોક્યુમેન્ટો કબ્જે લીધા હતા. પોલીસને અમુક ઓફિસોમાંથી કમ્પ્યુટર, મોબાઈલ ફોન મળી આવ્યા તેમજ બેંક ખાતાની વિગતો મળી હતી. દરેક ઓફિસોમાં મુખ્ય સંચાલક દ્વારા નોકરી પર રખાયેલા કર્મચારી મળી આવ્યા હતા. પોલીસે આ કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી રોકાણકર્તાઓના વિગતો તેમજ ફાઈલો કબ્જે લીધી હતી.સીઆઈડી ક્રાઈમના એડી.ડીજી.રાજુકમાર પાંડીયને જણાવ્યું હતું કે, પોન્ઝી સ્કીમ ચાલતી હોવાની વિગતો આધારે જાણવાજોગ દાખલ કરી તપાસ હાથ શરુ કરાઈ છે. તપાસમાં બે બેંક ખાતાની વિગતો મળી જેમાં 175 કરોડના ટ્રાન્ઝેકશન થયાનું ખુલ્યું છે. ગુજરાતની જેમ રાજ્સ્થાનમાં પણ આ પ્રકારે ઓફિસો ખોલીને રોકાણ મેળવ્યુ છે. સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં જતો રહ્યાની ચર્ચા સીઆઈડી ક્રાઈમે રેડ પાડી બીઝેડના સંચાલક ભુપેન્દ્રસિહ પરબતસિંહ ઝાલાને ઝડપી પૂછપરછ કરવાની તેમજ ડોક્યુમેન્ટ કબ્જે લેવાની યોજના બનાવી હતી. જો કે, પોલીસને રેડ દરમિયાન સંચાલક ભુપેન્દ્ર ઝાલા મળી આવ્યો ન હતો. આ ઉપરાંત કેટલાક એજન્ટો પણ ફરાર થઈ ગયાની વિગતો મળી છે. પોલીસે ઓફિસમાં કામ કરતા કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી છે. નોન બેકિંગ ફાઈનાન્સની મંજૂરી વગર વેપલો શરૂ કર્યો બીઝેડ ફાઈનાન્સીયલ સર્વીસના ઓઠા હેઠળ લોકોને ઉચું વ્યાજ ચુકવવાની લાલચ આપી કરોડો રૂપિયા ઉઘરાવનાર બીઝેડ ફાઈનાન્સના સંચાલકોએ આરબીઆઈની નોન બેકીંગ ફાઈન્નાસની મંજૂરી લીધી ન હોવાનું સીઆઈડી ક્રાઈમના ડીવાયએસપી અશ્વીન પટેલે જણાવ્યું હતું. તેઓમાં વધુમાં જણાવ્યું કે, અમને નનામી અરજી મળી જેમાં છ હજાર કરોડથી વધુની રકમ સંચાલકોએ ઉચું વ્યાજ ચુકવવાની લાલચ આપી ઉઘરાવી લીધી હતી.

Ahmedabad: BZ ફાઈનાન્સિયલે પોન્ઝી સ્કીમથી છ હજાર કરોડ ઉઘરાવ્યા, CIDના દરોડા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઉત્તર ગુજરાતમાં બીઝેડ ફાઈનાન્સીયલ સર્વીસના ઓઠા હેઠળ લોકોને રોકાણ સામે દર મહિને સાત અને ત્રણ વર્ષમાં નાણાં ડબલની લાલચ આપી છ હજાર કરોડથી વધુની રકમ ઉઘરાવી પોન્ઝી સ્કીમ ચલાવતા શખ્સો પર સીઆઈડી ક્રાઈમની ટીમોએ સાત સ્થળે સાગમટે દરોડા પાડયા હતા.

પોલીસે ગાંધીનગર, વડોદરા, હીમંતનગર, મોડાસા, વિજાપુર, રણાસણ (તલોદ) અને માલપુર (અરવલ્લી)માં રેડ કરતા બીઝેડ ફાઈનાન્સીયલ સર્વીસના સંચાલકો અને એજન્ટોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. હાલમાં સીઆઈડી ક્રાઈમની ટીમને બીઝેડની ઓફિસોમાં તપાસ દરમિયાન બેંક એકાઉન્ટો તેમજ મોટી સંખ્યામાં રોકાણકારોની વિગતો મળી છે.સીઆઈડી ક્રાઈમને મળેલી નનાની અરજીના પગલે ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠામાં કાર્યવાહી કરાઈ હતી. બીઝેડ ફાઈનાન્સીયલ સર્વીસના ઓઠા હેઠળ લોકોને રોકાણ સામે દર મહીને સાત વ્યાજ તેમજ ત્રણ વર્ષમાં એફડીના નાણાં ડબલની લાલચ આપી છ હજાર કરોડથી વધુનું ઉઘરાણું બીઝેડના સંચાલકો ભુપેન્દ્ર ઝાલા સહિતના લોકોએ કર્યું હોવાનું સામે આવ્યું છે. બીઝેડ ફાઈનાન્સીયલ સર્વીસના સંચાલકો દ્વારા જૂદા જૂદા વિડીયો બનાવીને લોકોને લલચામણી ઓફર આપી ઉચું વ્યાજ ચુકવવાની ખાતરી આપીને નાણાં ઉઘરાવવામાં હોવાનુ સામે આવ્યુ હતુ . આ સ્કીમનો વ્યાપ ગાંધીનગર અને વડોદરા સુધી પહોંચ્યો હોવાની વિગતો મળી હતી. તપાસના આધારે સીઆઈડી ક્રાઈમે મંગળવારે સવારથી જૂદી જૂદી ટીમો બનાવીને આરોપીઓની મુખ્ય ઓફિસ તેમજ પેટા ઓફિસોમાં રેડ કરી હતી. જેમાં ગાંધીનગર, વડોદરા, હીમંતનગર, વિજાપુર, મોડાસા, રણાસણ (તલોદ), માલપુર (અરવલ્લી) ખાતેની ઓફિસમાં તપાસ કરી ડોક્યુમેન્ટો કબ્જે લીધા હતા. પોલીસને અમુક ઓફિસોમાંથી કમ્પ્યુટર, મોબાઈલ ફોન મળી આવ્યા તેમજ બેંક ખાતાની વિગતો મળી હતી. દરેક ઓફિસોમાં મુખ્ય સંચાલક દ્વારા નોકરી પર રખાયેલા કર્મચારી મળી આવ્યા હતા. પોલીસે આ કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી રોકાણકર્તાઓના વિગતો તેમજ ફાઈલો કબ્જે લીધી હતી.સીઆઈડી ક્રાઈમના એડી.ડીજી.રાજુકમાર પાંડીયને જણાવ્યું હતું કે, પોન્ઝી સ્કીમ ચાલતી હોવાની વિગતો આધારે જાણવાજોગ દાખલ કરી તપાસ હાથ શરુ કરાઈ છે. તપાસમાં બે બેંક ખાતાની વિગતો મળી જેમાં 175 કરોડના ટ્રાન્ઝેકશન થયાનું ખુલ્યું છે. ગુજરાતની જેમ રાજ્સ્થાનમાં પણ આ પ્રકારે ઓફિસો ખોલીને રોકાણ મેળવ્યુ છે.

સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં જતો રહ્યાની ચર્ચા

સીઆઈડી ક્રાઈમે રેડ પાડી બીઝેડના સંચાલક ભુપેન્દ્રસિહ પરબતસિંહ ઝાલાને ઝડપી પૂછપરછ કરવાની તેમજ ડોક્યુમેન્ટ કબ્જે લેવાની યોજના બનાવી હતી. જો કે, પોલીસને રેડ દરમિયાન સંચાલક ભુપેન્દ્ર ઝાલા મળી આવ્યો ન હતો. આ ઉપરાંત કેટલાક એજન્ટો પણ ફરાર થઈ ગયાની વિગતો મળી છે. પોલીસે ઓફિસમાં કામ કરતા કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી છે.

નોન બેકિંગ ફાઈનાન્સની મંજૂરી વગર વેપલો શરૂ કર્યો

બીઝેડ ફાઈનાન્સીયલ સર્વીસના ઓઠા હેઠળ લોકોને ઉચું વ્યાજ ચુકવવાની લાલચ આપી કરોડો રૂપિયા ઉઘરાવનાર બીઝેડ ફાઈનાન્સના સંચાલકોએ આરબીઆઈની નોન બેકીંગ ફાઈન્નાસની મંજૂરી લીધી ન હોવાનું સીઆઈડી ક્રાઈમના ડીવાયએસપી અશ્વીન પટેલે જણાવ્યું હતું. તેઓમાં વધુમાં જણાવ્યું કે, અમને નનામી અરજી મળી જેમાં છ હજાર કરોડથી વધુની રકમ સંચાલકોએ ઉચું વ્યાજ ચુકવવાની લાલચ આપી ઉઘરાવી લીધી હતી.