Palanpur: કાણોદર પ્રા. શાળા નં. 1ના 151માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

પાલનપુર તાલુકાના કાણોદર પ્રા. શાળા નં. 1 એ 151 વર્ષ પુરા કરી 152માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો હતો. જેને લઈ શાળા પરિવાર દ્વારા નરેશભાઈ જોશીના હસ્તે સ્થાપના દિવસની કેક કાપી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.કાણોદર પ્રાથમિક શાળા નં. 1ના 151માં સ્થાપના દિવસ દરમિયાન શાળા પરિવાર તરફ્થી ઉજવણી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો . આ કાર્યક્રમની શરૂઆત શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આવનાર મહેમાનોને સાલ, ખેસ, બુકે તેમજ સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા. શિક્ષણ જગતમાં ખુબ નામના મેળવેલ શાળાના પૂર્વ આચાર્ય નરેશભાઈ જોષીને સન્માનિત કરી વિદાઈ આપી હતી અને નવીન આચાર્ય તરીકે નિમણુંક થયેલ જાગૃતિબેન ચૌહાણનું સ્વાગત કરી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી એચ. આર. પટેલ, પ્રાથમિક શિક્ષણ અધિકારી બી.એચ.પટેલ, જિલ્લા શિક્ષણ કચેરી બનાસકાંઠા મદદનીશ શિક્ષણ નિરીક્ષક ધર્મેન્દ્રભાઈ પટેલ, મદદનીશ શિક્ષણ નિરીક્ષક સી.જે.પટેલ, મદદનીશ શિક્ષણ નિરીક્ષક કૃણાલ દીપ મકવાણા, બીટ કેળવણી નિરીક્ષક હિતેશભાઈ સોલંકી, બીઆરસી કો ઓર્ડીનેટર જીગ્નેશભાઈ, નવીન આચાર્ય જાગૃતિબેન ચૌહાણ, શાળા પરિવાર, એસ. એમ. સી પરિવાર, સરપંચ દિલીપભાઈ સાલ્વી, ડેપ્યુટી સરપંચ કલબેઅબ્બાસ સુણસરા અને ગ્રામજનો હાજર રહ્યા હતા.

Palanpur: કાણોદર પ્રા. શાળા નં. 1ના 151માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાલનપુર તાલુકાના કાણોદર પ્રા. શાળા નં. 1 એ 151 વર્ષ પુરા કરી 152માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો હતો. જેને લઈ શાળા પરિવાર દ્વારા નરેશભાઈ જોશીના હસ્તે સ્થાપના દિવસની કેક કાપી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

કાણોદર પ્રાથમિક શાળા નં. 1ના 151માં સ્થાપના દિવસ દરમિયાન શાળા પરિવાર તરફ્થી ઉજવણી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો . આ કાર્યક્રમની શરૂઆત શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આવનાર મહેમાનોને સાલ, ખેસ, બુકે તેમજ સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા. શિક્ષણ જગતમાં ખુબ નામના મેળવેલ શાળાના પૂર્વ આચાર્ય નરેશભાઈ જોષીને સન્માનિત કરી વિદાઈ આપી હતી અને નવીન આચાર્ય તરીકે નિમણુંક થયેલ જાગૃતિબેન ચૌહાણનું સ્વાગત કરી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી એચ. આર. પટેલ, પ્રાથમિક શિક્ષણ અધિકારી બી.એચ.પટેલ, જિલ્લા શિક્ષણ કચેરી બનાસકાંઠા મદદનીશ શિક્ષણ નિરીક્ષક ધર્મેન્દ્રભાઈ પટેલ, મદદનીશ શિક્ષણ નિરીક્ષક સી.જે.પટેલ, મદદનીશ શિક્ષણ નિરીક્ષક કૃણાલ દીપ મકવાણા, બીટ કેળવણી નિરીક્ષક હિતેશભાઈ સોલંકી, બીઆરસી કો ઓર્ડીનેટર જીગ્નેશભાઈ, નવીન આચાર્ય જાગૃતિબેન ચૌહાણ, શાળા પરિવાર, એસ. એમ. સી પરિવાર, સરપંચ દિલીપભાઈ સાલ્વી, ડેપ્યુટી સરપંચ કલબેઅબ્બાસ સુણસરા અને ગ્રામજનો હાજર રહ્યા હતા.