Gujarat સહિત અન્ય રાજ્યમાં ગેરકાયદેસર કોલ સેન્ટર પર CBIની કાર્યવાહી
ગુજરાત સહિત અન્ય રાજ્યમાં CBIની કાર્યવાહી થઇ રહી છે. જેમાં અત્યાર સુધીમાં મુખ્ય 26 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમાં કોલ સેન્ટરોમાં ચાલી રહેલી ગુનાહિત પ્રવૃત્તિ ઝડપી છે. તેમાં પુણેથી 10 , હૈદરાબાદથી 05 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ વિશાખાપટ્ટનમાંથી 11 આરોપીઓની ધરપકડ કરી છે. CBIએ કુલ 170થી લોકોની અટકાયત કરી CBIએ કુલ 170થી લોકોની અટકાયત કરી છે. જેમાં અમદાવાદ, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમમાં કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં 32 અલગ-અલગ સ્થળોએ CBIએ દરોડા પાડ્યા હતા. તાજેતરમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ અમદાવાદમાં 350 થી વધુ કર્મચારીઓને સંડોવતા મોટા પાયે દરોડા પાડ્યા હતા, જેમાં શહેરમાં અસંખ્ય ગેરકાયદે કોલ સેન્ટરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. અમદાવાદના લગભગ 35 જેટલા કોલ સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કોલ સેન્ટરો કથિત રીતે વિદેશી નાગરિકોને છેતરવામાં સામેલ હતા. ગેરકાયદે કોલ સેન્ટર વિદેશી લોકોને લોન ઓફર આપતા સીબીઆઈ સાયબર છેતરપિંડીના કેસો અને સંકળાયેલ કોલ સેન્ટરો પર સક્રિયપણે કાર્યવાહી કરી રહી છે. અગાઉ વિશાખાપટ્ટનમ, કોલકાતા અને હૈદરાબાદ જેવા શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેના કારણે એજન્સીએ અમદાવાદમાં આ કામગીરી હાથ ધરી હતી. આ ગેરકાયદેસર કોલ સેન્ટર વિદેશી લોકોને લોન ઓફર અથવા ક્રેડિટ કાર્ડ સ્કીમની લાલચ આપીને ચલાવતા હતા. ત્યારબાદ, તેઓ આ વ્યક્તિઓને તેમની પાસેથી પૈસા પડાવવા માટે ધમકાવતા તેમજ છેતરતા હતા. આ છેતરપિંડીની પ્રવૃત્તિઓ અંગે અસંખ્ય ફરિયાદો મળી હતી. જેમાં ઘણા ગેરકાયદે કોલ સેન્ટરો મુખ્યત્વે રાત્રિ દરમિયાન ચાલતા હતા, તેથી રાતોરાત દરોડા પાડવામાં આવ્યા હતા. આ કોલ સેન્ટર ઓપરેટરો પર સરકારી અધિકારીઓ અથવા કાયદા અમલીકરણ સાથે જોડાણ હોવાના અનેક આરોપો છે, જો કે તેઓ જે નોંધપાત્ર આવક પેદા કરે છે તે વિદેશી ચલણમાં છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત સહિત અન્ય રાજ્યમાં CBIની કાર્યવાહી થઇ રહી છે. જેમાં અત્યાર સુધીમાં મુખ્ય 26 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમાં કોલ સેન્ટરોમાં ચાલી રહેલી ગુનાહિત પ્રવૃત્તિ ઝડપી છે. તેમાં પુણેથી 10 , હૈદરાબાદથી 05 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ વિશાખાપટ્ટનમાંથી 11 આરોપીઓની ધરપકડ કરી છે.
CBIએ કુલ 170થી લોકોની અટકાયત કરી
CBIએ કુલ 170થી લોકોની અટકાયત કરી છે. જેમાં અમદાવાદ, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમમાં કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં 32 અલગ-અલગ સ્થળોએ CBIએ દરોડા પાડ્યા હતા. તાજેતરમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ અમદાવાદમાં 350 થી વધુ કર્મચારીઓને સંડોવતા મોટા પાયે દરોડા પાડ્યા હતા, જેમાં શહેરમાં અસંખ્ય ગેરકાયદે કોલ સેન્ટરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. અમદાવાદના લગભગ 35 જેટલા કોલ સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કોલ સેન્ટરો કથિત રીતે વિદેશી નાગરિકોને છેતરવામાં સામેલ હતા.
ગેરકાયદે કોલ સેન્ટર વિદેશી લોકોને લોન ઓફર આપતા
સીબીઆઈ સાયબર છેતરપિંડીના કેસો અને સંકળાયેલ કોલ સેન્ટરો પર સક્રિયપણે કાર્યવાહી કરી રહી છે. અગાઉ વિશાખાપટ્ટનમ, કોલકાતા અને હૈદરાબાદ જેવા શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેના કારણે એજન્સીએ અમદાવાદમાં આ કામગીરી હાથ ધરી હતી. આ ગેરકાયદેસર કોલ સેન્ટર વિદેશી લોકોને લોન ઓફર અથવા ક્રેડિટ કાર્ડ સ્કીમની લાલચ આપીને ચલાવતા હતા. ત્યારબાદ, તેઓ આ વ્યક્તિઓને તેમની પાસેથી પૈસા પડાવવા માટે ધમકાવતા તેમજ છેતરતા હતા. આ છેતરપિંડીની પ્રવૃત્તિઓ અંગે અસંખ્ય ફરિયાદો મળી હતી. જેમાં ઘણા ગેરકાયદે કોલ સેન્ટરો મુખ્યત્વે રાત્રિ દરમિયાન ચાલતા હતા, તેથી રાતોરાત દરોડા પાડવામાં આવ્યા હતા. આ કોલ સેન્ટર ઓપરેટરો પર સરકારી અધિકારીઓ અથવા કાયદા અમલીકરણ સાથે જોડાણ હોવાના અનેક આરોપો છે, જો કે તેઓ જે નોંધપાત્ર આવક પેદા કરે છે તે વિદેશી ચલણમાં છે.