Surat: જનતા માર્કેટમાં બિલ વગરના મોબાઈલ વેચાતા હોવાની ફરિયાદ

જૂના - નવા મોબાઈલ લે-વેચ કરતી દુકાનોમાં સર્ચ જનતા માર્કેટમાં 200થી વધુ દુકાનો આવેલી છે મોબાઈલના સ્ટોક અને બિલ બાબતે તપાસ સુરતના મોબાઈલ બજાર જનતા માર્કેટમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બિલ વગરના મોબાઈલ વેચાતા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. સુરતના ચોક બજાર ભાગા તળાવ ખાતે આવેલ મોબાઈલ લે-વેચના સૌથી મોટા જનતા માર્કેટમાં SOG અને અઠવાલાઈન્સ પોલીસનું સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે અનેક પોલીસ કર્મચારીઓ સાથે મળી મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સુરતના ચોક બજાર ભાગા તળાવ ખાતે આવેલ મોબાઈલ લે-વેચના સૌથી મોટા જનતા માર્કેટમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે અન્ય પોલીસ કર્મચારીઓ મળી એક સાથે મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરમાં મોબાઇલ ચોરી અને સ્નેચિંગની ઘટનાઓ વધ્યા બાદ તેને જનતા માર્કેટમાં બિલ વગરના મોબાઈલ વેચાણ કરાતા હોવાની ફરિયાદને આધારે પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરેલ. જનતા માર્કેટમાં જુના અને નવા મોબાઈલનું વેચાણ મોટા પાયે થતું હોય છે. અત્યારે વેપારીઓ બિલ સાથેના અને ચોરીના મોબાઈલ વેચાણ કરે છે કે નહીં તે અંગેનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચમાં સુરત SOG અને અઠવાલાઈન્સ પોલીસની ટીમો જોડાઈ હતી. જુદી જુદી ટીમ બનાવી એક સાથે સર્ચ હાથ ધર્યું હતું SOG અને અઠવાલાઈન્સ પોલીસ દ્વારા ભાગા તળાવ સ્થિત આવેલા જનતા માર્કેટમાં મોટું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વેપારીઓ પાસેના જુના મોબાઇલ અંગે બિલની ખરાઈ કરી હતી સુરતના ચોક બજાર આવેલું જનતા માર્કેટ જૂના અને નવા મોબાઈલના લે-વેચનું સૌથી મોટું માર્કેટ છે. અહીં મોટા પાયે કરોડોના મોબાઇલની લે-વેચ થાય છે. ક્યારે શહેરમાં છેલ્લા ઘણા સમયથી મોબાઇલ ચોરીની ઘટના બનતી હોય છે અને આ તમામ મોબાઈલ જનતા માર્કેટમાં વેચવા માટે આવતા હોવાની SOGને ફરિયાદ મળી હતી. જેને આધારે પોલીસે ઓચિંતી જનતા માર્કેટમાં રેડ કરી હતી. અને મોબાઈલની લે-વેચ કરનાર વેપારીઓ પાસેના જુના મોબાઇલ અંગે બિલની ખરાઈ કરી હતી. મોબાઇલ કબ્જે કરવાની અને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે જેમાં બિલ વગરના કે ચોરીના ફોન વેચાઈ છે કે નહીં તે અંગેનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરત અઠવાલાઈન્સની પોલીસ, એસઓજીની ટીમ દ્વારા એક સાથે જનતા માર્કેટમાં રેડ કરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો હતો. પોલીસની એક સાથે આટલી મોટી ટીમ જોતા જનતા માર્કેટના અનેક વેપારીઓ પોતાની દુકાન બંધ કરી પલાયન થઈ ગયા હતા. પોલીસે અનેક દુકાનમાંથી સર્ચ ઓપરેશન હાથ ધરી બિલ વગરના મોબાઇલ કબ્જે કરવાની અને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી.

Surat: જનતા માર્કેટમાં બિલ વગરના મોબાઈલ વેચાતા હોવાની ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જૂના - નવા મોબાઈલ લે-વેચ કરતી દુકાનોમાં સર્ચ
  • જનતા માર્કેટમાં 200થી વધુ દુકાનો આવેલી છે
  • મોબાઈલના સ્ટોક અને બિલ બાબતે તપાસ

સુરતના મોબાઈલ બજાર જનતા માર્કેટમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બિલ વગરના મોબાઈલ વેચાતા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.

સુરતના ચોક બજાર ભાગા તળાવ ખાતે આવેલ મોબાઈલ લે-વેચના સૌથી મોટા જનતા માર્કેટમાં SOG અને અઠવાલાઈન્સ પોલીસનું સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે અનેક પોલીસ કર્મચારીઓ સાથે મળી મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

સુરતના ચોક બજાર ભાગા તળાવ ખાતે આવેલ મોબાઈલ લે-વેચના સૌથી મોટા જનતા માર્કેટમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે અન્ય પોલીસ કર્મચારીઓ મળી એક સાથે મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરમાં મોબાઇલ ચોરી અને સ્નેચિંગની ઘટનાઓ વધ્યા બાદ તેને જનતા માર્કેટમાં બિલ વગરના મોબાઈલ વેચાણ કરાતા હોવાની ફરિયાદને આધારે પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરેલ. જનતા માર્કેટમાં જુના અને નવા મોબાઈલનું વેચાણ મોટા પાયે થતું હોય છે. અત્યારે વેપારીઓ બિલ સાથેના અને ચોરીના મોબાઈલ વેચાણ કરે છે કે નહીં તે અંગેનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચમાં સુરત SOG અને અઠવાલાઈન્સ પોલીસની ટીમો જોડાઈ હતી.

જુદી જુદી ટીમ બનાવી એક સાથે સર્ચ હાથ ધર્યું હતું

SOG અને અઠવાલાઈન્સ પોલીસ દ્વારા ભાગા તળાવ સ્થિત આવેલા જનતા માર્કેટમાં મોટું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

વેપારીઓ પાસેના જુના મોબાઇલ અંગે બિલની ખરાઈ કરી હતી

સુરતના ચોક બજાર આવેલું જનતા માર્કેટ જૂના અને નવા મોબાઈલના લે-વેચનું સૌથી મોટું માર્કેટ છે. અહીં મોટા પાયે કરોડોના મોબાઇલની લે-વેચ થાય છે. ક્યારે શહેરમાં છેલ્લા ઘણા સમયથી મોબાઇલ ચોરીની ઘટના બનતી હોય છે અને આ તમામ મોબાઈલ જનતા માર્કેટમાં વેચવા માટે આવતા હોવાની SOGને ફરિયાદ મળી હતી. જેને આધારે પોલીસે ઓચિંતી જનતા માર્કેટમાં રેડ કરી હતી. અને મોબાઈલની લે-વેચ કરનાર વેપારીઓ પાસેના જુના મોબાઇલ અંગે બિલની ખરાઈ કરી હતી.

મોબાઇલ કબ્જે કરવાની અને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે

જેમાં બિલ વગરના કે ચોરીના ફોન વેચાઈ છે કે નહીં તે અંગેનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરત અઠવાલાઈન્સની પોલીસ, એસઓજીની ટીમ દ્વારા એક સાથે જનતા માર્કેટમાં રેડ કરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો હતો. પોલીસની એક સાથે આટલી મોટી ટીમ જોતા જનતા માર્કેટના અનેક વેપારીઓ પોતાની દુકાન બંધ કરી પલાયન થઈ ગયા હતા. પોલીસે અનેક દુકાનમાંથી સર્ચ ઓપરેશન હાથ ધરી બિલ વગરના મોબાઇલ કબ્જે કરવાની અને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી.