Ahmedabad: ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટ્યું, રોડ પર ભારે ટ્રાફિક જામ
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોની શરૂઆત થઈ ચૂકી છે અને આજે રવિવારને દિવસે લોકો મોટી સંખ્યામાં ફ્લાવર શો 2025 જોવા માટે ઉમટ્યા છે. ફ્લાવર શોની ઝલક જોવા માટે મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટ્યું છે અને રિવરફ્રન્ટ પર જાણે કે માનવ મહેરામણ ઉમટ્યું હોય તેવું લાગી રહ્યું છે.હરવા ફરવાના શોખીનો પહોંચ્યા ફ્લાવર શો જોવા રજાના દિવસ રવિવારની મજા શહેરીજનો ફ્લાવરો શોમાં માણી રહ્યા છે. તમને જણાવી દઈએ અંદાજીત 15 કરોડના ખર્ચે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. સહેલાણીઓ પણ ફ્લાવરો શો જોવા પહોંચી રહ્યા છે અને ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શનિવાર-રવિવાર માટે ફ્લાવર શોની ટિકિટ 100 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ફ્લાવર શોમાં વિવિધ સ્કલ્પચર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ફ્લાવર શોને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે અને 400 ફૂટની ક્રેનિયલ વોલ આ વર્ષે આકર્ષણનું કેન્દ્ર બની છે. ત્યારે રિવરફ્રન્ટ રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે અને લાંબી કતારોમાં શહેરીજનો ઉભા રહેલા જોવા મળી રહ્યા છે. 2 દિવસ પહેલા જ CMના હસ્તે ફ્લાવર શોને ખુલ્લો મુકવામાં આવ્યો તમને જણાવી દઈએ કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે 2 દિવસ પહેાલ ફલાવર શોને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ફ્લાવર શો 22 જાન્યુઆરી સુધી ચાલશે સાથે સાથે ગયા વર્ષે ફ્લાવર વેલીનો ગિનિસ બુકમાં રેકોર્ડ નોંધાયો હતો અને આ વર્ષે ફ્લાવર શો 6 ભાગમાં વહેંચાયો છે, PMએ ફ્લાવર શોમાં સૂચવેલા સૂચનો મુજબ તૈયાર કરવામાં આવ્યો છે. હાલમાં QR કોડ સ્કેન કરીને ફૂલની વિશેષતા જાણી શકાશે તો મુલાકાતીઓનો પ્રવાહ વધે તો ફલાવર શોની તારીખ લંબાવવામાં આવે તેવી પણ શકયતાઓ સેવાઈ રહી છે. જો કે આ વખતે ફ્લાવર શોના ટિકિટ ચાર્જમાં આ વધારો કરવામાં આવ્યો છે. 2 દિવસમાં રૂપિયા 54.30 લાખની થઈ આવક AMC દ્વારા સાબરમતી રિવરફરન્ટ પર નાગરિકો માટે ખુલ્લા મૂકાયેલા ફ્લાવર શોના પ્રથમ 2 દિવસ દરમિયાન કુલ 58,370 વિઝીટર્સે મુલાકાત લીધી છે અને 2 દિવસ દરમિયાન તંત્રને કુલ 54.30 લાખની આવક થઈ છે. ફ્લાવર શોની મુલાકાત લેનાર 54,000થી વધારે મુલાકાતીઓ પૈકી વ્યક્તિ દીઠ રૂપિયા 100ની ટિકિટ ખરીદીને ફ્લાવર શોની મુલાકાત લેનાર VIP કેટેગરીમાં 1,199 વિઝીટર્સનો સમાવેશ થાય છે અને VIP કેટેગરીમાં રૂપિયા 6,33,750ની આવક થઈ છે. પ્રથમ દિવસ રૂપિયા 16.30 લાખની આવક થઈ હતી. બીજા દિવસે રાત્રે 9 વાગ્યા સુધીમાં 37,356 વિઝીટર્સે મુલાકાત લીધી હતી અને રૂપિયા 37,99,240ની આવક થઈ હતી. આમ બે દિવસમાં કુલ રૂપિયા 54,29,690ની આવક થઈ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોની શરૂઆત થઈ ચૂકી છે અને આજે રવિવારને દિવસે લોકો મોટી સંખ્યામાં ફ્લાવર શો 2025 જોવા માટે ઉમટ્યા છે. ફ્લાવર શોની ઝલક જોવા માટે મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટ્યું છે અને રિવરફ્રન્ટ પર જાણે કે માનવ મહેરામણ ઉમટ્યું હોય તેવું લાગી રહ્યું છે.
હરવા ફરવાના શોખીનો પહોંચ્યા ફ્લાવર શો જોવા
રજાના દિવસ રવિવારની મજા શહેરીજનો ફ્લાવરો શોમાં માણી રહ્યા છે. તમને જણાવી દઈએ અંદાજીત 15 કરોડના ખર્ચે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. સહેલાણીઓ પણ ફ્લાવરો શો જોવા પહોંચી રહ્યા છે અને ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શનિવાર-રવિવાર માટે ફ્લાવર શોની ટિકિટ 100 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ફ્લાવર શોમાં વિવિધ સ્કલ્પચર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ફ્લાવર શોને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે અને 400 ફૂટની ક્રેનિયલ વોલ આ વર્ષે આકર્ષણનું કેન્દ્ર બની છે. ત્યારે રિવરફ્રન્ટ રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે અને લાંબી કતારોમાં શહેરીજનો ઉભા રહેલા જોવા મળી રહ્યા છે.
2 દિવસ પહેલા જ CMના હસ્તે ફ્લાવર શોને ખુલ્લો મુકવામાં આવ્યો
તમને જણાવી દઈએ કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે 2 દિવસ પહેાલ ફલાવર શોને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ફ્લાવર શો 22 જાન્યુઆરી સુધી ચાલશે સાથે સાથે ગયા વર્ષે ફ્લાવર વેલીનો ગિનિસ બુકમાં રેકોર્ડ નોંધાયો હતો અને આ વર્ષે ફ્લાવર શો 6 ભાગમાં વહેંચાયો છે, PMએ ફ્લાવર શોમાં સૂચવેલા સૂચનો મુજબ તૈયાર કરવામાં આવ્યો છે. હાલમાં QR કોડ સ્કેન કરીને ફૂલની વિશેષતા જાણી શકાશે તો મુલાકાતીઓનો પ્રવાહ વધે તો ફલાવર શોની તારીખ લંબાવવામાં આવે તેવી પણ શકયતાઓ સેવાઈ રહી છે. જો કે આ વખતે ફ્લાવર શોના ટિકિટ ચાર્જમાં આ વધારો કરવામાં આવ્યો છે.
2 દિવસમાં રૂપિયા 54.30 લાખની થઈ આવક
AMC દ્વારા સાબરમતી રિવરફરન્ટ પર નાગરિકો માટે ખુલ્લા મૂકાયેલા ફ્લાવર શોના પ્રથમ 2 દિવસ દરમિયાન કુલ 58,370 વિઝીટર્સે મુલાકાત લીધી છે અને 2 દિવસ દરમિયાન તંત્રને કુલ 54.30 લાખની આવક થઈ છે. ફ્લાવર શોની મુલાકાત લેનાર 54,000થી વધારે મુલાકાતીઓ પૈકી વ્યક્તિ દીઠ રૂપિયા 100ની ટિકિટ ખરીદીને ફ્લાવર શોની મુલાકાત લેનાર VIP કેટેગરીમાં 1,199 વિઝીટર્સનો સમાવેશ થાય છે અને VIP કેટેગરીમાં રૂપિયા 6,33,750ની આવક થઈ છે. પ્રથમ દિવસ રૂપિયા 16.30 લાખની આવક થઈ હતી. બીજા દિવસે રાત્રે 9 વાગ્યા સુધીમાં 37,356 વિઝીટર્સે મુલાકાત લીધી હતી અને રૂપિયા 37,99,240ની આવક થઈ હતી. આમ બે દિવસમાં કુલ રૂપિયા 54,29,690ની આવક થઈ છે.